સિંગલ ચાર્જમાં ૧૧૫ કિલોમીટર ચાલવા વાળું ઇલેક્ટ્રિક સ્કુટર ૨૪ હજાર રૂપિયા સસ્તું થયું, હવે શેની રાહ જુઓ છો? જાણો નવી કિંમત

Posted by

ભારતીય ઈલેક્ટ્રીક ટુ વ્હીલર્સ Ather Energy નાં પોર્ટફોલિયોમાં હાજર 450 Plus અને 450X ઈલેક્ટ્રીક સ્કુટર ને હવે તમે પહેલાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. ઈલેક્ટ્રીક સ્કુટરની કિંમતમાં સંશોધન પછી તે ૨૪ હજાર રૂપિયા સુધી સસ્તા થઈ ગયા છે. કિંમતમાં આવેલ આ બદલાવ તેમને વેલ્યુ ફોર મની ઈલેક્ટ્રીક સ્કુટર સાબિત કરી શકે છે. જણાવી દઇએ કે 450 મોડલ આધુનિક ડિઝાઇનની સાથે સાથે દમદાર પાવર અને સારી રેન્જ માટે પ્રસિદ્ધ છે. સિંગલ ચાર્જમાં ઈલેક્ટ્રીક સ્કુટર ૧૧૫ કિલોમીટર સુધીની સર્ટિફાઇડ રેન્જ કાઢવામાં સક્ષમ છે અને તેની ટોપ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

Ather Energy એ ઘોષણા કરતા જણાવ્યું કે મહારાષ્ટ્ર રાજ્યમાં કંપનીનાં 450 ઈલેક્ટ્રીક મોડલની કિંમતમાં લગભગ ૨૦ ટકા ઉણપ અપાવી છે. તેનું કારણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સબસીડી છે. ઈવી નિર્માતાએ જણાવ્યું કે રાજ્યની ઈવી સબસિડીને જોડીને હવે કંપનીનાં ઈલેક્ટ્રીક સ્કુટરને ૨૪ હજાર રૂપિયા સસ્તામાં ખરીદી શકાય છે. આધિકારિક વેબસાઇટ ની તપાસમાં ખબર પડી છે કે સચોટ સબસીડી ૨૪,૫૦૦ રૂપિયા છે.

Ather Energy નાં સહસંસ્થાપક અને સીઈઓ તરુણ મહેતાએ ટ્વિટ દ્રારા શેર કર્યું, “મહારાષ્ટ્રમાં આખરે ઈવી સબસીડી લાઈવ થવા જઈ રહી છે. 450+ની કિંમત ૨૪ હજાર ઓછી થઈ જશે અને હવે પ્રદેશમાં તેની કિંમત ૧.૦૩ લાખ રૂપિયા છે.”

આ સબસિડી પછી Ather 450 Plus ની મહારાષ્ટ્રમાં કિંમત ૧,૦૩,૪૧૬ રૂપિયા અને 450X ની કિંમત ૧,૨૨,૪૨૬ રૂપિયા થઈ ગઈ છે. આ કિંમત Ather ડોટ/પોર્ટેબલ ચાર્જર અને પર્ફોર્મન્સ અપગ્રેડ મેળવીને છે. નવી કિંમત આ સ્કુટરને દેશનાં અન્ય રાજ્યની તુલનામાં મહારાષ્ટ્રમાં સૌથી સસ્તો બનાવી દે છે. જોકે બંને ઈલેક્ટ્રીક સ્કુટર હજુ પણ ઓલા સ્કુટર S1 થી વધારે છે. જેની કિંમત ૯૪,૯૯૯ રૂપિયા (એક્સ શોરૂમ અને સ્ટેટ તથા ફેમ-2 સબસીડી મેળવીને) છે.

ફેમ-2 સબસીડી તથા દિલ્હી સરકારની સબસીડીને જોડીને પ્રદેશમાં Ather 450 Plus ઈલેક્ટ્રીક સ્કુટરની કિંમત ૧,૧૩,૪૧૬ રૂપિયા અને Ather 450X ની કિંમત ૧,૩૨,૪૨૬ રૂપિયા છે.

Ather 450X કંપનીનું હાઈ એન્ડ ઈલેક્ટ્રીક સ્કુટર મોડલ છે. તેમાં ત્રણ રાઇડિંગ મોડ મળે છે. જેમાં ઈકો, રાઈડ અને સ્પોર્ટ્સ સામેલ છે. આ ત્રણ ની રેન્જમાં અંતર આવે છે. ઈકો મોડ માં યુઝર ૮૫ કિલોમીટર, રાઈડ મોડ માં ૭૦ કિલોમીટર અને સ્પોર્ટ્સ મોડમાં ૬૦ કિલોમીટરની રેન્જ આપી શકે છે. તેમાં 2.9kwh  ક્ષમતા ની બેટરી મળે છે. તેની 6kw ક્ષમતાની મોટર 26 એનએમ ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્કુટર ૧૦ મિનિટમાં ચાર્જ કરવા પર ૧૫ કિલોમીટર ચાલી શકે છે.

Ather 450X માં પણ એક મોટું ટચસ્ક્રીન ડિસ્પ્લે મળે છે. જેના દ્વારા સ્કુટર થી ઘણા ફીચર્સને એક્સેસ કરી શકાય છે. આ સિસ્ટમને પણ મોબાઈલથી કનેક્ટ કરી શકાય છે. સ્કુટર રિવર્સ મોડ, જીપીએસ અને નેવિગેશન, સેન્ટરલ લોકીંગ સિસ્ટમ અને પાર્કિંગ અસિસ્ટ જેવા ફીચરથી સજ્જ છે. 450X માં તમને બ્લુટુથ કનેક્ટિવિટી, કોલ એલર્ટ અને મ્યુઝિક કન્ટ્રોલ જેવા ફીચર્સ પણ મળે છે.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *