શું શાહરુખ ખાને હની સિંહને મારી હતી થપ્પડ? હની સિંહની પત્નીએ જણાવી હકીકત

Posted by

પોપ્યુલર રેપર અને સિંગર યો યો હની સિંહ હાલનાં દિવસોમાં પત્નીના આરોપોને લઈને ખુબ જ ચર્ચામાં છે. હાલમાં જ તેમની પત્ની શાલિની તલવારે તેમની ઉપર મારપીટ સહિત લગ્ન બાદનાં અફેર્સને લઈને આરોપ લગાવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક વખત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહરૂખ ખાને હની સિંહને થપ્પડ મારી હતી? ત્યારે સાલીની એ આ બાબતમાં પોતાનું મૌન તોડીને હકીકત જણાવી હતી. તો ચાલો જાણીએ કે શાલિનીએ શું કહ્યું હતું.

શું હતું સમગ્ર મામલો

હકીકતમાં ૨૦૦૪માં યો યો હની સિંહ સાર્વજનિક કાર્યક્રમમાં અને ઈન્ડસ્ટ્રીથી લગભગ ગાયબ થઇ ગયા છે. તે સમયે સમાચાર મળી રહ્યા હતા કે શાહરુખ ખાને એક ન્યુ યર પ્રોગ્રામ દરમ્યાન હની સિંહને થપ્પડ મારી દીધી હતી. તેમના થપ્પડ મારવાનું કારણ હની સિંહનું વર્તન હતું એટલા માટે આ ઘટના બાદ યો યો હની સિંહ કોઈપણ કાર્યક્રમમાં નજર આવી રહ્યા નથી. ખબર માં એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે હની સિંહે હેવી ડ્રિંક કરી રાખ્યું હતું અને આ દરમિયાન તેમણે શાહરુખ ખાન સાથે ગેરવર્તણુક કરી હતી. આ સમગ્ર મામલા પર ચાલીને એક ઇન્ટરવ્યુમાં પોતાનું મૌન તોડ્યું હતું અને હકીકત જણાવી હતી.

શાહરૂખ ખાનનું સન્માન કરે છે હની સિંહ

શાલિની એ ઝી ન્યુઝ સાથે વાતચીત કરતા દરમિયાન શાહરુખ ખાન દ્વારા હની સિંહને થપ્પડ મારવા વાળી વાતો પર કહ્યું હતું કે તેઓ તેને શા માટે થપ્પડ મારશે? આ બધી વાતો પાયાવિહોણી છે. તે બધા જાણે છે કે હની સિંહ અભિનેતા શાહરૂખ ખાનનું ખુબ જ સન્માન કરે છે અને શાહરુખ ખાન પણ હની સાથે નાના ભાઈની જેમ વ્યવહાર કરે છે. હકીકતમાં શાહરૂખ ભાઈએ અમને ખુબ જ સપોર્ટ કર્યો છે અને મદદ કરી છે. ડોક્ટરોએ હની ને દેશની બહાર નહિં જવા માટે સલાહ આપી હતી. પરંતુ હની શાહરૂખ ખાનને વચન આપી ચુક્યા હતા, એટલા માટે તેમણે ન્યુ યર ટુર ઉપર જવું પડ્યું હતું.

રિહર્સલમાં પડી જવાથી ઇજા થયેલ

શાલિની એ આગળ જણાવ્યું હતું કે આ ટુર પર હની ના બ્લડ પ્રેશરની દવાઓ ચાલી રહી હતી અને તેઓ રિહર્સલ દરમિયાન પડી ગયા હતા, જેના કારણે તેમને માથા અને પીઠમાં ઈજા થઈ હતી. એટલા માટે તેમણે આ ટુર પરથી પરત આવવું પડ્યું હતું. એટલા માટે શાહરૂખ ભાઈ દ્વારા હની ને થપ્પડ મારવાની વાત બિલકુલ અફવા છે.

મહત્વપુર્ણ છે કે શાલિની અને હની સિંહના લગ્ન વર્ષ ૨૦૧૧માં થયા હતા. હવે શાલિની એ પોતાના પતિ ઉપર મારપીટ કરવાનો ગુનો દાખલ કર્યો છે. હની સિંહની પત્નીએ પતિ ઉપર શારીરિક, માનસિક અને ઇમોશનલ તથા મૌખિક હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે દિલ્હીની એક કોર્ટ દ્વારા હની સિંહને આરોપોનો જવાબ આપવા માટે ૨૮ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *