શું તમે ટૂથપેસ્ટની નીચે કરવામાં આવેલ રંગીન પટ્ટીનો મતલબ જાણો છો

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જેટલું આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ તેમાંથી મોટાભાગની ટૂથપેસ્ટનાં નીચેના ભાગમાં અમુક રંગીન (કાળી, લાલ, લીલી) લાઈન દોરવામાં આવેલ હોય છે. આ રંગીન પટ્ટીનો શું મતલબ હોય છે અને આ રંગીન પટ્ટી વાસ્તવમાં શું દર્શાવે છે. તેના વિષય જો તમે જાણવા માંગો છો તો તમારો આ આર્ટીકલ જરૂરથી પૂરો વાંચજો.

સોશિયલ મીડિયામાં એવા ઘણા પ્રકારની પોસ્ટ વાઇરલ થઇ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂથપેસ્ટની નીચે બનાવવામાં આવેલ લાલ, લીલા અને બ્લૂ રંગની લાઈનની મદદથી તમે જાણી શકો છો કે તમારા ટૂથપેસ્ટમાં કેમિકલ છે કે નહીં? તો ચાલો અમે તમને અમારા આ લેખના માધ્યમથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા પોસ્ટ સાચી છે કે ખોટી તેના વિશે માહિતી જણાવીએ.

જે ટૂથપેસ્ટનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તેના નીચેના ભાગમાં ઓછામાં ઓછી એક રંગની પટ્ટી હોય છે. જે બ્લુ, કાળી, લાલ અથવા લીલા રંગની હોઈ શકે છે. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર દાવો કરવામાં આવે છે કે આ પટ્ટીને જોઇને તમે જાણી શકો છો કે ટુથપેસ્ટ બનાવવામાં કઈ ચીજોનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેમ કે ટૂથપેસ્ટ સંપૂર્ણ રીતે કેમિકલ થી બનેલ છે કે નેચરલ તત્વોથી બનાવવામાં આવેલ છે અથવા તો કેમિકલ અને નેચરલ બંને તત્વોને મિક્સ કરીને બનાવવામાં આવેલ છે.

સોશિયલ મીડિયા પર લખવામાં આવ્યું છે કે ટૂથપેસ્ટની નીચેની પટ્ટી પર જો કાળા રંગની પટ્ટી હોય છે, તો તેનો મતલબ છે કે તે સંપૂર્ણ રીતે કેમિકલ યુક્ત ટૂથપેસ્ટ છે. વળી બ્લુ રંગની પટ્ટી હોય છે, તો તેનો મતલબ છે કે ટૂથપેસ્ટ પ્રાકૃતિક અને દવા માંથી મિક્સ કરીને બનાવેલ છે. જો લાલ રંગની પટ્ટી હોય, તો ટૂથપેસ્ટ પ્રાકૃતિક અને કેમિકલ યુક્ત ચીજોને મિક્સ કરીને બનાવેલ છે. વળી જો લીલા રંગની હોય તો તેનો મતલબ છે કે ટૂથપેસ્ટ સંપૂર્ણ રીતે નેચરલ છે.

અર્થાત સોશિયલ મીડિયામાં પોસ્ટમાં દાવો કરવામાં આવેલ છે કે લીલા નિશાનનો મતલબ છે કે ટૂથપેસ્ટ સંપૂર્ણ રીતે નેચરલ તત્વોમાંથી બનાવવામાં આવેલ છે. બ્લૂ રંગનો મતલબ છે કે તેમાં પ્રાકૃતિક તત્ત્વ અને દવાનું મિશ્રણ કરીને પેસ્ટ બનાવવામાં આવેલ છે. લાલ રંગનો મતલબ છે કે તેમાં પ્રાકૃતિક તત્વ અને રાસાયણિક તત્વ સામેલ કરીને ટુથપેસ્ટ બનાવવામાં આવેલ છે અને કાળા રંગનો મતલબ છે કે તેમાં બધા જ કેમિકલ તત્વો શામેલ છે. સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટ કરીને કાળા અને લાલ નિશાન વાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી મનાઈ ફરમાવી રહ્યા છે અને લોકોને ગ્રીન અથવા બ્લુ રંગવાળી ટૂથપેસ્ટ ખરીદવાની સલાહ આપી રહ્યા છે.

તો જાણો વાસ્તવિકતા શું છે

વિશ્વ સ્તર પર ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે હયુમેકટેન્ટ, સોલીડ અપઘર્ષણ, બાઈન્ડિંગ મટીરીયલ, સ્વીટનર, ફ્લેવર એજન્ટ, સર્ફેકટેન્ટ, ફ્લોરાઇડ્સ જેવા રસાયણ મળી આવે છે. તે સિવાય પ્રત્યેક ટૂથપેસ્ટમાં ઘણા પ્રકારના રંગ અને ફ્લેવર્સ પણ હોય છે. આ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલ અફવામાં સ્પષ્ટ નથી કે વાસ્તવમાં ટૂથપેસ્ટમાં કયા કેમિકલ ભરેલ છે.

પ્રાકૃતિક અને રાસાયણિક તત્વોની વચ્ચે અંતર એક ચર્ચાનો મુદ્દો છે. કારણ કે આ દુનિયામાં બધું જ ટેકનિકલ રૂપથી એક રસાયણ છે. એટલે સુધી કે બધા પ્રાકૃતિક તત્વ રાસાયણિક તત્વ છે અને “મેડિસિન” શબ્દ પરથી સ્પષ્ટ રૂપે કંઈપણ નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી. એટલા માટે પોતાના ટૂથપેસ્ટની રાસાયણિક સંરચના વિશે જાણવાની સૌથી ઉત્તમ રીત, તેને બનાવવામાં ઉપયોગમાં કરવામાં આવેલ સામગ્રી વિશે વાંચી લો.

જ્યાં સુધી ઉપર રંગીન નિશાન નો મતલબ છે, તેનું તે ટૂથપેસ્ટમાં ઉપયોગમાં કરવામાં આવેલ સામગ્રી સાથે કોઈ લેવાદેવા નથી. કારણકે ફે ટૂથપેસ્ટ પર રંગીન નિશાન એટલા માટે લગાવવામાં આવે છે, જેથી જાણી શકાય કે ટુથપેસ્ટને કેવી રીતે બનાવવામાં આવેલ છે. આ રંગીન નિશાની મદદથી મશીનમાં લાગે લાઇટ સેન્સરને જાણ થાય છે કે ટ્યુબને ક્યાંથી કાપવાની છે, વાળવાની છે અને ક્યાંથી સીલ કરવાની છે. ટૂથપેસ્ટના ઘણા આકારો (લાંબા, નાના, જાડા, પાતળા) બનાવવામાં આવે છે. એટલા માટે રંગીન નિશાન ટ્યૂબ નાં અંત ની જાણકારી મેળવવામાં મદદ કરે છે.

એટલા માટે જો તમે ટૂથપેસ્ટ ની સામગ્રી જાણવા વિશે ઉત્સુકતા છો તો ટૂથપેસ્ટ નીચે કરવામાં આવેલ કોઈપણ કલરની પટ્ટીને જોવાની જરૂરિયાત નથી. પરંતુ ટૂથપેસ્ટ ટ્યુબ પર ઉલ્લેખિત કરવામાં આવેલ સામગ્રીની તપાસ કરવી યોગ્ય રહેશે. આશા છે કે તમને અમારો આ લેખ વાંચ્યા બાદ તમારી શંકાનું સમાધાન થઈ ગયું હશે કે આખરે ટૂથપેસ્ટના અંતમાં રંગીન નિશાન શા માટે લગાવવામાં આવેલું હોય છે.