સિધ્ધાર્થ-કિયારા નાં લગ્નમાં શાહિદ કપુર અને મીરા રાજપુત બન્યા “લડકી વાલે”, સ્ટાર કપલે શેર કર્યા અનસીન ફોટા

Posted by

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી નાં લગ્ન હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલો છે. બંને એ હાલમાં જ પોતાના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે અને ફેન્સ તેમના લગ્નની અન્ય તસ્વીરોની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે મીરા રાજપુતે કપલનાં લગ્નમાંથી પોતાની અને શાહિદ કપુરના લોકની અમુક તસ્વીરો શેર કરેલી છે. વળી કેપ્શન માં તેમણે લખેલું છે “લડકી વાલે”.

શાહિદ કપુરની પત્ની મીરા રાજપુતે પતિની સાથેની અમુક તસ્વીરો શેર કરેલી છે, જેમાં બંને એક પરફેક્ટ કપલ દેખાઈ રહ્યા છે. બંનેનો લુક ખુબ જ શાનદાર છે. વળી આ તસ્વીરોની નીચે આપવામાં આવેલા કેપ્શને બધા લોકોનું ધ્યાન આકર્ષિત કરેલ છે.

તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં સામેલ થનારા મહેમાનોમાં શાહિદ કપુર અને મીરા રાજપુત નું નામ પણ હતું. મહત્વપુર્ણ છે કે બંને આ લગ્નમાં ‘લડકી વાલે’ તરફથી આમંત્રિત હતા. હકીકતમાં શાહિદ કપુર અને કિયારા આડવાણી એ ફિલ્મ “કબીર સિંહ” માં એક સાથે કામ કર્યું હતું. ત્યારબાદ થી બંને પરસ્પર ખુબ જ સારા મિત્રો હતા અને એ જ કારણ છે કે લગ્નમાં શાહિદ અને તેની પત્ની મીરા રાજપુત લડકી વાલે તરફથી સામેલ થયા હતા.

વળી કિયારા અને સિદ્ધાર્થ ના લગ્ન નો વિડીયો સામે આવ્યા બાદ બોલીવુડ સેલિબ્રિટી અને ફેન્સ સતત રીએક્શન આપી રહ્યા છે. બંનેના વિડીયો પર નીતુ કપુર, નેહા ધુપિયા, કરણ જોહર, શ્રદ્ધા કપુર સહિત અન્ય મોટા સેલિબિટીએ રિએક્ટ કરેલ છે. વળી બંનેના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે લાઈક કરવામાં આવતી તસ્વીરોમાં સામેલ થઈ ગઈ છે.

લગ્નમાં ફિલ્મસ્ટાર શાહિદ કપુરે પર્પલ કુરતો પહેરેલો હતો. સાથોસાથ એક્ટરે બ્લેક કુર્તા ની સાથે પ્રિન્ટેડ ચુંદડી પણ રાખેલી હતી. અભિનેત્રી કિયારા અડવાણી ના લગ્નમાં શાહિદ કપુરની પત્ની મીરા રાજપુત પણ સિમ્પલ રીતે તૈયાર થયેલી હતી. મીરા રાજપુતે આ દરમિયાન ચિકન વર્ક કરેલ ક્રીમ સુટ પહેરેલું હતું. સામે આવેલી આ તસ્વીરોમાં મીરા રાજપુતે હેવી સુટ ની સાથે મલ્ટીકલર ચુંદડી રાખેલી છે, જેનાથી તેનો લુક ખુબ જ રોયલ નજર આવી રહ્યો છે.

સંગીત નાઇટમાં આ કપલે પોતાની ફેશન ગેમ હાઇ રાખેલ હતી, જ્યાં બંને ખુબ જ ક્લાસી નજર આવી રહ્યા હતા. સંગીત નાઇટમાં મીરા રાજપુતે ખુબ જ સુંદર ડિઝાઇનર ડ્રેસ પહેરેલો હતો, તો વળી ફિલ્મ સ્ટાર શાહિદ કપુરે બ્લેક કલરની શિમરી જેકેટ પહેરેલી હતી.

સિદ્ધાર્થ અને કિયારાના હલ્દી અને સંગીત સેરેમનીમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ સામેલ થયા હતા. સિદ્ધાર્થ અને કિયારા એ લગ્નમાં મનીષ મનહોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા કપડાં પહેરેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *