સાઉથનાં આ સુપરસ્ટાર્સની પત્નીઓ અપ્સરા કરતાં પણ વધારે સુંદર દેખાય છે, બોલીવુડ હિરોઈન પણ ઝાંખી લાગે

Posted by

બોલીવુડ કલાકાર સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોના કલાકાર પણ એક મોટી ઓળખ ધરાવે છે. ઘણા સાઉથ સુપરસ્ટાર પોતાના સારા કામથી દુનિયાભરમાં નામ મેળવ્યું છે અને હંમેશા ફેન્સ એમના અંગત જીવન વિશે પણ જાણવા માટે ઉત્સુક રહે છે. આવો આજે એવામાં અમે તમને દક્ષિણ ભારતીય સિનેમાનાં થોડા મોટા સુપરસ્ટારની પત્નીઓ વિશે જણાવીએ.

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી

અભિનેતા અલ્લુ અર્જુન દક્ષિણ ભારતીય સિનેમાનાં એક ચર્ચિત કલાકાર છે. અલ્લુ અર્જુનની એક મોટી ફેન ફિલોઇંગ છે. અલ્લુ એ ૬ માર્ચ, ૨૦૧૧માં બિઝનેસમેન કાંચારલા ચંદ્રશેખર રેડીની દીકરી સ્નેહા સાથે લગ્ન કર્યા હતા. બંને એક દીકરા અને એક દીકરીનાં માતા-પિતા છે. બાળકોનાં નામ એલી અયાન અને અલ્લું આરહા છે.

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર

મહેશ બાબુની લોકપ્રિયતા આખા દેશમાં છે. મહેશ બાબુ એક લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. મહેશએ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૦૫માં અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા હતા. બંને બે બાળકો સિતારા અને ગૌતમનાં માતા-પિતા છે

રવિ તેજા અને કલ્યાણી તેજા

રવિ તેજા તેલુગુ સિનેમાનું એક મોટું નામ છે. તે લાંબા સમયથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે એકથી સારી એક હિટ ફિલ્મો આપી છે. તેમનાં લગ્નને લગભગ ૧૯ વર્ષ થઈ ગયા છે. તેમણે વર્ષ ૨૦૦૨માં કલ્યાણી તેજા સાથે લગ્ન કર્યા હતા. બંને એક દીકરા અને એક દીકરીનાં માતા-પિતા છે.

ધનુષ અને એશ્વર્યા રજનીકાંત

ધનુષે દક્ષિણ ભારતીય સિનેમામાં એક મોટું નામ મેળવ્યું છે. હવે તે ઘણી જલ્દી પોતાનું હિન્દી ફિલ્મી કારકિર્દી પણ શરૂ કરવા જઈ રહ્યા છે. દક્ષિણ ભારતીય સિનેમાનાં દિગ્ગજ અભિનેતા રજનીકાંતની દીકરી સૌંદર્ય રજનીકાંત સાથે ધનુષનાં લગ્ન થયા હતા. બંનેએ ૧૮ નવેમ્બર વર્ષ ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. બંને બે દીકરા લિંગા અને યાત્રા રાજાનાં માતા-પિતા છે.

રાણા દગ્ગુબતી અને મિહિકા બજાજ

અભિનેતા રાણા દગ્ગુબતીને ફિલ્મ બાહુબલી થી ઘણી ઓળખાણ મળી હતી. જ્યારે તેમણે બોલીવુડમાં પણ કામ કર્યું છે. તે હાઉસફુલ-4, બેબી, ધ ગાઝી અટેક જેવી ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહ્યા છે. તેમણે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા. એમની પત્નીનું નામ મિહિકા બજાજ છે. બંનેનાં લગ્ન પુરા રીતિ-રિવાજ સાથે હૈદરાબાદનાં રામાનાયડુ સ્ટુડિયોમાં સંપન્ન થયા હતા.

એનટીઆર રામા રાવ જુનિયર અને લક્ષ્મી પ્રણતિ

એનટી રામારાવ જુનિયર ની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તે લગભગ ૨૦ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમને સાઉથ સિનેમામાં એક ઓલરાઉન્ડર અભિનેતા તરીકે જોવામાં આવે છે. બતાવી દઈએ કે તેમના લગ્ન ૨૦૧૧માં વ્યવસાયી નરને શ્રીનિવાસની દીકરી લક્ષ્મી પ્રણતી સાથે થયા હતા. બંને એક દીકરા નંદામુરી અભય રામ નાં માતા-પિતા છે.

સુદીપ અને પ્રિયા રાધાકૃષ્ણ

સુદીપ કન્નડ સિનેમાનાં એક મોટા સ્ટાર છે. તેમણે કન્નડ સિનેમા સાથે હિન્દી સિનેમામાં પણ કામ કરી ચુક્યા છે. તેમણે સલમાન ખાનની હિટ ફિલ્મ દબંગ-3 માં ખલનાયકનો રોલ કર્યો હતો. તેમનાં લગ્નને લગભગ ૨૦ વર્ષનો સમય થઈ ગયો છે. તેમણે વર્ષ ૨૦૦૧માં પ્રિયા રાધાકૃષ્ણ સાથે સાત ફેરા લીધા હતા. સુદીપ ની એક દીકરી સાન્વી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *