સ્ટારડમ પર કાબુ રાખી શક્યા નહીં આ ૫ બોલીવુડ સિતારાઓ, નંબર ને તો ખુબ જ અભિમાન આવી ગયેલું

Posted by

બોલીવુડમાં કામ કરવું સરળ હોતું નથી અને અહીંયા આવ્યા પછી ઘણા લોકો પોતાનું સ્ટારડમ સંભાળી નથી શકતા. એવામાં લોકો કલાકારોને ઉપર રહેવા દેતા હોય છે અથવા તો ખૂબ જ ખરાબ રીતે નીચે ઉતારી દે છે. ફિલ્મમાં કામ કરવું સરળ વાત નથી. તેના માટે ઘણો જ પરિશ્રમ કરવો પડતો હોય છે અને પોતાની જાતને સાબિત પણ કરવી પડે છે. પોતાના સ્ટારડમ ઉપર કાબૂ ન મેળવી શક્યા ન હતા આ ૫ બોલીવુડ કલાકારો, શું તમે તેમાંથી કોઈનાં ફેન છો?

શ્રદ્ધા કપૂર

આશિકી-૨ અને એક વિલન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યા પછી શ્રદ્ધા કપૂર પાસે કામની કોઈ જ કમી ન હતી. ગયા વર્ષે શ્રદ્ધા સાહો અને છીછોરે જેવી ફિલ્મમાં પણ નજર આવી હતી, પરંતુ શ્રદ્ધા ઘણીવાર રિયલ લાઇફમાં પોતાના સ્ટારડમ ઉપર કાબૂ નથી મેળવી શકતી. તેમને ફક્ત ફોટોગ્રાફર ઉપર જ નહીં પરંતુ ફેન્સ ઉપર પણ ગુસ્સે થતા જોવામાં આવેલ.

કંગના રનૌત

બોલીવુડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતે પોતાના દમ પર બોલિવુડમાં એક ખાસ જગ્યા બનાવી છે. કંગના પણ પોતાના સ્ટારડમનો ઉપર કાબૂ ન મેળવી શકી અને ઘણીવાર મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢી ચૂકી છે. એટલું જ નહીં પણ કંગના ઘણીવાર પોતાના કો-સ્ટાર સાથે પણ ઝઘડો કરી ચૂકી છે.

રાનું મંડલ

થોડા સમયથી રાનુ મંડલ ઇન્ટરનેટ પર ઘણી જ વાયરલ થઇ રહી છે અને સિંગિંગ ટેલેન્ટ દ્વારા સ્ટાર બની ગઈ છે. ક્યારેક રેલવે સ્ટેશન પર ગાવાવાળી આજે હિમેશ રેશમિયા જેવા મોટા મ્યુઝિક સાથે ગીત ગાઈ રહી છે, તે કોઈ સામાન્ય વાત નથી. સ્ટાર બનતા જ રાનુ મંડલને અભિમાન આવી ગયું હતું કે જાણે ખબર નહીં કે તે શું બની ગઈ છે. સુપર માર્કેટમાં માલસામાન લેવા આવેલી એક મહિલાએ તેની સાથે સેલ્ફી લેવા માટે તેમને ટચ કર્યું, તો ફેન્સ થી દૂર જઈને બોલી “ડોન્ટ ટચ મી, હું સ્ટાર છું.” ત્યાર પછી તો રાનુ મંડલને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી.

પુલકિત સમ્રાટ

જય હો, ફુકરે, સનમ રે જેવી ફિલ્મોમાં જોવા મળેલ પુલકિત સમ્રાટ પણ નાના પડદાથી આવ્યા અને પોપ્યુલર થઈ ગયા. પરંતુ પુલકિત પણ પોતાના સ્ટારડમ ને સંભાળી શક્યા નહીં અને તેમણું વર્તન બિલકુલ બદલાઈ ગયું. એક મીડિયાકર્મી ઉપર તેમણે ન માત્ર ગુસ્સો કર્યો પરંતુ તેના પર હુમલો પણ કરી દીધો. જેના લીધે સોશિયલ મીડિયા પર તેમની ઘણું જ ટ્રોલ કરવામાં આવ્યો.

સુશાંત સિંહ રાજપૂત

બોલીવુડના પોપ્યુલર એક્ટર સુશાંત સિંહ રાજપૂતને એકદમ જ ઘણું સ્ટારડમ મળી ગયું હતું. પહેલા બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું અને પછી બોલીવુડમાં એન્ટ્રી. ફિલ્મ “રાબ્તા” નાં ટ્રેલર લૉન્ચ વખતે સુશાંત સિંહ રાજપૂત પોતાના સ્ટારડમ ઉપર કાબૂ ન રાખી શક્યા અને મીડિયા દ્વારા કરવામાં આવેલ સવાલ ઉપર તેમને ગુસ્સો આવી ગયો. એક મહિલા જર્નલિસ્ટે તેમને માત્ર કુલભૂષણ જાદવ વિશે પૂછી લીધું તો સુશાંત સિંહ રાજપૂત ઘણા જ ગુસ્સે થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *