સ્મૃતિ ઈરાનીની દીકરીનાં રિસેપ્શનમાં બોલીવુડ સેલિબ્રિટીનો જમાવડો, શાહરુખ ખાન અને મૌની રૉય સિવાય આ કલાકારો પણ રહ્યા હાજર

Posted by

ટીવી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ રહી ચુકેલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની દીકરી શેનેલ ઈરાની નાં લગ્ન થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે શેનેલ એ કેનેડામાં રહેતા એડવોકેટ અર્જુન ભલ્લા સાથે સાત ફેરા લીધા છે, જેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. કપલનાં લગ્ન રાજસ્થાનનાં ખીંવસર એક ૫૦૦ વર્ષ જુના કિલ્લામાં થયેલા છે.

જણાવી દે કે શેનેલ અને અર્જુન ભલ્લા એ ૨૦૨૧માં આ કિલ્લામાં જ સગાઈ કરેલી હતી. આ દરમિયાન ની ઘણી તસ્વીરો પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહી હતી. હવે લગ્નમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા બધા સિતારાઓએ હાજરી આપેલી હતી. તો ચાલો જોઈએ કે શેનેલ નાં લગ્નમાં કયા કયા સિતારાઓએ હાજરી આપેલી છે.

હકીકતમાં ખીંવસરનાં ૫૦૦ વર્ષ જુના કિલ્લામાં લગ્ન કર્યા બાદ સ્મૃતિ ઈરાની એ ૧૦ ફેબ્રુઆરીનાં રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરેલ હતું.

આ રિસેપ્શનમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કિંગ કહેવામાં આવતા શાહરુખ ખાન થી લઈને એક્ટર મોની રોય જેવા સિતારાઓ સામેલ થયા હતા. રિપોર્ટનું માનવામાં આવે તો લગ્નમાં ફક્ત ૫૦ મહેમાનોને આમંત્રણ આપવામાં આવેલું હતું, પરંતુ રિસેપ્શનમાં પરિવારથી લઈને બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા બધા સિતારાઓ સામેલ થયા હતા.

જોઈ શકાય છે કે સ્મૃતિ ઈરાનીની સાથે પોપ્યુલર એક્ટર શાહરૂખ ખાન પોઝ આપતા નજર આવી રહેલ છે. આ દરમિયાન શાહરુખ ખાને બ્લેક સુટ પહેરેલું છે, જેમા તે ખુબ જ ડેશિંગ જોવા મળી રહેલ છે. તે સિવાય મોની રોય પોતાના પતિ સુરજ નાંબિયાર સાથે રિસેપ્શનમાં પહોંચી હતી.

તે સિવાય રોનીત રોય, એકતા કપુર, રવિ કિશન અને દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર જેવી મોટી હસ્તીઓએ પણ હાજરી આપેલી હતી. જોઈ શકાય છે કે સ્મૃતિ ઈરાની એ અલગ અલગ સેલિબ્રિટીની સાથે તસ્વીરો ક્લિક કરાવેલી છે, જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. વળી મોની રોયે આ લગ્ન સાથે જોડાયેલી તસ્વીરો શેર કરીને શેનેલ અને અર્જુનને અભિનંદન આપેલા હતા.

વળી રોનીત રોયે તસ્વીર શેર કરીને લખ્યું કે, “ઘણા વર્ષોની મિત્રતા, સ્મૃતિ અને રવિ કિશન, પરંતુ સંબંધો નું ઊંડાણ વધી રહ્યું છે. શેનેલ અને અર્જુનને અભિનંદન. તમને બંનેને ભવિષ્યમાં અઢળક ખુશીઓ મળે.” વળી એકતા કપુરે લગ્નની તસ્વીર શેર કરીને કહ્યું હતું કે, “જ્યારે તમારી મનપસંદ વહુ આટલી જબરજસ્ત બની જાય. અભિનંદન શેલેલ અને અર્જુન.”

મહત્વપુર્ણ છે કે સ્મૃતિ ઈરાની એક પોપ્યુલર એક્ટ્રેસ રહી ચુકેલ છે, જેમણે એકતા કપુરના શો “ક્યોંકી સાંસ ભી કભી બહુ થી” દ્વારા લાઈમલાઈટ માં આવેલી હતી. આ શો માં રોનીત રોય, મોની રોય જેવા મોટા કલાકારોએ પણ કામ કર્યું હતું. તેવામાં સ્મૃતિ ઈરાની નો ઇન્ડસ્ટ્રી સાથે ઘણો જુનો સંબંધ છે. અવારનવાર સ્મૃતિ ઈરાની બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જ જોડાયેલા સેલિબ્રિટીની સાથે નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *