શુટિંગ સમયે શ્રીદેવીનાં ચેન્જિંગ રૂમમાં ઘુસી ગયા હતા સંજય દત્ત, પછી થયું એવું જેની કોઈને કલ્પના નહોતી કરી

Posted by

બોલીવુડ એક્ટર સંજય દત્તે ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મોટી ફેન ફોલોઇંગ છે. એક સમય હતો જ્યારે તેમની કારકિર્દી પિક પર હતી અને તેમની પાસે ઘણી ફિલ્મો હતી. પરંતુ ફિલ્મોથી વધારે તે પોતાની પર્સનલ લાઇફ પણ કારણે સમાચારોમાં રહે છે. તે તો બધા જાણે છે કે સંજય દત્તને નશા ની આદત હતી. આ કારણે તેમનું નામ ઘણા વિવાદોમાં પણ આવી ચુક્યું છે. પરંતુ એકવાર નશાની હાલતમાં તેમણે એવી હરકત કરી દીધી, જેથી શ્રીદેવીએ નક્કી કરી લીધું હતું કે તે ક્યારેય પણ સંજય દત્તની સાથે કામ કરશે નહીં.

શ્રીદેવી સંજય દત્તની હરકતથી ગભરાઈ ગઈ

હકીકતમાં આ કિસ્સો તે સમયનો છે, જ્યારે શ્રીદેવી ઇન્ડસ્ટ્રીની નંબર વન એક્ટ્રેસમાં સામેલ હતી. જ્યારે સંજય દત્તની કારકિર્દી શરૂ થઈ હતી. તેવામાં વર્ષ ૧૯૮૩માં એવી ઘટના બની જેનાથી શ્રીદેવી ખરાબ રીતે સંજય થી નારાજ થઈ ગઈ હતી. તેમણે પોતાની ફિલ્મ થી  તેને કાઢવાની કોશિશ પણ કરી હતી. આ સમયની ઘટના છે, જ્યારે ફિલ્મ “હિમતવાલા “નું શુટિંગ ચાલી રહ્યુ હતું. આ ફિલ્મમાં શ્રીદેવી અને જીતેન્દ્ર લીડ રોલમાં હતા. જેવી જ સંજય દત્તને ખબર ખબર મળી કે શ્રીદેવી “હિમ્મતવાલા” નું શુટિંગ કરી રહી છે, તો તે જરા પણ મોડું કર્યા વગર સેટ પર પહોંચી ગયા. પરંતુ તે સમયે સંજય દત્ત નશામાં ધુત હતા. તે છતાં તેમણે શ્રીદેવીને મળવાનું મન બનાવી લીધું હતું.

સંજય દત્ત શ્રીદેવીનાં રૂમમાં ઘુસી ગયા હતા

સંજય દત્ત શ્રીદેવીનાં મોટા ફેન હતાં. તેવામાં તે તેમને મળવા ઇચ્છતા હતા. પરંતુ સેટ પર તેમને શ્રીદેવી નજર આવી નહીં. તેવામાં તે તેમને શોધતા-શોધતા તેમના રૂમમાં ઘુસી ગયા હતા. સંજય દત્તને આ રીતે નશામાં જોઈને શ્રીદેવી ખુબ જ ગભરાઈ ગઈ. સંજય ની આંખો નશામાં લાલ થઇ ગઈ હતી. શ્રીદેવીએ તરત અવાજ લગાવીને સંજય દત્તને રૂમની બહાર કઢાવી નાખ્યો. ત્યારબાદ એક ઇન્ટરવ્યુમાં જ્યારે સંજય દત્તને આ ઘટના વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “હું તેમના રૂમમાં જરૂર ગયો હતો, પરંતુ મેં ત્યાં તેમની સાથે શું વાત કરી, કેવું વર્તન કર્યું, મને કંઈ યાદ નથી.”

ક્યારેય કામ ન કરવાનો નિર્ણય લીધો

આ ઘટનાથી શ્રીદેવી એટલી ગભરાઈ ગઈ હતી કે તેમણે નક્કી કરી લીધું હતું કે તે સંજય દત્ત સાથે ક્યારેય કામ કરશે નહીં. તે સમયે તે ટોપની એક્ટ્રેસ હતી. પરંતુ સમયને બદલાતા વાર નથી લાગતી. સંજય દત્તની કારકિર્દી ઊંચાઈ પર પહોંચવા લાગી. તેવામાં શ્રીદેવીને મજબુરીમાં તેમની સાથે ફિલ્મ “જમીન” માં કામ કરવા પડ્યું. જોકે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેમનો સંજય સાથે એક પણ સીન ન હોય. ત્યારબાદ મહેશ ભટ્ટે ફિલ્મ “ગુમરાહ” બનાવી. આ ફિલ્મમાં તેમણે સંજય દત્તને પહેલાં જ કાસ્ટ કરી લીધા હતા. તે સમયે તેમનો સક્સેસ ગ્રાફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. વળી શ્રીદેવી પોતાનું ચાર્મ ગુમાવતી જઈ રહી હતી.

સંજય દત્તને કઢાવવાની કોશિષ કરી

જ્યારે મહેશ ભટ્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને શ્રીદેવી પાસે ગયા તો કહેવામાં આવે છે કે તેમણે સંજય દત્તની કઢાવવાની કોશિષ કરી હતી. પરંતુ જ્યારે તેમને સફળતા ન મળી તો તેમને ફિલ્મ સાઇન કરવા પડી. રિપોર્ટ પ્રમાણે શુટિંગ દરમિયાન અલગ જ માહોલ રહેતો હતો. શ્રીદેવી અને સંજય દત્ત વચ્ચે વાતચીત એકદમ બંધ હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થઈ તો તે જબરજસ્ત હિટ સાબિત થઈ. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી અને બંનેની જોડીને પણ ખુબ જ પસંદ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *