“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટેલીવિઝનનાં સૌથી પોપ્યુલર અને લોકપ્રિય ટીવી શો માંથી એક છે. વિતેલા ઘણા વર્ષોથી આ ધારાવાહિક દર્શકોનું મનોરંજન કરી રહેલ છે અને એ જ કારણ છે કે આ શો નું દરેક પાત્ર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકેલ છે. જોકે સમયની સાથે શો માં ઘણા કલાકારો બદલતા પણ રહ્યા છે, પરંતુ કિરદારો એ પોતાની ઓળખ છોડી નથી.
જ્યારે સોઢી એ છોડી દીધો હતો શો
શોનાં દરેક કિરદારને દર્શકો પ્રેમ આપે છે અને આવા જ કંઈક ખુબ જ ચર્ચિત કલાકારોમાંથી જુના “સોઢી જી” એટલે કે ગુરુ ચરણ સિંહ છે. જોકે ગુરુ ચરણ સિંહ હવે આ શોનો હિસ્સો નથી, પરંતુ ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે તેમણે આ સફળ ટીવી શો ને અલવિદા શા માટે કહ્યું?
ગુરુચરણ સિંહે શો છોડવાનું કારણ જણાવ્યું
એક ન્યુઝ વેબસાઈટનાં રિપોર્ટ અનુસાર ગુરુ ચરણ સિંહ ને જ્યારે પુછવામાં આવ્યું કે તેમણે ૨૦૨૦ માં શો શા માટે છોડી દીધો હતો? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “મારા શો છોડવાના સમયે મારા પિતાજી ની સર્જરી થઈ હતી. વળી કંઈક અન્ય ચીજો પણ મારે જોવાની હતી અને અન્ય કારણ પણ હતા. પરંતુ હું તેના વિશે વાત કરવા માંગતો નથી.”
શું શો માં પરત ફરશે ગુરુચરણ?
તો શું જુના વાળા સોઢી એકવાર ફરીથી શો માં પરત ફરશે? તેના વિશે ગુરુચરણ સિંહે જણાવ્યું હતું કે, “એ તો ભગવાન જાણે છે, મને ખબર નથી. જો ભગવાનની મરજી હશે તો હું પરત ફરીશ. પરંતુ હાલમાં એવું કંઈ નથી.” જણાવી દઈએ કે પાછલા દિવસોમાં શો નાં લોકપ્રિય કલાકાર ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા નું નિધન થઈ ગયું હતું. ત્યારબાદ સમગ્ર ટીમ ખુબ ભાવુક હતી