શુક્રવારે કરી લો આ ૪ માંથી કોઈ એક કામ, માં લક્ષ્મી દુર કરી દેશે પૈસાની પરેશાની

Posted by

શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાનો દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી જલદી પ્રસન્ન થાય છે. ખાસ કરીને જે લોકોના ઘરમાં આર્થિક પરેશાની રહેતી હોય તેમણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય કર્યા બાદ તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેશે નહીં, એટલું જ નહીં ધન કમાવવાના નવા અવસર પણ ખુલી જશે. પૈસાની બાબતમાં તમારું ભાગ્ય ચમકવા લાગશે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર આ ઉપાય પર એક નજર કરીએ.

લાલ અને સફેદ આ બંને રંગમાં લક્ષ્મીજીને પ્રિય છે, એટલા માટે શુક્રવારના દિવસે સફેદ અથવા લાલ રંગના કપડા પહેરીને માં લક્ષ્મીનાં પુજા પાઠ કરવા જોઈએ. તેની સાથે જ શુક્રવારની રાત્રે માં લક્ષ્મીની પ્રતિમાની આગળ ઘીનો દીવો પ્રગટાવવો. તેમાં એક ચપટી કેસર ઉમેરવાનું ભૂલવું નહીં. માં લક્ષ્મી સામે દીવો પ્રગટાવ્યા બાદ તુલસીની સામે પણ એક દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સ્થાયી નિવાસ કરશે.

માં લક્ષ્મીની સાથે ગણેશજીની પુજા પણ થાય છે, એટલા માટે શુક્રવારના દિવસે માં લક્ષ્મી અને ગણેશજી બન્નેને પુજા પાઠ કરવા જોઈએ. માં લક્ષ્મીનાં પુજા-પાઠ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. વળી ગણેશજીના પુજા-પાઠ કરવાથી જીવનમાં આવી રહેલી અડચણ અને સમસ્યાઓ ખતમ થઇ જાય છે. ગણેશજી અને માં લક્ષ્મીની પુજા દરમિયાન શ્રીફળનો ઉપયોગ જરૂર કરવો. પુજા સમાપ્ત થયા બાદ આ શ્રીફળને તિજોરીમાં રાખી દો. ત્યારબાદ રાતનાં સમયે આ શ્રીફળને કોઈ ગણેશ મંદિરમાં રાખી દો. આ દરમિયાન ભગવાન અને પોતાની પૈસાની સમસ્યા દૂર કરવા માટે વિનંતી કરો.

માં લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પુજા પણ શુક્રવારના દિવસે કરી શકાય છે. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને વિષ્ણુ ભગવાનનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીને પ્રસન્ન થઈને તેમને ઈચ્છિત ફળ પ્રદાન કરશે.

શુક્રવારનાં દિવસે લાલ રંગનાં ફૂલ હાથમાં લઈ લો. ત્યારબાદ માં લક્ષ્મીનું ધ્યાન કરીને તેમને પોતાની ધન સંબંધિત સમસ્યાઓ જણાવો. હવે માં લક્ષ્મીને હાથ જોડીને નમન કરો. તેમને પ્રાર્થના કરો કે તેઓ તમારી આર્થિક તંગી દૂર કરે. હવે આ લાલ રંગના ફૂલને ઘરની તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પર રાખી દો. તમારા ઘરમાં પૈસાની આવક જળવાઇ રહેશે અને ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *