શું હકીકતમાં ગંગા નદીમાં સ્નાન કરીને બધા જ પાપ ધોવાઈ જાય છે, ભગવાન શિવજી એ પાર્વતીજી ને આપેલો છે તેનો સાચો જવાબ

Posted by

તમે જરૂરથી સાંભળ્યું હશે કંઈક ગંગા સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તમે પણ એવું માનો છો તો તમારા માટે એક વાત જાણવી ખુબ જ જરૂરી છે કે આવું બિલકુલ થતું નથી. એક કથા અનુસાર ભગવાન ભોલેનાથે પોતે દેવી પાર્વતીને એવું જણાવેલ છે કે એવા કયા લોકો હોય છે, જેને ગંગા સ્નાન બાદ સ્વર્ગ મળે છે અને તેમના બધા જ પાપ ધોવાઈ જાય છે? જો તમે પણ સ્વર્ગ જવાની ઈચ્છા રાખીને ગંગા સ્નાન કરો છો તો તમારે આ કથા જરૂરથી વાંચી લેવી જોઈએ.

Advertisement

સોમવતી સ્નાનનો પર્વ હતો. ગંગાઘાટ ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી. ભગવાન ભોલેનાથ અને પાર્વતીજી ત્યાં વિચરણ પર નીકળ્યા હતા. ત્યારે આકાશ માંથી પસાર થતા સમયે માં પાર્વતી ની નજર ભીડ તરફ ગઈ. પાર્વતીજીએ આટલી વધારે ભીડનું કારણ શું છે? તેના વિશે શિવજીને પુછ્યું. શિવજીએ જણાવ્યું કે આજે સોમવતી પર્વ છે. આજના દિવસે ગંગા સ્નાન કરનાર લોકો સ્વર્ગમાં જાય છે. તે લાભ માટે આજે લોકોની અહીંયા ભીડ એકઠી થયેલી છે.

પાર્વતીજી નું ભીડને લઈને કૌતુહલ તો શાંત થઈ ગયું, પરંતુ તેમના મનમાં એક સવાલ પણ ઉભો થયો. ત્યારે તેમણે ભોલેનાથને પુછ્યું કે, ગંગા સ્નાન કરનાર આ બધા લોકો સ્વર્ગ ચાલ્યા જશે તો શું થશે? સ્વર્ગમાં આટલી જગ્યા ક્યાં છે? અને લાખો વર્ષોથી લાખો લોકો આવી રીતે ગંગા સ્નાન કરીને સ્વર્ગ પહોંચી રહ્યા છે તો તેઓ ક્યાં છે? સ્વર્ગમાં તેમને કઈ જગ્યાએ સ્થાન મળેલું છે? દેવી પાર્વતીજીના આ સવાલ પર ભગવાન ભોલેનાથે કહ્યું કે શરીરને પલાળવું એક અલગ વાત છે, પરંતુ સ્વર્ગ પ્રાપ્તિ માટે તો મનની ગંદકીને ધોવાનું સ્નાન જરૂરી હોય છે.

ત્યારે માતા પાર્વતીએ પુછ્યું કે તે કેવી રીતે જાણી શકાય કે કોણે શરીર ધોયેલું છે અને કયા વ્યક્તિએ મનને પવિત્ર કરેલ છે? શિવજીએ જણાવ્યું કે આવું વ્યક્તિના કર્મો ઉપરથી સમજી શકાય છે. પાર્વતીજીની શંકા હજુ દુર થઈ ન હતી. શિવજીને પણ લાગ્યું કે મારા જવાબથી પાર્વતીજીનાં પ્રશ્નોનું સમાધાન થયેલ નથી, તેથી તેમણે કહ્યું કે, ચાલો હું તમને બધી વાત એક પ્રત્યક્ષ ઉદાહરણના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. તેના માટે આપણે સ્વરૂપ બદલવું પડશે.

ત્યારે શિવજીએ કુરૂપી કોઢી નું સ્વરૂપ લીધું અને રસ્તામાં એક સ્થાન ઉપર સુઈ ગયા. પાર્વતીજીને અત્યંત સ્વરૂપમાં સ્ત્રીનું શરીર ધારણ કરવા કહ્યું. પાર્વતીજી કુરૂપી કોઢી બનેલા શિવજીની સાથે સ્નાન કરવા માટે જઈ રહેલા રસ્તાનાં કિનારામાં બેસી ગયા. સ્નાન કરવા આવતા લોકોની ભીડ તેમને જોવા માટે રોકાઈ જતી હતી. આવી અલૌકિક સુંદરીની સાથે આવો કુરૂપી કોઢી. કૌતુહલમાં બધા લોકો આ જોડી વિશે પુછપરછ કરતા હતા. પાર્વતીજી શિવજી દ્વારા જણાવવામાં આવેલું વિવરણ સંભળાવતા રહેતા હતા.

દેવી પાર્વતી બધાને એવું જણાવતા હતા કે, કોઢી મારા પતિ છે. ગંગા સ્નાનની ઈચ્છાથી આવ્યા છીએ. ગરીબીના કારણે હું તેમને ખભા ઉપર રાખીને આવી છું. ખુબ જ થાકી ગયા બાદ અમે અહીંયા થોડો આરામ કરવા માટે બેસેલા છીએ. રસ્તામાં અવરજવર કરતા ઘણા લોકો તો દેવી પાર્વતીને જોઈને તેમને પોતાના પતિને છોડીને પોતાની સાથે ચાલવાની વાત કહેતા હતા. ત્યારે પાર્વતીજીને ક્રોધ આવતો હતો, પરંતુ શિવજીએ શાંત રહેવા માટેનું વચન લીધું હતું. પાર્વતીજી આ બધી વાતો સાંભળીને એવું પણ વિચારતા હતા કે આવા લોકો પણ ગંગા સ્નાન કરવા માટે આવે છે? અને આવા લોકો સ્વર્ગ જવાની ઈચ્છા ધરાવે છે? પાર્વતીજીના ચહેરા ઉપર નિરાશા જોવા મળી રહી હતી.

ભોલેનાથ અને માતા પાર્વતીનો આ ક્રમ સંધ્યા સમય સુધી ચાલતો રહ્યો. ત્યારે ત્યાં એક સજ્જન વ્યક્તિ આવ્યા. પાર્વતીજીએ ફરીથી તેમને પોતાની કથા સંભળાવી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે સહાયતા નો પ્રસ્તાવ કર્યો અને કોઢીને ખભા ઉપર રાખીને ગંગા કિનારા સુધી પહોંચાડેલ. જે ભોજન તેમની પાસે હતું, તેમાંથી તેમણે બંનેને ભોજન કરાવ્યું. સાથો સાથ સુંદરીને વારંવાર નમન કરીને કહ્યું તમારા જેવી દેવીઓ આ ધરતી નો સ્તંભ છે. ધન્ય છે કે તમે આ પ્રકારથી પોતાનો ધર્મ નિભાવી રહ્યા છો. પોતાનો ઉદ્દેશ્ય પુરો થયો અને શિવ પાર્વતીજી ઉઠ્યા અને કૈલાશ તરફ ચાલી પડ્યા.

શિવજીએ રસ્તામાં કહ્યું, પાર્વતીજી આટલા લોકોમાં એક જ વ્યક્તિ એવો હતો, જેને પોતાનું મન ધોયું અને સ્વર્ગ તરફ જવા માટેનો રસ્તો સુગમ બનાવ્યો. ગંગા સ્નાનનું મહત્વ તો યોગ્ય છે, પરંતુ તેની સાથે મન અને ધોવાની શરત પણ જોડાયેલી છે. ત્યારે માતા પાર્વતીજી સમજી ગયા કે આખરે શા માટે આટલી મોટી સંખ્યામાં ગંગા સ્નાન કર્યા બાદ પણ અને ગંગા નું નિર્મલ મહાત્મય હોવા છતાં પણ લોકો સ્વર્ગ સુધી પહોંચી શકતા નથી અને શા માટે ગંગા સ્નાનનાં પુણ્ય ફળથી વંચિત રહી જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.