સિંગર શાનની પત્ની સુંદરતામાં બોલીવુડની અપ્સરાઓને પણ આપે છે ટક્કર, સુંદરતા મંત્રમુગ્ધ કરી દેશે

બોલીવુડનાં સૌથી જાણીતા સિંગર માંથી એક શાન ઉર્ફ શાંતનુ મુખર્જી હાલમાં ૪૯ વર્ષના થઈ ચુક્યા છે. તે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાન નો જન્મ ૩૦ સપ્ટેમ્બર, ૧૯૭૨માં મધ્યપ્રદેશના ખંડવામાં થયો હતો. શાને સિંગિંગ માં પોતાની કારકિર્દી માત્ર ૧૭ વર્ષની ઉંમરમાં જ શરૂ કરી દીધું હતું. આજથી ૨૧ વર્ષ પહેલાં શાન એ પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા સાથે લગ્ન કર્યા હતા. આજે આ કપલનાં બે બાળકો છે. તેમના મોટા દીકરાનું નામ સોહમ અને નાના દીકરાનું નામ શુભ છે. ઘણા રોમેન્ટિક ગીતોને પોતાનો મધુર અવાજ આપવાવાળા શાન પોતાની રિયલ લાઈફમાં પણ ઘણાં રોમેન્ટિક છે. શાને પોતાની પત્ની રાધિકાને ઘુંટણ પર બેસીને ખુબ જ રોમેન્ટિક અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

શાન અને રાધિકા ની પહેલી મુલાકાત તે સમયે થઈ હતી, જ્યારે રાધિકા માત્ર ૧૦ વર્ષ અને શાન ૨૪ વર્ષનાં હતા. શાન શરૂથી જ થોડા શરમાળ સ્વભાવનાં રહ્યા છે. જેના કારણે તેમણે રાધિકા ને પ્રપોઝ કરવામાં સમય લગાવ્યો હતો. પહેલી મુલાકાત પછી ધીરે-ધીરે શાન અને રાધિકા ની મુલાકાત વધવાની અને મિત્રતા પ્રેમમાં બદલાવા લાગી. તેની વચ્ચે બંને એક દિવસ બીચ પર ગયા. અહી શાને પોતાના ઘુંટણ પર બેસીને રાધિકાને કહ્યું, “આ સમુદ્ર, આ આસમાન અને આ હવા સાક્ષી છે, હું તને પુછું છું કે શું તું મારી સાથે લગ્ન કરશે?”

રાધિકાએ જણાવ્યું હતું કે શાનનાં મોંઢા થી આટલા રોમેન્ટિક શબ્દ સાંભળીને મને લાગ્યું કે જેમ કે હું કોઈ સપનામાં છું. મેં તેનો પ્રપોઝલ ફટાફટ એક્સેપ્ટ કરી લીધો. પરંતુ શાન ને સાચી મુશ્કેલ તો ત્યારે થઈ જ્યારે તે મારા પપ્પા સાથે વાત કરવા ગયા. રાધિકા પ્રમાણે સિલ્વર કલરની પેન્ટ અને અજીબ શર્ટ પહેરીને શાન મારા ઘરે આવ્યા, તો તેમને જોઈને મારા પેરેન્ટ્સ ઘણા આશ્ચર્ય માં રહી ગયા હતા. મારા પપ્પાએ આશ્ચર્યથી જોતા પુછ્યું હતું કે, “તું કોઈક કલાબાજ સાથે લગ્ન કરવા ઈચ્છે છે?” જોકે પછી શાન ની આકર્ષક સ્માઇલ ને જોઈને પપ્પાનું દિલ પીગળી ગયું.

મહત્વપુર્ણ છે કે શાન પત્ની રાધિકા એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તે પોતે પણ સિંગર અને ફ્લાઇટ એટેન્ડન્ટ રહી ચુકી છે. રાધિકા પ્રમાણે તેમને ત્યાં બધું જ ઓર્ગેનાઈઝ રીતે થાય છે.

જો કે મારા સાસરામાં મારી સાસુ ખુબ જ શાંત નેચરનાં હતા, એટલા માટે શરૂઆતમાં  એડજેસ્ટ કરવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. પરંતુ શાન અને મમ્મીએ મને એડજેસ્ટ થવામાં ઘણી મદદ કરી હતી. શાન નાં પિતા દિવંગત માનસ મુખરજી એક મ્યુઝીક ડાયરેક્ટર હતા. શાન જ્યારે ૧૩ વર્ષનાં હતા ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું.

સિંગર શાન એ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં હિટ ગીત ગાયેલા છે અને તેમના ઘણા ગીત સુપરહિટ થયા છે. તેમણે “નિક્કમાં કિયા ઇસ દિલ ને…, એ હવા એ…, કોઈ કહે કહેતા રહે…, કુછ તો હુઆ હે મેરે ઇસ દિલ કો…, ચાંદ સિફારિશ જો કરતા હમારી… સહિત ઘણા ગીતને પોતાના અવાજથી યાદગાર બનાવ્યા છે. તે સિવાય શાન એ “પ્યાર મેં કભી કભી, કલ હો ના હો, હમ તુમ, ધુમ, સલામ નમસ્તે, કોઈ મિલ ગયા, ફના, બસ ઇતના સા ખ્વાબ હૈ, લક્ષ, કાંટે, દિલ ચાહતા હૈ, કભી અલવિદા ના કહેના, ઓમ શાંતિ ઓમ, વેલકમ, પાર્ટનર, જબ વી મેટ, તારે જમી પર સહિત ઘણી ફિલ્મોમાં ગીત ગાયાં છે.