શું તમારા બાળકો પણ ખુબ જ જિદ્દી છે? તો સુધારવા માટે અપનાવો આ ટિપ્સ

Posted by

માં-બાપ માટે તેમના બાળકો જ તેમની આખી દુનિયા હોય છે. પોતાના બાળકની ખુશી માટે દરેક માં-બાપ કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે. જો કે બાળક પણ પોતાના પેરન્ટ્સ સાથે ઘણા એટેચ હોય છે. બાળકોની નાની-નાની વાત પર જીદ કરવી સ્વાભાવિક છે. પરંતુ ઘણીવાર તેમની જીદ તેમનો વ્યવહાર બની જાય છે. જે પેરેન્ટ્સ માટે એક મોટી સમસ્યાનો સંકેત છે. એક રિસર્ચ અનુસાર ૩૭ ટકા બાળકો એવા છે જે ઘરની બહાર નીકળ્યા બાદ ઘણી જીદ કરે છે અને તેમને ઘણી વાર સંભાળવા પણ મુશ્કેલ થઈ જાય છે. અહીં સુધી કે થોડા બાળકો એટલા વધારે જિદ્દી બની જાય છે કે તેઓ પોતાના માતા-પિતાની વાત પણ સાંભળવાનું છોડી દે છે. એવા બાળકોને સંભાળવા પેરેન્ટ્સ માટે એક કઠીન ટાસ્ક બની જાય છે.

જો તમારા બાળકો ને પણ આવી કોઈ જિદ્દી આદત છે તો આ ખાસ આર્ટિક્લ માત્ર તમારા માટે જ છે. અહીં અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે તમારા બાળકોનાં જિદ્દી વ્યવહારને સુધારી શકો છો. તો આવો જાણીએ  આ સરળ ટિપ્સ વિશે.

બાળકો સાથે તકરાર ન કરો

ઘણા બાળકો કોઈ ખોટી વાત માટે કે કોઈ ખોટી વસ્તુ માટે જીદ કરે છે. તેવામાં તેમના માં-બાપ તેનાથી જોડાઈ જાય છે અને ગુસ્સામાં તેમને થપ્પડ પણ મારી દે છે. જો તમારું બાળક પણ એવી કોઈ ખોટી વસ્તુ તે માટે જીદ કરે છે તો તમે તેની સાથે તકરાર કરવાની જગ્યાએ તેને પ્રેમથી સમજાવાની કોશિશ કરો. જો તો પણ તમારો બાળક પોતાની જીદ પર અડગ રહે છે તો તેને ધીમેથી ઠપકો આપો અને પછી સાચા-ખોટાનું અંતર સમજાવો.

વાત ધ્યાનથી સાંભળો

આજના આ મોર્ડન જમાનામાં દરેક પોતાના કામધંધામાં વ્યસ્ત રહે છે. તેવામાં ઘણા બાળકો પોતાના માતા-પિતા સાથે સમય પસાર કરવા ઇચ્છે છે. પરંતુ સમયની ઉણપ હોવાના કારણે તેમના માતાપિતા તેમની વાતોને ધ્યાનથી સાંભળી શકતા નથી. તેવામાં તેમના બાળકોનું ચીડિયાપણું પણ સામે આવવું સ્વાભાવિક છે. જો તમે તમારા બાળકની જીદને સુધારવા ઇચ્છો છો તો તમે તેમની વાતોને ધ્યાનથી સાંભળો. એવું કરવાથી તમારો તેમની સાથે સારો સંબંધ બનશે અને તે તમારી વાત હંમેશા માનશે.

દરેક જીદ પુરી કરો નહીં

ઘણા માતાપિતા એવા હોય છે જે પોતાના બાળકોની નાની-નાની ઈચ્છાને પુરી કરવાની કોશિશ કરે છે. અહીં સુધી કે તેમનું બાળક ખોટી જીદ પણ કરે તો તે તેને તેની ખુશી માટે પુરી કરવાની કોશિશ કરે છે. જો તમે તમારા બાળકની દરેક જીદને પુરી કરશો તો તે પણ વધારે જીદ્દી બની જશે. તેવામાં માત્ર તમે તેની વાતને ન માનો તે સ્વાભાવિક છે.

પ્રેશર ન બનાવો

વધારે પેરેન્ટ્સ પોતાના બાળકો પર પોતાની મરજીને થોપવાનો પ્રયાસ કરે છે. તેવામાં બાળક જીદ્દી કે પછી વિદ્રોહી બની જાય છે. પરંતુ જો તમારું બાળક પણ એવું કરી રહ્યું છે તો તમે તેની ઉપર દબાવ બનાવવાની જગ્યાએ તેને પ્રેમથી હેન્ડલ કરો અને પુછો કે તે આખરે તે કામ કેમ નથી કરવા ઈચ્છતો? તેવામાં તમારૂ બાળક તમને તેના દિલની વાત સરળતાથી બતાવશે અને તમે પણ તેના નજીક થઈ જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *