હાલના દિવસોમાં સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જે ૩જી મેનાં રોજ ખતમ થવાનું છે. લોકડાઉનમાં રહીને લોકો પોતાને કોઇને કોઇ રીતે એન્ટરટેઇન કરવાની કોશિશ કરી રહ્યા છે. તેવામાં બોલિવૂડના સિતારાઓની એક નવી ગેમ મળી છે જે તેમના ટાઇમપાસ માટે એક રીત બની ગઈ છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક એવી પઝલ વાયરલ થઇ રહી છે જેને ઉકેલવા માટે મોટા મોટા સિતારાઓ પણ પોતાનું માથું ખંજવાળી રહ્યા છે.
પરંતુ મજાની વાત તો એ છે કે હજુ સુધી આ પઝલનો ઉત્તર કોઈ આપી શકતું નથી. બોલિવૂડની સેલિબ્રિટીઝ આ ઉખાણાનો ઉકેલ લાવવા માટે લાગેલી છે પરંતુ તેની સાથે સામાન્ય જનતા પણ તેનો સાચો જવાબ શોધવામાં જોડાઈ ગઈ છે.
How Many Tigers You See In This Pic ? pic.twitter.com/GPOvxKYdRc
— EF Neer 🇮🇳 (@isharmaneer) April 22, 2020
તમને જણાવી દઈએ કે આ તસવીરને એક ટ્વિટર યૂઝરે દ્વારા બુધવારના રોજ શેયર કરી હતી, જેમાં અમુક ટાઈગર દેખાઈ રહ્યા છે. તસવીર શેયર કરતા યુઝરે પૂછ્યું હતું કે “આ ફોટામાં તમને કેટલા ટાઈગર નજર આવી રહ્યા છે?” બસ પછી તો શું હતું ફક્ત તસવીરને શેયર કરવાની જ રાહ જોઈ રહ્યા હતા અને લોકો તેનો જવાબ શોધવામાં લાગી ગયા. દરેક લોકો પોતાની રીતે ટાઈગરને શોધવા લાગ્યા. ઘણા લોકોએ જવાબ પણ આપ્યા પરંતુ હજુ સુધી તેનો સાચો જવાબ કોઇ આપી શક્યું નથી.
શરૂઆતમાં તમને આ તસવીરમાં ફક્ત ૪ ટાઈગર જ નજર આવશે. પરંતુ ધ્યાનથી જોવામાં આવે તો તમને તેમાં ઘણા બધા ટાઈગર મળી આવશે. અમિતાભ બચ્ચનથી લઇને દિયા મિર્ઝા સુધી આ ઉખાણાંને ઉકેલવામાં લાગી ગયા છે. બિગ બીને આ તસવીરમાં કુલ ૧૧ ટાઈગર નજર આવ્યા. વળી દિયા મિર્ઝાના જણાવ્યા અનુસાર ફોટોમાં કુલ ૧૬ ટાઈગર રહેલા છે. એડ્રેસ પ્રાચી દેસાઇને પણ તસવીરમાં ૧૬ ટાઈગર નજર આવ્યા.
11 tigers .. https://t.co/s5Sa57G80n
— Amitabh Bachchan (@SrBachchan) April 23, 2020
અમુક યુઝરને ૨૦ ટાઈગર પણ દેખાયા
તમને જણાવી દઈએ કે ટ્વિટર પર શેયર કરવામાં આવેલ આ ટાઈગર વાળા ઉખાણાની તસવીર પર અત્યાર સુધીમાં ઘણા બધા જવાબ આવી ચૂક્યા છે. આ ફોટો પર અત્યાર સુધીમાં ૩૫ હજારથી વધારે લાઈક આવી ચૂક્યા છે અને અંદાજે ૩ હજારથી વધારે લોકોએ તેનો સાચો જવાબ આપવાની કોશિશ કરી છે. તમે પણ ધ્યાનથી આ આ તસવીરને જોઇને કોમેન્ટ માં જણાવો કે તેમાં કેટલા ટાઈગર છે તથા તેને શેયર કરીને તમારા મિત્રો ને પણ ચેલેન્જ આપો.