ગુજરાતમાં આવેલ આ મંદિર દિવસમાં ૨ વખત સમુદ્રમાં ડુબી જાય છે, જાણો શું છે તેની પાછળની પૌરાણિક કથા

Posted by

આપણાં દેશમાં દેવી-દેવતાઓની ખૂબ જ માન્યતા છે અને એમનું અસ્તિત્વ પણ સદીઓથી બનેલું છે. ભારતમાં કેટલા પણ મોટા મંદિર છે, તેમની કોઇને કોઇ ખાસિયત જરૂર છે. દેશમાં પ્રાચીન કાલથી જ કેટલાય સિદ્ધ મંદિરો છે, જેમકે વૈષ્ણોદેવી, કેદારનાથ અને બદ્રીનાથ જેમાં લોકોની અતૂટ આસ્થા છે. આ બધાં જ મંદિરો વિશે લગભગ બધાને ખબર છે. પણ શું તમે એવા કોઈ મંદિરો વિશે સાંભળ્યું છે જે દિવસમાં ૨ વાર સમુદ્રમાં ડૂબી જાય છે? જો નહીં, તો અમે તમને એવા વિચિત્ર મંદિરના વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

જેના વિશે તમે જાણી લીધા પછી તમે ત્યાં જરૂર જવા માંગશો. આ મંદિર સમુદ્રની લહેરોમાં પોતે જ ગાયબ થઈ જાય છે અને થોડા સમય પછી ફરીથી બહાર આવી જાય છે. ગુજરાત શહેરમાં સ્થિત ભગવાન શિવનું આ મંદિર સ્તંભેશ્વર મહાદેવના રૂપમાં જાણીતું છે. તો શું છે આ મંદિરથી જોડાયેલા તથ્યો, આવો જાણીએ.

શિવપુરાણમાં પણ છે ઉલ્લેખ

ગુજરાતના સ્તંભેશ્વર મંદિરનો ઉલ્લેખ મહાશિવપુરાણમાં રુદ્ર સંહિતાના ભાગ-૨ નાં ૧૧માં અધ્યાયમાં કરવામાં આવ્યો છે. આ મંદિરની શોધ આજથી લગભગ ૧૫૦ વર્ષ પહેલા થઈ હતી. આ મંદિર વડોદરા થી ૪૦ કી.મી. દુર અરબ સાગરના તટ પર સ્થિત છે. મંદિરમાં સ્થાપિત શિવલિંગ લગભગ ૪ ફૂટ ઊંચું અને ૨ ફૂટ વ્યાસનું છે.

કયા કારણને લીધે ગાયબ થાય છે મંદિર

આ મંદિરમાં શિવલિંગનાં દર્શન દિવસમાં માત્ર ૨ વખત થાય છે, બાકીના સમયમાં આ મંદિર સમુદ્રમાં ડુબેલું રહે છે. સમુદ્ર તટ પર દિવસમાં ૨ વાર ભરતી આવે છે, જેના કારણે પાણી મંદિરની અંદર આવી જાય છે અને મંદિર જોવા નથી મળતું. ભરતી ઉતરતા જ મંદિર ફરીથી જોવા મળે છે. ભરતી સમયે ત્યાં કોઈ પણ લોકોને જવાની પરવાનગી નથી મળતી. ત્યાં દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓને ખાસ રીતે પત્રિકા વહેંચવામાં આવે છે. આ પત્રિકામાં ભરતીનાં આવવાનો સમય લખેલો હોય છે. જેથી તે સમયે મંદિરમાં કોઈ રહે નહીં.

શું છે પૌરાણિક કથા

પૌરાણિક કથાની માનીએ તો તાડકાસુરે ઘોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કરીને અમર થવાનું વરદાન માગ્યું હતું. ભગવાન શિવે તેનું આ વરદાન નકાર્યું હતું. ત્યારબાદ તેમણે ફરીથી વરદાનના રૂપમાં માત્ર શિવ પુત્ર દ્વારા પોતાની મૃત્યુ માંગી હતી. વરદાન મળ્યા પછી તાડકાસુરે પોતાના અત્યાચારોથી ચારે તરફ હાહાકાર મચાવી દીધો. તેનાથી પરેશાન થઈને દેવગણ ભગવાન શિવની પાસે ગયા. ત્યારે શ્વેત પર્વતના ઘાટથી કાર્તિકેયનો જન્મ થયો અને તેમણે તારકાસુરનો વધ કર્યો.

પરંતુ જ્યારે કાર્તિકેયને તે વાતની જાણ થઈ કે તાડકાસુર ભગવાન શિવનો મોટો ભક્ત હતો, ત્યારે કાર્તિકેય આત્માગૌરવથી ભરાઈ ગયા. તેથી ભગવાન વિષ્ણુને એક ઉપાય જણાવ્યો કે ત્યાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવે અને રોજ માફી માંગે. તેથી મંદિર દરરોજ સમુદ્રમાં ડૂબી અને ફરી પાછું આવી જાય છે. આજે પણ તે પોતાના કર્યાની માફી માંગે છે. આવી રીતે આ શિવલિંગ અહિયાં વિરાજમાન થયું અને ત્યારથી જ આ મંદિરને સ્તંભેશ્વરનાં નામથી જાણવામાં આવે છે.

3 comments

  1. of course like your website but you have to take a look at the spelling on quite a
    few of your posts. Many of them are rife with spelling issues and I to find it very troublesome
    to tell the reality then again I’ll surely
    come back again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *