કોરોનાને લઈને હવે દરરોજ આવી રહ્યા છે સારા સમાચાર, કોરોનાથી મુકત બન્યો આ દેશ

કોરોનાની ઝપેટમાં સૌથી વધારે યુરોપ આવેલ છે. અહીંયા ઈન્ફેક્શનના મામલા સૌથી વધારે છે અને મૃત્યુનો દર પણ વધારે છે. હવે યુરોપના જ એક નાના દેશ દ્વારા યુરોપમાં સૌથી પહેલા પોતાને કોરોના મહામારી થી મુક્ત ઘોષિત કરેલ છે. સ્લોવેનિયા ની સરકારે ગુરુવારે રાત્રે આ એલાન કર્યું હતું. જોકે એવું નથી કે અહીંયા હવે કોરોનાનો કોઈ કેસ નથી, પરંતુ હવે તેને આ મહામારી થી મુક્ત બતાવવામાં આવી રહ્યું છે. પાછલાં બે સપ્તાહથી અહીંયા દરરોજ કોરોના ૭ થી ઓછા નવા કેસ જોવા મળી રહ્યા છે.

પ્રતિબંધ હટયા, રસ્તા ખુલ્યા

સરકારે એલાન કર્યું કે હવે અન્ય યુરોપિયન યુનિયન દેશો માંથી સ્લોવેનિયા માં આવનાર લોકો એ ઓછામાં ઓછા ૭ દિવસ માટે ક્વોરંટાઈનમાં રહેવાનું રહેશે. ૨૦ લાખની વસ્તીવાળા આ દેશની સીમા ઈટાલી, ઓસ્ટ્રિયા, હંગરી અને ક્રોએશિયા સાથે જોડાયેલી છે. અત્યાર સુધીમાં અહીંયા ૧૪૬૪ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા અને ૧૦૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોનાને અહીંયા ૧૨ માર્ચના રોજ મહામારી ઘોષિત કરવામાં આવેલ હતો.

યુરોપમાં સૌથી બહેતર સ્લોવેનિયા

પ્રધાનમંત્રી જૈનેજ જાનસાએ ગુરૂવારના રોજ સંસદમાં જણાવ્યું હતું કે, ૨ મહિનામાં સ્લોવેનિયા એ મહામારી પર કાબૂ મેળવી લીધો છે. તેમણે કહ્યું હતું કે આજે સ્લોવેનિયા ની આ તસવીર મહામારી ના સમયમાં યુરોપમાં સૌથી સારી છે. હવે દેશમાં જે લોકો અને વેપારોને આર્થિક સહાયતા મળી રહી હતી, તે મે મહિના બાદ મળવાની બંધ થઈ જશે. સરકારે કહ્યું હતું કે વિદેશી નાગરિકો માં કોરોના ઇન્ફેકશન ના લક્ષણો દેખાય છે તો તેમને દેશની અંદર દાખલ થવાની પરવાનગી નહીં આપવામાં આવે.

હજુ લાગુ રહેશે નિયમ

ગેર-UE દેશોમાંથી આવેલા લોકોને ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે ક્વોરંટાઈન માં રહેવું પડશે. ડિપ્લોમેટ્સ અને કાર્ગો લાવનાર લોકોએ આ નિયમનું પાલન કરવાનું રહેશે નહીં. નાગરિકોએ હજુ પણ ઇન્ફેક્શન ફેલાવાથી રોકવા માટે અમુક જરૂરી નિયમોનું પાલન કરવાનું રહેશે. લોકોએ માસ્ક પહેરવાનું રહેશે અને ઓછામાં ઓછું ૫ ફૂટનું અંતર રાખવાનું રહેશે અને સાર્વજનિક જગ્યાઓ પર હાથ ડિસઇનફેક્ટ કરવાના રહેશે.

આગલા સપ્તાહથી ખુલશે સ્કૂલ અને રેસ્ટોરન્ટ

સ્લોવેનિયા એ માર્ચમાં બધી સ્કુલ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઇન્સ્ટિટયૂટ, બાર, રેસ્ટોરન્ટ, હોટલ અને દુકાનો બંધ કરાવી દીધા હતા. ફક્ત મેડિકલ સ્ટોર અને જીવન જરુરિયાત વસ્તુઓની દુકાનો ખુલી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. સરકારે ૨૦ એપ્રિલથી લોકડાઉન માં છૂટછાટ આપવાની શરૂઆત કરી હતી. પાછલા સપ્તાહમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ થઈ ગયા અને આગલા સપ્તાહ થી બાળકો સ્કૂલ પણ જવા લાગશે. બધા બાર અને ૩૦ રૂમ સુધીના હોટલ પણ આગલા સપ્તાહ ખુલવા લાગશે.