સોશિયલ મીડિયા પર જે યુવતી સાથે મિત્રતા કરીને પોલીસવાળાએ સંબંધ બનાવવા માટે દબાણ કર્યું તે તેની પત્ની નીકળી, જાણો પછી શું થયું

મધ્ય પ્રદેશ પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે મિત્રતા થઈ અને આ મિત્રતા ખૂબ જલ્દી પ્રેમમાં બદલી ગઈ. ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલે યુવતીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને યુવતીને ડેટ પર બોલાવી. જોકે બાદમાં જાણવા મળ્યું કે જે યુવતીને તેમણે ડેટ પર બોલાવી હતી તે અન્ય કોઈ નહીં પરંતુ તેમની પત્ની નીકળી.

પતિનો ટેસ્ટ કરવા માટે બનાવ્યું હતું ફેક એકાઉન્ટ

પોતાના પતિનાં ચારિત્ર્યની તપાસ કરવા માટે કોન્સ્ટેબલની પત્નીએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને આ કોન્સ્ટેબલ પત્ની દ્વારા બિછાવવામાં આવેલ જાળમાં ફસાઈ ગયો. વળી હવે આ મામલો ડીઆઈજીની પાસે પહોંચી ગયો છે અને ડીઆઇજીએ આ મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

એક વર્ષ પહેલા થયા હતા લગ્ન

પોલીસ કોન્સ્ટેબલના લગ્ન ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના થયા હતા. પોલીસ કોન્સ્ટેબલની પત્ની મનિષાનાં જણાવ્યા અનુસાર પતિ વિશેષ શાખા (એસબી) માં ફરજ બજાવતા હતા. લગ્નના ૩ મહિના બાદ તેમની વચ્ચે લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા અને તેમના તરફથી રૂપિયા અને ગાડીની માંગણી કરવામાં આવવા લાગી. જ્યારે પત્નીએ અવાજ ઉઠાવ્યો હતો, તો તેના પતિ દ્વારા પોતે પોલીસ હોવાની ધમકી આપીને મારપીટ કરી હતી. મારપીટ બાદ પત્ની પિયર ચાલી ગઇ હતી.

મનીષાને પોતાના પતિના ચારિત્ર્ય પર શંકા થઇ, જેના કારણે તેમણે રુહી મેહર નામનું ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બનાવ્યું. આ આઈડી થી પતિ સાથે મિત્રતા કરી અને ચેટિંગ શરૂ કરી દીધી. થોડા દિવસો સુધી ચેટિંગ કર્યા બાદ પતિએ પ્રેમનો ઇઝહાર કર્યો અને પછી શારીરિક સંબંધ બનાવવા માટે બોલાવી. મનીષાનાં જણાવ્યા અનુસાર તે મળવાની વાતને ટાળતી રહી, પરંતુ તેને મળવાને લઈને દબાણ બનાવવાનું શરૂ કર્યું. પતિના આ દગાથી દુઃખી થઈને મનીષાએ આ વાતની ફરિયાદ ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાને કરી અને ડીઆઇજી હરિનારાયણચારી મિશ્રાને ચેટિંગના સ્ક્રીનશોટ મોકલી આપ્યા. ત્યારબાદ ડીઆઇજીએ મહિલા પોલીસને તત્કાળ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા.

પૈસાની કરતો હતો માંગણી

મનીષાનાં જણાવ્યા અનુસાર લગ્ન બાદથી તેનો પતિ તેને પરેશાન કરવા લાગ્યો હતો. તે કહેતો હતો કે તું મારી નોકરાણી છે, મારી સામે ઝૂકીને રહેવાનું. વળી જ્યારે મનીષાએ આ બધી જ બાબતો નો વિરોધ કર્યો હતો પતિએ કહ્યું કે, હું પોલીસ વાળો છું. ખોટા કેસમાં ફસાવી દઈશ. મનીષા અનુસાર લગ્ન બાદ પતિ તરફથી પૈસાની માગણી કરવામાં આવતી હતી. પતિ, નણંદ અને તેની સાસુ વાહન અને રૂપિયાની માંગણી કરવા લાગ્યા.

આંચકી લીધો ફોન

આ લોકોએ મનીષાનો ફોન પણ લઇ લીધો હતો. મનીષાના અખબાર વાંચવા અને ટીવી જોવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ બધી ચીજોથી પરેશાન થઈને મનીષા પોતાની માતાનાં ઘરે જતી રહી હતી. આ દરમિયાન મનીષાએ પોતાની ફેક આઈડી બનાવીને પતિ સાથે ચેટિંગ શરૂ કર્યું, જેથી તે પોતાના પતિના ચારિત્ર વિષે જાણી શકે. વળી પતિ પણ તેની આ જાળમાં ફસાઈ ગયો. હવે પોલીસ આ મામલામાં કાર્યવાહી કરી રહી છે.