શું તમે પણ સ્નાન કર્યા વગર ભોજન કરો છો તો જરૂરથી વાંચી લેજો

Posted by

આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જેને સ્નાન કર્યા વગર ભોજન કરવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું બિલકુલ પણ શુભ માનવામાં આવતું નથી. તમારા માંથી ઘણા બધા લોકો એવું જરૂર સાંભળ્યું હશે કે શાસ્ત્રોમાં નહાયા વગર કોઈપણ ચીજોનું સેવન કરવું શુભ માનવામાં આવતું નથી. પરંતુ ખુબ જ ઓછા લોકો એવા હોય છે જે આ વાત ઉપર અમલ કરતા હશે.

Advertisement

કારણ કે તેમને આ બધી વાતો નકામી લાગે છે. પરંતુ એવું બિલકુલ નથી શાસ્ત્રોમાં દરેક વાત પાછળ ઊંડો મતલબ છુપાયેલો હોય છે. તો ચાલો જો તમે પણ આ બાબતમાં જાણકારી રાખતા નથી, તો આજે અમે તમારા માટે તેની સાથે જોડાયેલી અમુક એવી વાતો લાવ્યા છીએ જેની જાણ હોવી ખુબ જ જરૂરી છે.

વૈજ્ઞાનિક યુગમાં ભોજન કરતા પહેલા નહાવું જરૂરી છે

ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર સ્નાન કરવાથી શરીરનાં રોમકુંપો નું સિંચન થાય છે, એટલે કે શરીરમાંથી નીકળતા પરસેવાને કારણે જે પાણીની કમી થાય છે, સ્નાન કરવાથી શરીરમાં પાણીની કમી પુરી થઈ જાય છે. તેનાથી શરીર શીતળ બનીને સ્ફુર્તિથી ભરાઈ જાય છે. સાથોસાથ ભુખ પણ લાગે છે અને જો તમને પહેલાથી ભુખ લાગી હોય તો તે વધી જાય છે.

તો વળી શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર ભોજન કરવાની મનાઈ છે. કહેવામાં આવે છે કે હંમેશના સ્નાન કરીને અને પવિત્ર બનીને ભોજન કરવું જોઇએ. સ્નાન કર્યા વગર ભોજન કરવું પશુ સમાન માનવામાં આવે છે. તે સિવાય એવી પણ માન્યતા છે કે સ્નાન કર્યા વગર ભોજન કરવાથી દેવી-દેવતાઓ નારાજ થાય છે, જેના કારણે જીવનમાં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ભોજન કરતાં પહેલાં સ્નાન કરવું જોઈએ. જેથી આપણું તન અને મન બંને ચોખ્ખું સ્વસ્થ અને સ્વચ્છ રહે.

વળી ધાર્મિક શાસ્ત્રોની દરેક વાત પાછળ વિજ્ઞાન પણ છુપાયેલું હોય છે. વર્તમાન સમયમાં આ બધી બાબતો ઉપર ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ તે ૧૦૦ ટકા હકીકત છે કે ધાર્મિક વાતો પર ચોક્કસ વિજ્ઞાન પણ હોય છે. ભોજન કરતા પહેલા સ્નાન કરવાથી મળતા વૈજ્ઞાનિક લાભ વિશે પણ તમને જણાવી દઈએ.

મેડિકલ સાયન્સ અનુસાર સ્નાન કરવાથી શરીરનો મેલ નીકળી જાય છે તથા બ્રશ કરવાથી મોઢાની સફાઈ થાય છે. તેનાથી શરીરમાં તાજગી અને સ્ફુર્તિ આવે છે, જેનાથી સ્વાભાવિક રૂપથી ભુખ વધારે લાગે છે. સ્નાન કર્યા બાદ કરવામાં આવેલ ભોજનનો રસ આપણા શરીર માટે પુષ્ટિવર્ધક હોય છે. વળી સ્નાન કરતા પહેલા કંઈપણ ખાવાથી તેને પચાવવામાં આપણા શરીરને વધારે મહેનત કરવી પડે છે.

જે લોકો સ્નાન કરતાં પહેલાં ભોજન કરે છે તેમને કબજિયાતની પરેશાની રહે છે તથા અન્ય ઘણા પ્રકારના રોગ થવાની પણ સંભાવના રહે છે. એટલા માટે સ્નાન પહેલા ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે. આવશ્યક હોય તો શેરડીનો રસ, પાણી, દુધ, ફળ તથા ઔષધી સ્નાન કરતા પહેલા લઈ શકાય છે. કારણ કે તેમાં પાણીની માત્રા વધારે હોય છે, જેનાથી તે જલદી પચી જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.