શું મલાઇકા અને અરબાઝ ખાન ફરીથી એક થવા જઈ રહ્યા છે? સાસુ એ અરબાઝ ખાનને ચુમી લીધા, જુઓ તસ્વીરો

Posted by

મલાઈકા અરોડા બોલીવુડનું એક જાણીતું નામ છે. તે એક અભિનેત્રી, ડાન્સર, મોડલ, પ્રોડ્યુસર અને વિજે રહી ચુકી છે. તેની સાથે જ તે ઘણા રિયાલિટી ટીવી શો પણ જજ કરી ચુકી છે. મલાઈકાને આપણે બધા તેમના શાનદાર આઈટમ નંબર માટે પણ જાણીએ છીએ. તેમના ડાન્સ મુવ્ઝ ફેન્સ ને ખુબ જ પસંદ આવે છે. વળી મલાઈકા પોતાના પ્રોફેશનલ લાઈફ થી વધારે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં જળવાઈ રહે છે. ખાસ કરીને તેમની મેરીડ અને લવ લાઈફને લઈને હંમેશાં મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બને છે.

મહત્વપુર્ણ છે કે સલમાન ખાનનાં ભાઈ અરબાઝ ખાન મલાઈકા અરોડાનાં પુર્વ પતિ છે. બંનેએ ૧૯૯૮માં લગ્ન કર્યા હતા. લગ્નના ૪ વર્ષ પછી ૯ નવેમ્બર, ૨૦૦૨માં તેમના ઘરે દીકરા અરહાન ખાને જન્મ લીધો. શરૂઆતમાં મલાઈકા અને અરબાઝનુ લગ્ન જીવન ઘણું સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ પછી ધીરે ધીરે તેમના સંબંધોમાં તણાવ વધવા લાગ્યો. તેવામાં બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. ૨૦૧૭માં બંનેએ કાયદેસર રૂપથી છુટાછેડા પણ લઈ લીધા.

છુટાછેડા લીધા બાદ મલાઈકાનું અર્જુન કપુર સાથે લવ ફેર શરૂ થઈ ગયું. હવે બંનેનાં રિલેશન કોઈથી છુપાયેલો નથી. બંનેને ઘણી વખત એકબીજા સાથે ડેટ પર જતાં જોવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ અરબાઝ ખાને પણ જ્યોર્જિયા એન્ડ્રીયાની નામની છોકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી લીધી. હવે રસપ્રદ વાત એ છે કે અરબાઝ અને મલાઈકા છુટાછેડા પછી પણ એકબીજાનાં સારા મિત્ર છે. તેઓ સમય સમય પર મળતા પણ રહે છે.

હાલમાં અરબાઝ ખાનને પોતાના સાસરિયાં સાથે સ્પોટ કરવામાં આવ્યા. હકીકતમાં અરબાઝ મુંબઈનાં ફેમસ ઓલિવ રેસ્ટોરન્ટમાં પોતાની પુર્વ પત્ની મલાઇકા અરોડા, દિકરા અરહાન ખાન, સાળી અમૃતા અરોડા અને પોતાની સાસુ માં એટલે કે મલાઈકા ની મમ્મી Joyce Polycarp સાથે ફેમિલી લંચ પર ગયા હતા. આ દરમિયાન જ્યારે અરબાઝ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા તો મલાઈકાની માતાએ તેમને માથા પર ચુમી લીધા. જ્યારે તે એવું કરી ગઈ હતી તો અમૃતા અરોડા તેમને ઘણી ધ્યાનથી ઘુરીને જોઈ રહી હતી.

લંચ પછી બધાએ મીડિયા સામે ઊભા રહીને શાંતિથી ફોટો પડાવ્યો અને પોઝ આપ્યો. જોકે આ દરમિયાન મલાઈકા ફોટોગ્રાફરને પોઝ આપવા માટે રોકાઈ નહીં. તે ઉતાવળમાં બહાર આવી અને તરત પોતાની કારમાં જઈને બેસી ગઈ. આ દરમિયાન મલાઈકા બ્લેક સ્કર્ટ, વાઈટ પેંટેડ ટી-શર્ટ અને રેડ શુઝમાં ઘણી સુંદર લાગી રહી હતી. જ્યારે અરબાઝ ખાન પણ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ માં હેન્ડસમ દેખાઈ રહ્યા હતા.

આ દરમિયાન અરબાઝ ખાને પોતાના દીકરા અરહાન સાથે પણ ઘણા ફોટો ક્લિક કરાવ્યા. બાપ-દીકરાની આ જોડી દેખાવમાં ઘણી સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે અરહાન ૧૮ વર્ષનાં થઈ ગયા છે. અરબાઝ અને મલાઈકાની ઘણી કોશિશ છે કે તેમના છુટાછેડાની અસર તેમના દીકરા પર ન પડે. એજ કારણ છે કે તેઓ બંને છુટાછેડા પછી પણ મિત્ર છે અને સમય સમય પર મળતા રહે છે. આ રીતે અરહાનને માતા અને પિતા બંનેનો પ્રેમ મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *