શું તમે જાણો છો કે કોણ હતી એમએસ ધોનીની ગર્લફ્રેન્ડ અને તેનું નિધન કેવી રીતે થયેલું

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનાં જીવન ઉપર બનાવવામાં આવેલ ફિલ્મ “એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી” એ ખુબ સફળતાની સાથે ધોનીનાં ફેન્સ અને દરેકને ધોનીનાં જીવનની દરેક મહત્વપૂર્ણ ક્ષણોથી રૂબરૂ કરાવેલ. આ ફિલ્મ તેમના જીવનના દરેક ભાગને દર્શાવે છે. આ ફિલ્મમાં ધોનીનાં જીવનનાં લગભગ દરેક ક્ષણોને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં ધોનીનું પાત્ર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું છે અને તેમણે ધોનીના જીવનમાં સંઘર્ષ સફળતા સુધીના તમામ દ્રશ્યો ખુબ જ સુંદરતાથી ભજવ્યા છે.

સુશાંતસિંહ પડદા ઉપર ધોનીના પાત્રને રજૂ કરવા માટે ખુબ જ મહેનત કરી. તેમણે ધોનીના જીવનની દરેક વાતો પર કામ કર્યું. પરંતુ ધોનીના જીવનમાં કંઈક એવા રહસ્યો છે જે ક્યારેય સામે નથી આવ્યા અને તેના પાછળની હકીકત પણ આપણે નથી જાણતા. ફિલ્મમાં ધોનીની લવ લાઈફ વિશે બતાવવામાં આવ્યું છે. રમતનાં મેદાનથી લઈને ધોનીની જિંદગી સાથે જોડાયેલી દરેક પળો ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

પરંતુ ધોનીની જિંદગીનું એક એવું પાસું છે, જેના ઉપર તે વાત કરવા નથી માંગતા. જેના વિશે તેમણે શૂટિંગ દરમિયાન પણ વધારે ખુલ્લા દિલથી વાત કરી ન હતી અને તે છે તેની ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝા. વળી ફિલ્મમાં પ્રિયંકાનું પાત્ર દિશા પટાણીએ નિભાવ્યું હતું, પરંતુ આ કિરદારથી ધોનીનાં જીવન પર અનેક સવાલો ઉત્પન્ન કર્યા.

લોકો વચ્ચે તે સવાલ પણ છે કે શું સાચી ધોનીની ગર્લફ્રેન્ડ નું નિધન કાર એક્સિડન્ટમાં થયું હતું? આ વાતને લોકો જાણવા માંગે છે અને હંમેશા સવાલ પણ કરે છે કે ધોની હંમેશા આ સવાલને લઈને સ્પષ્ટ કરતા નથી. પરંતુ કંઈક તો એવું છે જે આજે પણ ધોની ની અંદર થી કમજોર કરે છે. તમને જણાવી દઈએ તો પ્રિયંકા અને ધોનીની લવ લાઈફ ત્યારની છે, જ્યારે ધોની પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું ટીમ ઇન્ડિયામાં સિલેક્શન થયું. જ્યારે ધોનીની આ બાયોપિક બને ત્યારે તે સરળતાથી આ વાતનો ઉલ્લેખ કરી શકતા ન હતા. ધોની અને પ્રિયંકા લગ્ન કરવા માગતા હતા, પરંતુ ધોની પોતાની કારકિર્દીની અનિશ્ચિતતાઓનાં લીધે ચિંતામાં રહેતા હતા.

તે વચ્ચે કંઈક એવું થયું કે ધોની અને પ્રિયંકા હંમેશા માટે અલગ થઈ ગયાં. મેચને લઈને ધોની ફોરેન ટૂર પર ગયા હતા અને તે દરમિયાન પ્રિયંકાનું એક કાર એક્સિડન્ટમાં નિધન થઈ ગયું. આ વાત ધોનીને ટુર માંથી પાછા આવ્યા પછી ખબર પડી. ત્યારબાદ ધોની અંદરથી ખુબ જ તુટી ગયા, પરંતુ તેમણે આ ઘટનાને પોતાના જીવનની કમજોરી બનાવી નહીં, પરંતુ ત્યાર પછી તેમણે ખુબ જ સારુ પર્ફોમન્સ કર્યું અને તેમણે આ ઘટનાને પોતાની મજબુતી બનાવી અને દુનિયાની સામે ચમકવા લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *