સોનુ આટલું મોંઘું શા માટે છે? જાણો તેના મુખ્ય પાંચ કારણો

Posted by

સોનુ એક કિંમતી ધાતુ છે જેને લગભગ બધા જ લોકો પોતાની પાસે રાખવા માંગે છે. તમે અવારનવાર સમાચાર માં જોયો છે કે સોનાની કિંમતો વધઘટ થતી રહે છે. જો કે પાછલા થોડા વર્ષોમાં સોનાની કિંમતમાં ઘણો વધારે જોવા મળેલ છે. પરંતુ તેની વધી રહેલ કિંમતને પણ લોકો વ્યાપારના રૂપથી જોવે છે. કારણકે લોકો સોનુ ખરીદી લે છે અને જ્યારે તેની કિંમતમાં વધારો થાય છે ત્યારે તેને વેચીને થોડા રૂપિયા કમાઈ લે છે. તેવામાં આજે ઘણા લોકો સોનાની ખરીદી કરી અને વેચીને રૂપિયા કમાઈ રહ્યા છે.

જ્યારે તમે સોના વિશે વિચારું છું ત્યારે તમારા મગજમાં એક સવાલ જરૂર ઉત્પન્ન થતો હશે કે સોનુ આટલું મોંઘું શા માટે છે અને તેની પાછળનું કારણ શું છે. સોનુ એક એવી ધાતુ છે જેને લઇને મનુષ્યને હંમેશા દિલચસ્પી રહી છે. શરૂઆતના સમયમાં સોના ને મુદ્રાના રૂપમાં પ્રયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે તેમાંથી બનેલી વસ્તુઓ નો પણ ખુબ જ ઉપયોગ થવા લાગ્યો છે. તે સિવાય મોટા ભાગના દેશો પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સોનાની ખરીદી અને તેનું ઉત્પાદન કરે છે.

સોનું આટલું મોંઘું શા માટે છે

ભારતમાં સોનાની ખૂબ જ માંગ રહેલી છે. લોકો અહીંયા સોનાનો ઉપયોગ લગ્નના આભૂષણો બનાવવા અને પહેરવામાં કરે છે. વળી ઘણા લોકોને લાગે છે કે ભારતમાં સોનાનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. આ વાત અમુક હદ સુધી સાચી છે પરંતુ દુનિયામાં સૌથી વધારે સોનું ખરીદતા દેશોની વાત કરવામાં આવે તો ભારત ઘણું પાછળ છે.

સોનુ એક દુર્લભ ધાતુ છે

જેમકે આપણે બધાં જાણીએ છીએ કે આ પૃથ્વી પર જે પણ વસ્તુ દુર્લભ હોય છે એટલે કે આ દુનિયામાં જે વસ્તુ ખૂબ જ ઓછી માત્રામાં મળી આવે છે તેની કિંમત તમને વધારે જ જોવા મળશે. સોનુ પણ દુર્લભ ધાતુ છે જે દુનિયામાં ખૂબ જ ઓછી માત્રામાં રહેલું છે. તેમ છતાં પણ આજે સોનાની માંગમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. કારણ કે આ એક એવી ધાતુ છે જેને કોઈ પણ ખરીદી અને વેચી શકે છે. જેથી સોનું એક દુર્લભ ધાતુ હોવાને કારણે ખૂબ જ મોંઘું છે.

તેના ઉત્પાદનની પ્રક્રિયા મોંઘી હોવી

આ એક એવી ધાતુ છે જે આપણને પ્રકૃતિ તરફથી શુદ્ધ રૂપમાં નથી મળતી. તેને શુદ્ધ બનાવવા માટે ઘણા પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે અને તેના ઉત્પાદનની પ્રક્રિયા પણ ખૂબ જ મોંઘી છે. જેના લીધે સોનુ ખૂબ જ મોંઘું થતું જાય છે. સોનાને સમુદ્રમાંથી પણ ઉત્પાદિત કરવામાં આવે છે તેવામાં તમે અંદાજો લગાવી શકો છો કે તેમાં કેટલી મહેનત અને પૈસા ખર્ચ થતા હશે.

સોનાની સુંદરતા

વ્યક્તિ માટે સુંદર ચીજો હંમેશા આકર્ષણનું કારણ રહી છે. સોનુ એક સુંદર ધાતુ છે જેનો ઉપયોગ વસ્તુઓને વધારે સુંદર બનાવવામાં કરવામાં આવે છે. સોનાનો ચળકાટ અને પીળો રંગ તેને આકર્ષણનું કેન્દ્ર બનાવીને રાખે છે.

વાતાવરણની અસર ન થવી

સોનુ એક એવી ધાતુ છે જેના પર કોઈ પણ ઋતુની અસર થતી નથી. મતલબ કે વરસાદ, ઠંડી, ગરમી, હવા અને પાણી ની તેના પર કોઈ અસર થતી નથી. તે દરેક ઋતુમાં સુરક્ષિત રહે છે, જેના લીધે દરેક લોકો પોતાની પાસે તેનો સંગ્રહ કરી રાખે છે. એ જ કારણ છે કે સોનુ અન્ય ધાતુઓ કરતા ઘણું મોંઘું છે.

સોનાની વધારે માંગ હોવી

ઉપરોક્ત કારણો સિવાય સોનાની વધારે માંગ રહેલી છે. તે સિવાય પણ ઘણા લોકો સોનાની ખરીદીને સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ ઘરે છે, કારણ કે સોનાની કિંમતમાં હંમેશા વધારો થતો રહે છે. સોનાને તમે દેશમાં કોઈપણ જગ્યાએ ખરીદી અને વેચી શકો છો. સોનાની વધુ પડતી ખરીદીને કારણે જ તે મોંઘું થતું જઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *