સોનુ સુદની તસ્વીર હાથમાં લઈને હૈદરાબાદ થી મુંબઈ ૭૦૦ કિલોમીટર સુધી ચાલીને મળવા પહોંચ્યો ફેન, સોનુ સુદે કહ્યું….

કોરોના મહામારી દરમિયાન લાખો મજબુર લોકોની મદદ કરી ચુકેલ એક્ટર સોનું સુદ હવે લોકો માટે દેવતા બની ચુક્યા છે. સોનુ સુદ દરરોજ હજારો લોકોની મદદ કરે છે અને તેઓ આગળ આવીને લોકોને દરેક સંભવ સહાયતા પ્રાપ્ત કરાવે છે. આ આશામાં એક વિદ્યાર્થી સોનુ સુદને મળવા માટે હૈદરાબાદ થી મુંબઈ સુધી ચાલીને આવ્યો હતો.

હૈદરાબાદનાં એક ગામડામાં રહેનાર વ્યક્તિ ઇન્ટરમિડીયેટ નાં સેકન્ડ યર નો વિદ્યાર્થી છે. તેની માં હવે આ દુનિયામાં નથી રહી અને તેના પિતા ઓટો રીક્ષા ચલાવે છે. તેના પિતાએ ફાઇનાન્સમાં ઓટો રીક્ષા લીધી હતી અને લોકડાઉન ને કારણે તેમની રીક્ષા વધારે ચાલતી ન હતી, જેના કારણે પરિવાર પર વધારાનો બોજ ખુબ જ વધી ગયો હતો અને ઘર ચલાવવું મુશ્કેલ હતું. લોનનાં હપ્તા ન ભરી શકવાને લીધે ફાઇનાન્સ વાળા ઓટોરિક્ષા છીનવીને લઈ ગયા હતા. પોતાના પિતાની આ હાલત જોઈને વ્યંકટેશ ખુબ જ નિરાશ થઈ ગયો હતો.

વ્યંકટેશ સોનુ સુદનો ખુબ જ મોટો પ્રશંસક છે. કોરોના મહામારી દરમ્યાન સોનું સુદ ગરીબો માટે દેવદુત બનેલા છે. તેમણે લાખો લોકોને અત્યાર સુધીમાં મદદ કરેલી છે. વ્યંકટેશ સોનુ સુદને ભગવાનની જેમ પુજે છે. વ્યંકટેશે નક્કી કરી લીધું હતું કે તે હૈદરાબાદ થી મુંબઈ સુધી પગપાળા ચાલીને સોનુ સુદ સાથે મુલાકાત કરશે. તે પોતાની પરેશાની જણાવશે અને મદદ માટે વિનંતી કરશે, જેથી તેના પરિવારની સ્થિતિ સુધરી શકે.

વેંકટેશનું કહેવું હતું કે, “ભલે સોનું સુદ અમને મદદ કરે કે ન કરે, પરંતુ અન્ય લોકોની આવી રીતે જ મદદ કરતા રહે.” વેંકટેશે કહ્યું હતું કે મુંબઈ પહોંચવા સુધીમાં જેટલા પણ મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારા મળ્યા છે, ત્યાં સોનુ સુદની સલામતી માટે દુઆ માંગતો જઈ રહ્યો છું.

હૈદરાબાદ થી મુંબઈનું અંતર અંદાજે ૭૦૦ કિલોમીટર છે. વ્યંકટેશ પાછલા ઘણા દિવસોથી પગપાળા ચાલી રહ્યો છે. તેનું કહેવું છે કે જ્યારે હું થાકી જાઉં છું અથવા પગમાં દુખાવો થાય છે તો સોનું સુદને યાદ કરીને જોશમાં આવી જાવ છું. વ્યંકટેશ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સોનુ સુદ સુધી પહોંચી ગયો. તેણે ફેસબુક માં વ્યંકટેશનો વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે, “મને આટલો પ્રેમ કરવા માટે આભાર. પરંતુ પોતાનો જીવ જોખમમાં મુકવો નહીં. મને જાણ છે કે ઘણા બધા લોકો મને પ્રેમ કરે છે અને હું પણ તેમને પ્રેમ કરું છું.”

તમને જણાવી દઈએ કે જ્યારે સોનુ પોતાના ફેન ને ઘરની નીચે મળવા પહોંચ્યા તો તેણે ત્યાં બાકી હાજર રહેલા લોકોની પરેશાનીઓ પણ સાંભળી અને તેનો ઉકેલ લાવવાની કોશિશ કરી. પાછલા એક વર્ષમાં સોનુ સુદ પોતાની દરિયાદિલી થી લોકોના દિલમાં એક જગ્યા બનાવવામાં સફળ રહેલ છે અને કોઈ દેવદુત નાં રૂપ માં જોઈ રહ્યું છે, તો કોઈ તેને ભગવાનનાં રૂપમાં પુજા કરી રહ્યા છે.