સુખાસન મુદ્રામાં બેસીને શા માટે ભોજન કરવું જોઈએ, પુર્વજો અનુસાર ખુબ જ ખાસ છે તેનું કારણ

Posted by

વજન ઘટાડવાનો મતલબ માત્ર એક્સરસાઇઝ કે કોઈ સ્પેશિયલ ડાયટને ફોલો કરવાનું નથી હોતું, પરંતુ તે સંપુર્ણ જીવનશૈલીમાં બદલાવ કરી અને બીજી થોડી સારી આદતોનું પાલન કરવા સાથે જોડાયેલું છે. રોચક વાત એ છે કે વજન ઘટાડવું તે વાત પર સંપુર્ણ રીતે નિર્ભર કરે છે કે તમે તમારો ખોરાક કેવી રીતે ખાઓ છો. વિશેષજ્ઞોનાં અનુસાર જમવા દરમિયાન જમીન પર ક્રોસ લેગ કરીને બેસવું તમારા ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં જે લોકો ક્રોસ લેગ એટલે કે પલાઠી મારીને બેસીને જમે છે, તેનું વજન પણ ઝડપથી ઓછું થવા લાગે છે. જમવા દરમિયાન આ મુદ્રામાં બેસવાને સુખાસન કહેવાય છે. વિશેષજ્ઞોનાં અનુસાર જમવા માટે આ એક સારો પોઝ છે.

ભોજનને પચાવવા અને અવશોસીત માટે ફાયદાકારક છે સુખાસન

સુખાસન કે ક્રોસ લેગ સિટેડ પોઝ તમારા ભોજન કરવા દરમિયાન ઘણું સારું માનવામાં આવે છે. યોગ અને ફિટનેસ એક્સપર્ટ જુહી કપુર અનુસાર આ ભોજનને જલ્દીથી પચાવવા, પોષક તત્વોને સારી રીતે અવશોષિત કરવા અને મેટાબોલિઝમને વધારો આપવામાં મદદ કરે છે.

તે કહે છે કે સુખાસન મુદ્રા એક ગેમ ચેન્જર છે. આ મુદ્રામાં બેસવાથી તમે સામાન્ય રીતે ઓછું જમશો, જેનાથી કેલરી ઓછી થશે. તે સિવાય આ મુદ્રામાં બેસીને ભોજન કરવાથી તમારું ધ્યાન તે વાત પર રહે છે કે તમે શું અને કેવી રીતે ખાઈ રહ્યા છો. આ ફોકસ તમને વધારે ખાવાની આદતને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

સુખાસનમાં કેવી રીતે બેસવું

 • સુખાસન મુદ્રામાં બેસવા માટે તમારા પગને વારંવાર ક્રોસ કરી ઘુટણની અંદર થી તરફ વાળો.
 • ઘુટણ બહારની તરફ હોવા જોઈએ. કુલ મેળવીને પલાઠી મારીને બેસી જાઓ. આ દરમિયાન કોશિશ કરો કે ઘુંટણ જમીનને ટચ કરે. આ સમયે તમારી પાટલી પણ ક્રોસ થઈને જાંઘની નીચે હોવી જોઈએ.
 • તમે ઈચ્છો તો હવે તમારી હથેળીને તમારા ખોળામાં કે પછી ગોઠણ પર રાખી શકો છો.
 • જમીન પર બેસી ભોજન કરી દરેક સમયે દરરોજ પગનાં ક્રોસ બદલો. ત્યારે પણ જ્યારે તમે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય.

ઘણા લોકોને આ મુદ્રામાં બેસવામાં મુશ્કેલીનો સામનો કરવા પડે છે. જેમાં કમરનો દુખાવો, ગોઠણનાં જોડાણ, કરોડરજ્જુ નાં હાડકાની સમસ્યા અને સાયટિકા સામેલ છે. જુહી કપુર કહે છે કે જો તમે સુખાસન કરી જમીન પર નથી બેસી શકતા તો તમે સરળ સિદ્ધાસનમાં બેસી શકો છો. ખાસ રીતે સ્લિપ ડિસ્કની સમસ્યા સામે લડી રહેલા લોકોએ સુખાસન વિકલ્પ અપનાવવો જોઈએ નહિ. તો જાણો કે શું છે સિદ્ધાસન.

શું છે સિદ્ધાસન

સિદ્ધાસન ઋષિ-મુનિ, તપસ્વી દ્વારા ધ્યાન લગાવવા માટે કરવામાં આવે છે. આ આસનને કરવાથી શરીર અને મન બંનેને ઘણો ફાયદો થાય છે. યોગ વિજ્ઞાન અનુસાર ધ્યાન લગાવવા માટે આ આસન ઘણું શક્તિશાળી છે. તેને કરવાથી ફક્ત શરીરની મુદ્રામાં સુધાર નથી થતો, પરંતુ કરોડરજ્જુ નાં હાડકાને પણ ઘણો ફાયદો પહોંચે છે.

સિદ્ધાસન કેવી રીતે કરવું

 • સૌથી પહેલા જમીન પર બેસી જાવ.
 • પેરીનીયમ ઉપર એક પગને ઉપરની તરફ રાખતા રાખો.
 • બીજી એડી આંશિક રૂપ થી પહેલી એડી પર રાખો, જેમાં તમારા હાથ તમારા ઘુંટણ પર હોય. ધ્યાન રાખો આ દરમિયાન કોણીને વાળવાથી બચો.
 • કરોડરજ્જુ સીધી રાખો. જણાવી દઈએ કે આ પ્રાણાયામ અને ધ્યાન કરવાની સૌથી સારી મુદ્રા છે.

સિદ્ધાસનનાં ફાયદા

 • તે તમારા પગના સામેવાળા ભાગને સ્ટ્રેચ કરે છે.
 • ઘણાં મસલ્સ એટલે કે પાટલીને મજબુત બનાવે છે. કાફ ને ટોન કરવાથી શરીરની લોઅર બોડીને મજબુતી મળે છે.
 • આ મુદ્રામાં બેસીને કમરની માંસપેશીઓ મજબુત થાય છે. જે કુલ્હાનાં લચીલાપણને સારું બનાવવામાં હેલ્પ કરે છે.
 • કરોડરજ્જુનાં હાડકાંને મજબુતી પ્રદાન કરવા માટે આસન સારુ માનવામાં આવે છે.
 • શરીરમાં તણાવ અને ચિંતાનાં સ્તરને ઓછું કરવા માટે આ મુદ્રામાં બેસવું ઘણું જરૂરી છે.
 • સુખાસનની જેમ સિદ્ધાસન કુલ્હા અને જાંઘના જોઇન્ટ ને પણ સ્ટ્રેચ કરે છે.
 • આ યોગ એક સારો હિપ ઓપનર છે. કારણકે અહીં તમારી પીઠનાં નીચેના ભાગને હિપ નાં ભાગને મજબુત બનાવવાનું કામ કરે છે.

સુખાસનમાં બેસીને ભોજન કરવું તે દરરોજ કરવાવાળો એક નાનો પ્રયાસ છે. વિકલ્પ તરીકે તમે સિદ્ધાસન કરી શકો છો. આ બંને જ તમને ફિટ રાખવામાં મદદ કરશે. સુખાસન કરતા સમયે આ વાતનું ધ્યાન રાખો કે દરરોજ પગનાં ક્રોસને બદલતા રહો. સારા રીઝલ્ટ માટે દૈનિક આધાર પર આ અભ્યાસને શરૂ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *