કોરોના વાયરસ માણસના રેસ્પિરેટરી સિસ્ટમને ખોખલું કરી તેને મોત તરફ લઈ જાય છે. પરંતુ શું જીવલેણ વાયરસની અસર શ્વાસન તંત્ર સિવાય પણ શરીરના બીજા અંગ ઉપર પણ પડે છે? શું આનો શરીરના બીજા મહત્વપૂર્ણ ભાગો સાથે કોઈ કનેક્શન છે? ધી લેંસેટમા પ્રકાશિત એક રિપોર્ટ માં આવા જ અમુક સવાલોના જવાબ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યા છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ-19 રક્તવાહિકા (બ્લડ સેલ્સ) ની સપાટી પર હુમલો કરી શરીરના અમુક મહત્વપૂર્ણ અંગો ખરાબ કરે છે. યુરિક યુનિવર્સિટી હોસ્પિટલ ના શોધકર્તા ફ્રેન્ક રુચિત્તજકાનું કહેવુ છે કે કોરાના ફેફસાં સિવાય શરીરના દરેક ભાગ પર રક્તવાહિકાઓ વડે હુમલો કરે છે.
તેમણે જણાવ્યું કે શરીરમાં છુપાયેલ આ જીવલેણ વાયરસ નિમોનિયા કરતા પણ વધારે ખતરનાક છે. આ બ્લડ સેલ્સ માટે સુરક્ષા કવચનું કામ કરનાર એન્ડોથેલીયમ લેયર ની અંદર સુધી દાખલ થઇ શકે છે. આનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ નબળી પડે છે.
આના પછી શરીરના અલગ અલગ હિસ્સાઓમાં બ્લડ ફ્લો ધીમો થવા લાગે છે. બ્લડ ફ્લો ધીમો થવાની સાથે હૃદય, કિડની અને અને આંતરડા જેવા શરીરના કેટલાક ખાસ હિસ્સાઓમાં પરેશાની વધે છે.
સ્વીઝરલેન્ડ યુનિવર્સિટી હોસ્પિટલના હાર્ટ સેન્ટર એન્ડ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના ચેરમેન રુચિત્તજકા એ કહ્યું કે શું તમે કોઈ વાર વિચાર્યું છે કે ધૂમ્રપાન કરવા વાળા કે પછી પહેલેથી જ કોઇ બીમારીના શિકાર એવા લોકો આ વાયરસની ઝપેટમાં શું કામ જલદી આવે છે?
હાઇપર ટેન્શન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવી ગંભીર બીમારીના શિકાર એવા લોકો કોરોના વાયરસની ચપેટમાં જલદી આવે છે. આવી સ્થિતિમાં બ્લડ સેલ્સની સુરક્ષા કરવાવાળી એન્ડો થેલીયમ લેયર નબળી પડી શકે છે. જેને કારણે વાયરસ સહેલાઈથી અટેક કરી શકે છે.