સોના-ચાંદી કરતાં વધારે શુભ હોય છે આ ચીજો, ધનતેરસ પર ખરીદવાથી મળશે ખોબા મોઢે પુણ્ય અને પૈસા

Posted by

ધનતેરસ પર ઘણા લોકો ખરીદી કરે છે. કહેવામાં આવે છે કે આ દિવસે કોઈ ચીજ ખરીદીને લાવવામાં આવે તો આખું વર્ષ આપણને શુભ ફળ આપે છે. આ વખતે ૨ નવેમ્બરનાં રોજ ધનતેરસ આવી રહી છે. ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તમારે આ દિવસે કંઈક ને કંઈક જરૂરથી ખરીદવું જોઈએ. મોટાભાગના લોકો આ દિવસે સોનું અથવા ચાંદી જેવી ચીજો ખરીદે છે. જો કે આથી જો દરેક લોકોના બજેટ માં આવતી નથી. તેવામાં તમે આ ચીજો ની ખરીદી પણ કરી શકો છો.

Advertisement

ગોમતી ચક્ર

ધનતેરસનાં દિવસે ૧૧ ગોમતીચક્ર ખરીદીને લાવી શકાય છે. તેનાથી તમે આખું વર્ષે તંદુરસ્ત રહેશો. વળી તેને પીળા વસ્ત્રમાં બાંધીને પોતાની તિજોરી અથવા લોકરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે.

વેપાર સાથે જોડાયેલ સામાન

પોતાના વેપાર અથવા નોકરી સાથે જોડાયેલ કોઈપણ સામાન ધનતેરસ પર ખરીદી શકો છો. જો તમે વિદ્યાર્થી છો તો પેન અથવા પુસ્તક જેવી વસ્તુઓ ખરીદી શકો છો. તેને ખરીદી લીધા બાદ ધનતેરસ પર તેની પુજા પણ કરવી જોઈએ. વળી વેપારીઓ ધનતેરસ પર રજીસ્ટર ખરીદી શકે છે અને તેને પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.

ઇલેક્ટ્રોનિક આઈટમ

ફ્રીજ, ઓવન, મોબાઇલ, લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક આઈટમ પણ ધનતેરસ પર ખરીદી શકો છો. આ સામાનને ઘરની ઉત્તર પુર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે.

સાવરણી

ધનતેરસ પર સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. સાવરણી માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરે લાવવાની મુસીબત અને આર્થિક સંકટ દુર થાય છે. તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

ધાણા

ધનતેરસ પર ધાણા ખરીદવા પણ લાભદાયક હોય છે. આ દિવસે ધાણા ખરીદવાની પરંપરા પણ ખુબ જ જુની છે. તે સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માં લક્ષ્મીજીની પુજા માં ધાણા બીજ અર્પિત કરવામાં આવે છે. પુજા બાદ આ બીજને તિજોરીમાં રાખવાથી ધન વધે છે.

વાસણ

મોટાભાગનાં લોકો ધનતેરસ પર વાસણ જરૂરથી કરી દે છે. જોકે આ દિવસે તમારા સ્ટીલ અથવા લોખંડને બદલે પિત્તળનાં વાસણ ખરીદવા જોઈએ. આ વાસણને ઘરની પુર્વ દિશામાં રાખવા શુભ હોય છે.

સોના-ચાંદીમાં શું ખરીદવું

ભુષણ : જો તમારું બજેટ યોગ્ય હોય તો ધનતેરસ પર સોના ચાંદી અથવા તેમાંથી બનેલી ચીજો ખરીદી શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે સોના અથવા ચાંદીની માંથી બનેલા આભુષણ ખરીદી શકો છો.

સિક્કા : સોના ચાંદીના સિક્કા પણ ખરીદી શકાય છે. સોના અથવા ચાંદીનાં સિક્કા ખરીદતા સમયે ધ્યાન રાખો કે તેના ઉપર માં લક્ષ્મીનું ચિત્ર અંકિત અવશ્ય હોવું જોઈએ. આ સિક્કાની બાદમાં માં લક્ષ્મીનાં રૂપમાં દરરોજ પુજા કરી શકો છો. આવું કરવાથી તમને માં લક્ષ્મીનાં આશીર્વાદ મળશે અને ધનની ક્યારે પણ કમી રહેશે નહીં.

ભગવાનની મુર્તિ : જો તમે ખુબ જ વધારે સક્ષમ છો તો ધનતેરસ પર સોના અથવા ચાંદીની માંથી બનેલી ભગવાનની મુર્તિ પણ ખરીદી શકો છો. તમે આ દિવસે કોઈપણ દેવી અથવા દેવતાની મુર્તિ લાવી શકો છો, પરંતુ લક્ષ્મીજી, ગણેશજી અથવા સરસ્વતી માતાની મુર્તિ લાવી સૌથી શુભ માનવામાં આવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.