શું તમે ક્યારેય “ફેન્ટા મેગી” ખાધી છે? વિડીયો જોઈને લોકો બોલ્યા – હવે દુનિયાનો અંત નજીક છે

Posted by

સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર કોઈને કોઈ એવા ફુલ જરૂર વાયરલ થતાં હોય છે, જે પોતાના અનોખા કોમ્બિનેશનને કારણે ચર્ચાનું કેન્દ્ર બની જતા હોય છે. થોડા દિવસો પહેલા જ અમે તમને “ઓરિયો નાં ભજીયા” વિષે જણાવ્યું હતું. હવે માર્કેટમાં નવું આવ્યું છે, ફેન્ટા મેગી. વળી તમે પણ ઘણા પ્રકારના એક્સપેરિમેન્ટ મેગી વિશે જરૂર સાંભળ્યા હશે, પરંતુ આ બિલકુલ નવું અને અનોખું છે. મેગી એક એવું વ્યંજન છે જે બેચલર્સ ને ખુબ જ વધારે પસંદ આવે છે. અમુક લોકો તો રાત્રે પણ એક ઊંઘ કરી લીધા બાદ ઊઠીને મેગી બનાવે છે અને તેનું સેવન કરે છે. ટેસ્ટી મેગી ખાવા માટે લોકો દુર પણ જતા હોય છે. જોકે આ વખતે એક્સપરિમેન્ટ નાં ચક્કરમાં મેગી જેવી ટેસ્ટી ચીજ બરબાદ થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમને મેગીથી ચીડ થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફેન્ટા કોલ્ડડ્રિંક્સ માંથી મેગી બનાવવામાં આવી રહી છે. તેને જોઈને લોકો કહી રહ્યા છે કે “હવે દુનિયાનો અંત નજીક છે.”

ફેન્ટા મેગી નો વિડીયો થઈ રહ્યો છે વાયરલ

વિડિયોને એક યુટ્યુબરે પોતાની ચેનલમાં પોસ્ટ કરેલ છે. આ વીડિયોને જોઈને લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં ફેન્ટા કોલ્ડ્રીંક માંથી મેગી બનાવવાની સંપુર્ણ રેસીપી બતાવવામાં આવેલી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. વળી ૧ લાખથી વધારે લોકોએ તેને પસંદ કરેલ છે. વિડિયો ગાઝિયાબાદમાં એક સડક કિનારે ઉભેલા દુકાનદારનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર સૌથી પહેલા પેનમાં ઘી ઉમેરે છે. ત્યારબાદ તેમાં ડુંગળી, લીલા મરચાં, શિમલા મરચાં તથા ટમેટા નો વઘાર કરે છે. ત્યારબાદ દુકાનદાર પેનમાં ફેન્ટા કોલ્ડ્રીંક ની બોટલ ખોલીને પેનમાં કોલ્ડ્રિંક્સ ઉમેરે છે. અંતમાં તે મેગીને ઉમેરીને ઉકાળે છે. ત્યારબાદ તેમાં મીઠું, મસાલા, હળદર, ધાણા અને અન્ય મસાલા ઉમેરીને મેગીને પકાવે છે. અંતમાં મેગીમાં ચાટ મસાલો અને લીંબુ નાખીને તેને પીરસે છે.

ફેન્ટા ની સાથે ઈંડા બનાવવાનો વિડીયો થયો હતો વાયરલ

થોડા દિવસો પહેલા ફેન્ટા કોલ્ડ ડ્રિંકની સાથે ઈંડા બનાવવાનો વિડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો. આ વીડિયોને જોઈને પણ લોકોને ખુબ જ અજીબ લાગી રહ્યું હતું. આ અજીબ ડીશ બનાવવા માટે તવા ઉપર ત્રણ ઈંડામાં લીલી ચટણી, વિનેગર મસાલા વગેરે ઉમેરીને ફેન્ટા કોલ્ડ્રિંક્સ મિક્સ કરવામાં આવે છે.

મેગી ખીર નો વિડીયો પણ સામે આવી ચુક્યો છે

કંઈક આવી રીતે થોડા દિવસો પહેલા મેગીને ચોકલેટ ની સાથે ઉમેરીને કેક બનાવવામાં આવી હતી. આ વ્યંજનને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવેલ હતું. વળી ટ્વિટર પર મેગી ખીર ની રેસીપી પણ ખુબ જ વાયરલ થઈ હતી. આ વિડીયો ના સામે આવ્યા બાદ ટ્વીટર પર “મિલ્ક મેગી” ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. વીડિયોમાં એક મહિલા દુધમાં મેગી પકવતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *