શુક્રવારનાં દિવસે આ ૧ કામ કરી લો, પૈસા સામે ચાલીને તમારી પાસે આવશે, પુજાપાઠ કર્યા વગર જ બધી પરેશાની દુર થઈ જશે

Posted by

ધાર્મિક શાસ્ત્રોમાં શુક્રવારનો દિવસ ધન અને દેવી માતા લક્ષ્મીની પુજા કરવા માટે ખાસ માનવામાં આવે છે. શુક્રવારનો દિવસમાં લક્ષ્મીનો વિશેષ દિવસ હોય છે. જે ધન, ઐશ્વર્ય, સુંદરતા, સુખ-સમૃદ્ધિ માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસ શુક્ર ગ્રહ માટે પણ ઓળખવામાં આવે છે. જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર હોય તો તેને મજબુત બનાવવા માટે શુક્રવારનો દિવસ લાભદાયક સાબિત થઈ શકે છે તથા અમુક સરળ ઉપાયોથી તમે શુક્ર ગ્રહની સ્થિતિ મજબુત કરીને સારા ફળ પ્રાપ્ત કરી શકો છો. જો તમે પણ પોતાના ઘરમાં ધનલક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તમે અમુક નિશ્ચિત સરળ ઉપાયથી મન લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

Advertisement

દર શુક્રવારે પુરા વિધિ વિધાન ની સાથે ધનની દેવી લક્ષ્મીજી ની પુજા અર્ચના કરો. શુક્રવારનું વ્રત રાખો. શુક્રના અશુભ પ્રભાવથી બચવા માટે આ કાર્ય લાભદાયક હોય છે. દર શુક્રવારના દિવસે એક નિયમિત સમય પર શ્રીસુક્તનાં પાઠ કરો. તેનાથી શુક્ર ગ્રહની સ્થિતિ મજબુત થશે. વળી થોડા સમયમાં જ લાભદાયક પરિણામ જોવા મળશે તથા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જશે.

શુક્રવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્ર ધારણ કરીને માં લક્ષ્મીને પ્રણામ કરો અને તેમના વિવિધ શ્રી સ્વરૂપોના દર્શન કરીને કમળનું ફુલ ચડાવીને પુજન કરો તથા શ્રીસુક્તનાં પાઠ કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. શુક્ર ગ્રહ જો કુંડળીમાં કમજોર હોય તો શુક્રવારના દિવસે ગાયના શુદ્ધ ઘી ને મંદિરમાં દાન કરવાથી શુક્ર ગ્રહ મજબુત બને છે તથા ધન લાભ મળે છે. જો નોકરી વેપાર અથવા અન્ય કોઈ કાર્યમાં અડચણ આવી રહી હોય તો શુક્રવારના દિવસે કાળી કીડીઓને ખાંડ ખવડાવી જોઈએ. તેનાથી દરેક પ્રકારની અડચણ દુર થાય છે.

દેવી લક્ષ્મીના મંદિરમાં શુક્રવારના દિવસે કમળનું ફુલ, શંખ, કોડી, કમળગટ્ટાની માળા વગેરે ચીજો માતા લક્ષ્મીને અર્પિત કરવાથી જીવનમાં ધન લાભના પ્રબળ યોગ બનવા લાગે છે. શુક્રવારનાં દિવસે માતા લક્ષ્મી તથા શ્રી વિષ્ણુનું પુજન શ્રદ્ધા ભાવથી કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થઈને ધનવાન બનવાના આશીર્વાદ આપે છે તથા ધન આગમનનાં નવા રસ્તા ખુલે છે.

કહેવામાં આવે છે કે માં લક્ષ્મીની સમક્ષ મોગરાનું અત્તર અર્પિત કરવું જોઈએ. તેની સાથે જ દેવી લક્ષ્મીની સામે કેવડાનું અત્તર અર્પિત કરવાથી મનોવાંશિક ઈચ્છા પુરી થાય છે. શુક્રવારના દિવસે સવારના સમયે ગાય માતાને તાજી રોટલી ખવડાવી જોઈએ. કારણ કે આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી ઉપર હંમેશા કૃપાદ્રષ્ટિ જળવાઈ રહે છે.

ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તેનાથી માતા લક્ષ્મી જરૂર પસંદ થાય છે અને સાથો સાથ સાંજના સમયે ઘરમાં ક્યારેય પણ સાવરણીથી કચરો બહાર કાઢવો જોઈએ નહીં. કારણ કે તેનાથી માતા લક્ષ્મી પણ બહાર ચાલ્યા જાય છે. કહેવામાં આવે છે કે શુક્રવારના દિવસે જે જગ્યાએ મોર નૃત્ય કરે છે અને ત્યારબાદ ત્યાંની માટી લાવીને એક લાલ કપડામાં બાંધીને ઘરની પવિત્ર જગ્યામાં રાખવામાં આવે તથા દરરોજ તેના પુજા પાઠ કરવામાં આવે તો મોટો ધન લાભ થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.