સ્ટાર કિડ્સ હોવા છતાં પણ ઠનઠન ગોપાલ છે આ ૭ સિતારાઓ, બોલીવુડમાં નથી મળી રહી એક પણ ફિલ્મ

Posted by

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કરીને દુનિયા છોડી ગયા બાદ થી જ બોલિવૂડમાં નેપોટીજ્મ લઇને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આરોપ લાગી રહ્યા છે કે સ્ટાર કિડ્સને વધારે મહત્વ આપવામાં આવે છે. જ્યારે બહારથી આવતા કલાકારોને સંઘર્ષ કરવા છતાં પણ યોગ્ય સ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી, જેના તેઓ હકદાર છે. પરંતુ જોવામાં આવે તો એવા ઘણા સિતારાઓ છે જે સ્ટાર કિડ્સ હોવા છતાં પણ ફિલ્મની બાબતમાં ઠનઠન ગોપાલ રહ્યા છે. કોઈ મોટી ફિલ્મ તેમના હાથમાં આવી નથી. અહીંયા અમે આવા જ સ્ટાર કિડ્સ વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

સોનાક્ષી સિંહા

પોતાના જમાનાના મશહૂર અભિનેતા શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી છે. સુશાંતનાં મૃત્યુ બાદ સોશિયલ મીડિયામાં સોનાક્ષીને પણ ખૂબ જ ટ્રોલ કરવામાં આવી છે. એ વાત જરૂર છે કે અમુક ફિલ્મોમાં સોનાક્ષી નું નામ છે અને વિશેષ કરીને સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગને કારણે તેમને બોલિવૂડમાં રજજો કહીને બોલાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ હાલમાં તેમના હાથ ખાલી નજર આવી રહ્યા છે. બસ એક જ ફિલ્મ તેમના હાથમાં છે જેનું નામ છે, ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા. આ ફિલ્મમાં તેઓ અજય દેવગનની સાથે જોવા મળશે.

તુષાર કપૂર

જીતેન્દ્ર, જેમની એક જમાનામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલબાલા હતી, તુષાર કપૂર તે સુપરસ્ટાર ના દીકરા છે. તેમ છતાં પણ તુષાર કપૂરની ફિલ્મોના નામ લેવા પર ફક્ત ગોલમાલ, દિલને કહા અને જીના સિર્ફ મેરે લિયે ની યાદ આવે છે. તુષાર કપૂર ગોલમાલ અગેન માં ૨૦૧૭માં જોવા મળ્યા હતા. વેબ સીરીઝમાં તેઓ પાછલા વર્ષે જોવા મળ્યા હતા, પરંતુ તેમનામાં એકલા ના દમ પર ફિલ્મને હિટ કરાવવાની ક્ષમતા ક્યારેય જોવા મળી નથી. હાલના સમયમાં તેમના હાથમાં એક પણ ફિલ્મ નથી.

સોનમ કપૂર

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર જેમણે ફિલ્મ સાવરીયા થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તેમની અમુક ફિલ્મો હિટ રહી છે. હાલના સમયમાં સોશિયલ મીડિયામાં સોનમ કપૂરના બહિષ્કારની પણ વાત ચાલી રહી છે. કારણ કે કરણ જોહરની સાથે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહી દીધું હતું કે, તેઓ સુશાંતને ઓળખતા નથી. બોલિવૂડના આટલા મોટા સ્ટાર અનિલ કપૂરની દીકરી હોવા છતાં પણ સોનમ કપૂર હાથમાં હાલના સમયમાં કોઇ ફિલ્મ નથી. તેમણે છેલ્લી વખત ૨૦૧૯માં ફિલ્મ જોયા ફેક્ટરમાં કામ કર્યું હતું.

અભિષેક બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનાં દિકરા અભિષેક બચ્ચને જ્યારે ફિલ્મ રિફ્યુજી થી બોલિવૂડમાં પગલા માંડ્યા હતા તો આશા રાખવામાં આવી રહી હતી કે તેઓ પોતાના પિતાની જેમ જ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાશે. પરંતુ અભિષેક પોતાની કારકિર્દીમાં કંઈ ખાસ કરી શક્યા નહીં. જો તેમના વિતેલા ૧૦ વર્ષના રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે આ દરમિયાન તેમની કોઈપણ ફિલ્મ હિટ જોવા મળી નથી. હાલમાં તેમની વેબ સીરીઝ બ્રીદ ની ચર્ચા ચાલી. ફિલ્મોની વાત કરીએ તો અનુરાગ કશ્યપની ફિલ્મ લુડો માં તેઓ જોવા મળશે અને ધ બિગ બુલ અને બોબ વિશ્વાસ નામની ફિલ્મ તેમના હાથમાં છે.

અર્જુન કપુર

વર્ષ ૨૦૧૨માં પરિણીતી ચોપડા ની સાથે જ્યારે અર્જુન કપૂરની ફિલ્મ ઇશકજાદે આવી હતી તો બોલિવૂડમાં તેઓ થોડી ધમાલ કરી શક્યા હતા. બેસ્ટ મેલ ડેબ્યુંમાં ફિલ્મફેર એવોર્ડ પણ તેમને મળ્યો હતો. પરંતુ ત્યારબાદ તે મશહુર ફિલ્મ નિર્માતા બોની કપૂર ના દિકરા અર્જુન કપૂર એકદમ અસફળ સાબિત થયા. તેમની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર વધારે ચાલી શકી નહિ. કોઈ મોટો પ્રોજેક્ટ હાલમાં તેમના હાથમાં નથી. એક ફિલ્મ ચલે ચલો માં તેઓ આગળ કામ કરી શકે છે પરિણીતી ચોપડા ની સાથે સંદીપ અને પિંકી ફરાર નામની તેમની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ લોકડાઉન ને કારણે તે ફસાયેલી છે.

સની દેઓલ

વિતેલા જમાનાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર ના દિકરા સની દેઓલે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી, પરંતુ પાછલા ઘણા સમયથી તેમની કોઈ ફિલ્મ વધારે ચાલી શકી નથી. છેલ્લી વખત તેમની ફિલ્મ બ્લેન્ક માં તેમને જોવામાં આવ્યા હતા. ડિમ્પલ કાપડિયા ના ભત્રીજાએ આ ફિલ્મથી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. એક સમયમાં ફિલ્મ ગદ્દર થી પોતાની કારકિર્દીને આગળ વધારનારા સની દેઓલે ફિલ્મમાં પોતાની કારકિર્દી આગળ ન ચાલતી જોઈને ફિલ્મનું નિર્દેશન શરૂ કરી દીધું. પલ પલ દિલ કે પાસ નામની એક ફિલ્મ બનાવીને તેમણે પોતાના દીકરા કરણ દેઓલને આ ફિલ્મથી ડેબ્યૂ પણ કરાવ્યું. સની દેઓલના હાથમાં અત્યારે કોઈ પણ ફિલ્મ નથી.

અક્ષય ખન્ના

બોલીવૂડના સૌથી મહાન અભિનેતા માંથી એક વિનોદ ખન્ના ના દિકરા અક્ષય ખન્ના પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈક ખાસ કરી શક્યા નથી. સ્ટાર કિડ્સ હોવા છતાં પણ તેમના હાથ હાલના સમયમાં ખાલી છે. આ વર્ષે ફિલ્મ કુશલ મંગલ માં જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ પણ કંઈક ખાસ ચાલી શકી નહીં. રિચા ચઢ્ઢા ની સાથે તેમણે આ પહેલા સેકશન-૩૭૫ માં કામ કર્યું હતું. પોતાના પિતાથી વિપરીત અક્ષય ખન્ના બોલિવૂડમાં હવે ક્યાંક દબાયેલા નજર આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *