સિધ્ધાર્થ કિયારા નાં લગ્નની વધુ તસ્વીરો અને લગ્નનો વિડીયો આવ્યો સામે, વિડીયોને એક કલાકમાં ૨.૭ મિલિયન લાઇક મળી

બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી હાલમાં જ રાજસ્થાનનાં જેસલમેરમાં લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. આ સુંદર કપલના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર છવાયેલી છે. ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ બંનેએ સાત ફેરા લીધા હતા અને ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરેલા હતા. ત્યારબાદ ફેન્સ દ્વારા કપલ ઉપર પ્રેમ વરસાવવાનું શરૂ થયું હતું.

સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ-કિયારા નાં લગ્નની તસ્વીરો ખુબ જ વાયરલ થઈ રહી છે. હવે ક્યારે અને સિદ્ધાર્થ એ પોતાના લગ્નની વરમાળા નો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલ છે. બોલીવુડ કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા એ પોતાની પત્ની સાથેનો વેડિંગ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેણે લાઇકની બાબતમાં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વેડિંગ વીડિયોને એક કલાકની અંદર ૨.૭ મિલિયન લોકોએ લાઈક કરેલ છે, જે એક મોટો રેકોર્ડ છે. આ પહેલા કોઈપણ સ્ટાર વેડિંગ વિડિયો ને એક કલાકની અંદર આટલી લાયક મળેલી નથી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલીવુડના ક્યુટ કપલ્સ માંથી એક છે, જેના વેડિંગ વિડીયો એ બધા લોકોના દિલ જીતી લીધા છે.

કિયારા અડવાણી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વિડીયો પોસ્ટ કરેલો છે. આ વિડીયો ખુબ જ સુંદર છે. વીડિયોની શરૂઆતમાં કિયારાની એન્ટ્રી થાય છે. કિયારા ફુલોની ચાદરની નીચે ચાલીને મંડપ તરફ આગળ વધી રહી છે. વળી સિદ્ધાર્થ વરરાજો બનીને તેની રાહ જોઈ રહ્યો છે. દુલ્હનના રૂપમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારા સિદ્ધાર્થ તરફ આગળ વધીને ડાન્સ પણ કરી રહી છે. બંને એકબીજાને વરમાળા પહેરાવે છે. બંને આ દરમિયાન ખુબ જ ખુશ નજર આવે છે. વરમાળા દરમિયાન ગુલાબના ફુલનો વરસાદ થાય છે. વરમાળા બાદ સિદ્ધાર્થ અને કિયારા એકબીજાને કિસ કરે છે. કિયારા અને સિદ્ધાર્થ નો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર છવાયેલો છે ફેન્સ કપલનાં આ વિડીયો ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સથી લઈને સેલિબ્રિટી સુધી બધા જ લોકો કપલના આ વિડીયો ઉપર ખુબ જ રિએક્ટ કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર કિયારા અડવાણી નું મંગલસુત્ર સેલિબ્રિટી ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ ડિઝાઇન કરેલ છે અને તેની ચારોતરફ કાળા મોતીની સાથે વચ્ચે મોટો ડાયમંડ છે. રિપોર્ટ અનુસાર શિયાળાના મંગલસુત્ર ની કિંમત બે કરોડ રૂપિયા છે.