પોતાના ઘરની સજાવટ માટે તમે ઘણી બધી ચીજોનો પ્રયોગ કરતા હશો. શું તમે જાણો છો કે કંઈક એવો સામાન પણ હોય છે જેને ઘરમાં રાખવાથી ધનની દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે અને ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવે છે. જે લોકોની પાસે આ ચીજ રહેતી હોય છે તેમનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરાયેલું રહે છે.
ધાર્મિક ગ્રંથોમાં શંખનું વિશેષ મહત્વ છે. અષ્ટ સિદ્ધિઓ તથા નવનિધિઓમાં શંખને પણ એક અમુલ્ય નિધિ અને રત્ન કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં શંખની અપાર મહિમા તથા ઉપયોગીતા છે. દેવી-દેવતાઓના પુજનમાં, જ્યોતિષ અને તાંત્રિક સાધનાઓ તથા માંગલિક કાર્યોના પ્રારંભમાં તેની વિશેષ ઉપયોગિતા છે. પુરાણો અનુસાર શંખની ઉત્પતિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી. પ્રકૃતિમાં ૫૦ હજાર થી વધારે પ્રકારના શંખ મળી આવે છે, જેનું દરેકનું પોતાનું અલગ મહત્વ છે.
દક્ષિણાવર્તી શંખને મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત છે. દક્ષિણા વર્તી શંખ તે હોય છે જે જમણા હાથથી પકડવામાં આવે છે. અનંત ફળ પ્રદાન કરનાર આ શંખ વિશેષ મહત્વપુર્ણ છે. તેના નાદ થી બધા પ્રકારની પરેશાનીઓ નષ્ટ થઈ જાય છે. આ શંખની સ્થાપનાથી આયુષ્ય, યશ અને ધનની પ્રાપ્તિ થાય છે, એવું બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઉલ્લેખ છે.
કોઈપણ શુભ મુહુર્તમાં દક્ષિણાવર્તી શંખને ગંગાજળ, કાચું દુધ, મધ, ગોળ વગેરેથી અભિષેક કરીને પોતાના પુજા સ્થળમાં લાલ કપડાના આસાન ઉપસ્થિત કરી લેવો જોઈએ. તેનાથી લક્ષ્મી નો ચિર સ્થાયી વાસ જળવાઈ રહેશે. દરરોજ તેની સામે બેસીને આ મંત્રનો જાપ કરો – “ૐ શ્રી લક્ષ્મી સહોદરાય નમઃ” દરરોજ આ મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરો. આવકથી લઈને માન સન્માન નાં અવસર મળશે અને આર્થિક તંગી હંમેશા માટે દુર થઈ જશે.
દક્ષિણાવર્તી શંખને તિજોરીમાં રાખવાથી ધન, રસોડામાં રાખવાથી અન્ન અને કબાટમાં રાખવાથી પદાર્થોમાં વૃદ્ધિ થાય છે. બેડરૂમમાં તેને સ્થાપિત કરવાથી તન મન શાંત રહે છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. દક્ષિણાવર્તી શંખમાં સ્વચ્છ પાણી ભરીને જે સ્થાન ઉપર છંટકાવ કરવામાં આવે છે તે જગ્યાને દરેક પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ થાય છે. કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ નો પ્રભાવ તમારી ઉપર રહેતો નથી.