શુક્રવારે કપડાંમાં હળદર અને ચોખા બાંધીને અહિયાં રાખી દો, કરોડપતિ બનવામાં સમય નહીં લાગે

Posted by

માં લક્ષ્મીને ધનની દેવી નાં નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે નિયમિત પુજા પાઠની સાથે અમુક જ્યોતિષ્ય ઉપાય પણ કરવામાં આવે તો માં લક્ષ્મી ભક્તોની બધી જ સમસ્યા દુર કરે છે. સાથોસાથ વ્યક્તિનાં ઘરમાં ધન ધાન્ય ની પણ ક્યારેય કમી રહેતી નથી. જ્યોતિષના આ ઉકાઈને કરવાથી ધનમાં તો વૃદ્ધિ થાય છે. સાથોસાથ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે.

Advertisement

ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની પુજા કરવા માટે નક્કી કરવામાં આવેલ છે. આ દિવસે તમે ગુરુ ગ્રહ સાથે જોડાયેલા ઉપાય પણ કરી શકો છો અને વ્રત પણ રાખી શકો છો. ગુરૂવારના દિવસે પીળી વસ્તુઓનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. કારણ કે આ દિવસ ગૃહસ્પતિ દેવ સાથે જોડાયેલ છે અને તેમનો સંબંધ હળદર સાથે છે.

હળદરનો જેટલો ઔષધીય ઉપયોગ છે, એટલું જ તેનું ધાર્મિક મહત્વ પણ છે. પીળી હળદર અથવા તો કાળી હળદર બંને જ્યોતિષ્ય ઉપાયમાં લાભદાયક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદર સાથે જોડાયેલા ઉપાય કરવાથી જીવનમાં સફળતા પ્રગતિ અને સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે.

જો તમે માં લક્ષ્મીની કૃપા આખી જિંદગી મેળવવા માંગો છો તો ચોખાના ૨૧ દાણાને હળદરમાં રંગી લો. આ ચોખાને લાલ રંગના કપડામાં બાંધીને માતા લક્ષ્મીની પાસે રાખી દો. માં લક્ષ્મીનું પુજન કર્યા બાદ લાલ સિંદુર લગાવીને આ પોટલી ને તિજોરી અથવા તો પૈસા રાખવાની જગ્યા ઉપર રાખી દો. થોડા દિવસોમાં જ તમને તેનો લાભ જોવા મળશે.

જો તમે ગુરૂવારના દિવસે હળદરનું દાન કરો છો તો તમને સારો સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલા દોષ પણ દુર થાય છે. જો તમારી કારકિર્દીમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો પાણીમાં થોડી હળદર ઉમેરીને સ્નાન કરો. સફળતા જરૂરથી તમને પ્રાપ્ત થશે. તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓનો સમાધાન થઇ જશે તથા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે.

જો વેપારમાં મંદિર ચાલી રહી હોય અને તેમાં પ્રગતિ માટે તમારે ગુરૂવારના દિવસે કાળી હળદર અને કેસર માં પાણી ઉમેરીને તેને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેનાથી તિજોરી ઉપર સ્વસ્તિક બનાવો. નિયમિત રૂપથી પુજા કરો ધીરે ધીરે તમારી બધી જ સમસ્યા દુર થશે અને વેપાર પણ ધમધોકાર ચાલવા લાગશે.

લગ્નમાં હળદર શુભતાનું પ્રતીક છે. જેના લગ્ન ન થતા હોય તેવા લોકોએ સ્નાન કર્યા બાદ પુજા કરવી અને હળદરનું તિલક માથા ઉપર લગાવવું. તેનાથી વિવાહના યોગ બનવા લાગશે. તેના માટે તમારે ગુરૂવારના દિવસે ગણેશજીને હળદર અર્પિત કરવી. તેનાથી તમને લાભ જરૂરથી પ્રાપ્ત થશે. ગુરૂવારના દિવસે પુજાના સમયે ગણેશજીને હળદરનું તિલક લગાવો અને તમારે પોતે પણ હળદરનો તિલક લગાવવું. આવું કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે.

ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને હાથમાં હળદર અને ચોખા લેવા. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા. વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી સારી બની જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો ગુરૂવારના દિવસે એક લાલ કપડામાં હળદરની પાંચ ગાંઠ બાંધી દેવી. ત્યારબાદ તેને પોતાની તિજોરીમાં રાખી દો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારી પરેશાની ધીરે ધીરે સમાપ્ત થઈ જશે.

જો ઘરમાં પૈસા આવતા ની સાથે જ ખર્ચ થઈ જાય છે તો વડ અથવા પીપળાનાં ૨૧ પાન લો અને તેની ઉપર ભગવાન શ્રીરામનું નામ લખો. હવે શુક્રવારના દિવસે તેને નદીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય ને સતત પાંચ સપ્તાહ સુધી કરવાથી તમને અવશ્ય લાભ થશે. કહેવામાં આવે છે કે જ્યાં સાફ-સફાઈ હોતી નથી, ત્યાં માં લક્ષ્મી પણ ત્યાં વાસ કરતા નથી. ગંદી જગ્યા ને માં લક્ષ્મીના હિસાબથી અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે માતા લક્ષ્મી ગંદકી અને વિખરાયેલા ઘરમાં વાસ કરતા નથી. એટલા માટે ઘરમાં હંમેશા સાફ-સફાઈ રાખો.

ઘરમાં રહેલી નકારાત્મકતા ઘરમાં બરકત થવા દેતી નથી. તેવામાં સાંજના સમયે ઘરમાં પાણીનો છંટકાવ કરવાથી નકારાત્મકતાનો નાશ થાય છે. સાથોસાથ ગુગળનું ધુપ પણ જરૂરથી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે. ધન લાભ માટે નિયમિત રૂપથી ઘરમાં મહાલક્ષ્મી ની પુજા કરો અને મહાલક્ષ્મી સુક્તના પાઠ કરો. પાઠના અંતમાં લક્ષ્મીજીને ગુલાબના ફુલ અર્પિત કરો અને આરતી જરૂરથી કરો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.