હિન્દુ શાસ્ત્રોમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે અને શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે શુક્રવારનાં દિવસે માં વૈભવ લક્ષ્મીની પુજા અર્ચના કરવાથી માતાજી ખુશ થઇ જાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. માં લક્ષ્મીજીની ભક્તિભાવથી આરાધના કરવાથી જીવનમાં ખુશહાલી જળવાઈ રહે છે અને ઘરમાં સુખ શાંતિ નો વાસ રહે છે.
શાસ્ત્રોમાં માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવેલ છે અને માન્યતા છે કે શુક્રવારનાં દિવસે માં લક્ષ્મીની આરાધના કરવાથી ક્યારેય પણ ધનની સમસ્યા થતી નથી અને માતાજીની કૃપા જળવાઈ રહે છે. જો તમે પણ શુક્રવારનું વ્રત અથવા ઉપાસના કરો છો તો તમારે અમુક વાતોને લઈને ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આ દિવસે ભુલથી પણ તમારે અમુક એવા કાર્ય કરવા જોઈએ નહીં, જેનાથી માતાજી નારાજ થઈ જાય. તો અમારા આર્ટિકલમાં અમુક એવા કાર્ય દર્શાવવામાં આવેલ છે, જેને તમારે શુક્રવારના દિવસે કરવા જોઇએ નહીં.
પૈસાની ઉધાર લેવડ-દેવડ કરવી નહિ
માન્યતા છે કે શુક્રવારના દિવસે કોઈને પણ કરજ આપવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. એટલા માટે આ દિવસે ભુલથી પણ કોઈને પૈસા ઉધાર આપવા નહીં અને કોઇની પાસેથી પૈસા ઉધાર લેવા નહીં.
ભુલથી પણ ન કરો અપમાન
માં લક્ષ્મીની પુજા કરો છો તો ધ્યાન રાખો કે શુક્રવારનાં દિવસે ભુલથી પણ કોઈ મહિલા અથવા કિન્નરનું અપમાન ન કરો. મહિલાઓનું અપમાન કરવા પર માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમે તેમના આશીર્વાદથી વંચિત રહી શકો છો.
માંસાહારનું સેવન ન કરો
શુક્રવારનાં દિવસે માંસાહાર અને શરાબનું સેવન ન કરો. કારણ કે તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને માં લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે ફક્ત સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ.
રાત્રે એઠા વાસણ છોડવા નહીં
વળી સામાન્ય રીતે તો ક્યારેય પણ રાત્રીના સમયે રસોડામાં એઠા વાસણ છોડવા જોઈએ નહીં, પરંતુ ધ્યાન રાખો કે ખાસ કરીને શુક્રવારના દિવસે આવી ભુલ કરવી જોઈએ નહીં. માન્યતા છે કે માં લક્ષ્મી રાતનાં સમયે ઘરમાં પ્રવેશ કરે છે અને ગંદકીથી નારાજ થઈ જાય છે.
ખાંડ દાન કરવી નહીં
વ્રત તથા ઉપવાસ માં દાન આપવાની પ્રથા હોય છે, પરંતુ શુક્રવારનાં દિવસે દાન કરતા સમયે ધ્યાન રાખવું કે આ દિવસે ખાંડનું દાન કરવું જોઈએ નહીં. માન્યતા છે કે શુક્રવારના દિવસે ખાંડનું દાન કરવાથી શુક્ર કમજોર થઈ જાય છે અને શુક્ર અને ભૌતિક સુખનો સ્વામી માનવામાં આવે છે. શુક્રના નારાજ થવાથી ભૌતિક સુખ-સુવિધાઓમાં કમી આવી શકે છે.