શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફિલ્મોમાં સિતારાઓએ પહેરેલા લાખો રૂપિયાનાં કપડાંનું શું કરવામાં આવે છે? ચાલો તમને જણાવીએ

Posted by

સિનેમા જગતમાં એક્ટિંગ સિવાય પણ તમામ પ્રકારના કામ હોય છે, જેને લોકો કરતા હોય છે. બોલીવુડ ઇંડસ્ટ્રી નાની ઇન્ડસ્ટ્રી નથી, પરંતુ ખુબ જ મોટી છે. જો કે બોલિવુડ ફિલ્મો લોકેશન, સંવાદ, નિર્દેશન, પટકથા અને એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. તે સિવાય આ ફિલ્મમાં પ્રયોગો કરવામાં આવેલ ડ્રેસ કોસ્ચ્યુમ પણ ખુબ જ ફેમસ બને છે. ફિલ્મમાં પહેરવામાં આવતા આ ફિલ્મી સિતારાઓનાં કોસ્ચ્યુમ ખુબ જ ખર્ચ કરીને બનાવવામાં આવે છે. પરંતુ તેને ફક્ત એક જ ફિલ્મમાં પહેરવામાં આવે છે અને ત્યાર બાદ ક્યારેય પણ આ કપડાને રીપીટ થતા જોવામાં આવતા નથી. જોકે દરેક લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે આખરે આ કપડાનું શું કરવામાં આવે છે. એક વખત ફિલ્મી કલાકારોએ પહેરી લીધા બાદ આ કપડાં ક્યાં જાય છે?

મહત્વપુર્ણ છે કે આપણા બધા લોકોના દિમાગમાં ક્યારેક ને ક્યારેક સવાલ આવે છે કે, “જો આ કપડા મારી પાસે હોય તો મજા આવી જાય.” વળી એવો સવાલ પણ તમારા દિમાગમાં જરૂરથી થયો હશે કે આખરે આ કપડાનું શું કરવામાં આવે છે? આ સવાલનો એકદમ સચોટ જવાબ યશરાજ ફિલ્મની સ્ટાઇલિસ્ટ આયેશા ખન્નાએ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આખરે આ કોસ્ચ્યુમનું શું કરવામાં આવે છે? તો ચાલો તેના વિશે તમને જણાવીએ.

હકીકતમાં એક ઇન્ટરવ્યુમાં આયશાએ જણાવ્યું હતું કે ફિલ્મોમાં સેલિબ્રિટી દ્વારા પહેરવામાં આવેલા મોટાભાગના કપડાને સંભાળીને રાખી દેવામાં આવે છે. તેની સાથે જ ફિલ્મ ની ટેગ તે કપડાં ઉપર લગાવીને રાખવામાં આવે છે. ત્યારબાદ આ કપડાને મિક્સ એન્ડ મેચ કરીને જુનિયર આર્ટિસ્ટને ઉપયોગ માટે આપવામાં આવે છે. વળી તે પ્રોડક્શન હાઉસની અન્ય ફિલ્મોમાં પણ આ કપડાનો ઉપયોગ ક્યારેક ક્યારેક કરવામાં આવે છે.

ફેન્સ ખરીદે છે

ફિલ્મ સ્ટાર્સની કોઈ કમી હોતી નથી. તેઓ પોતાના ફેવરિટ હીરો હિરોઈનનાં ઉપયોગ કરવામાં આવેલી ચીજો માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર રહેતા હોય છે. સલમાન ખાનનાં એક ફેણ દ્વારા તો ફિલ્મ “મુજસે શાદી કરોગી” માં સલમાન ખાનનાં ગીતમાં ઉપયોગ કરવામાં આવેલ ટુવાલ દોઢ લાખની કિંમતમાં ખરીદી લીધો હતો.

યાદનાં રૂપમાં સ્ટાર્સ પોતાની પાસે રાખે છે

ઘણી વખત ફિલ્મસ્ટારને તે કપડાં એટલાં પસંદ આવે છે કે તે પોતાની સાથે લઈ જતા હોય છે. ફિલ્મમેકર પોતાની ખુશી થી તે કપડાં આપી દેતા હોય છે. પરંતુ આ કપડાને તેઓ અવારનવાર પહેરતા નથી, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલી યાદનાં રૂપમાં પોતાની પાસે રાખી લેતા હોય છે.

પ્રોડક્શન હાઉસનાં રૂમમાં રાખી દેવામાં આવે છે

ક્યારેક-ક્યારેક હરરાજી ન થવા પર આ મોંઘા કપડાંને એક અંધારા વાળા રૂમ માં મુકીને તેની ઉપર ફિલ્મનું નામ લખીને પ્રોડક્શન હાઉસમાં રાખી દેવામાં આવે છે.

ચેરિટી માટે રાખવામાં આવે છે

આપણે બધા જાણીએ છીએ કે દર્શકોને સેલિબ્રિટી દ્વારા પહેરવામાં આવેલા ડ્રેસ ખુબ જ પસંદ આવે છે. એટલા માટે ઘણી વખત ચેરિટિનું આયોજન કરવામાં આવે છે, જ્યાં સ્ટાર્સના આ કપડા ની હરાજી થાય છે. તે સિવાય ડિઝાઇનર્સ ફિલ્મની શુંટિંગ થયા બાદ તે ડ્રેસને યાદનાં રૂપમાં પણ પોતાની પાસે રાખી લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *