સુંદર એક્ટ્રેસ તાપસી પન્નુ આ વ્યક્તિ સાથે કરી શકે છે લગ્ન! બહેને કહ્યું – લગ્નની જગ્યા પણ થઈ ગઈ છે ફાઇનલ

Posted by

“લગ્ન” આ શબ્દ સાંભળીને જ દરેક લોકો ઉત્સાહિત થઈ જાય છે. પછી લગ્ન પોતાના હોય કે બીજા કોઈના. તેને જોવા કે તેમાં સામેલ થવાની અલગ જ મજા હોય છે. બોલીવુડનાં લગ્ન પણ ફેન્સ વચ્ચે ઘણા પોપ્યુલર રહે છે. ફેન્સ પોતાના પસંદગીના કલાકારનાં લગ્નની આતુરતા થી રાહ જુએ છે. હાલનાં દિવસોમાં બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ નાં લગ્નને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.

“ચશ્મે બદુર” ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરવા વાળી તાપસી પન્નુ ને આપણે બધા બેબી, પિન્ક અને શબાના જેવી ફિલ્મોમાં જોઈ ચુક્યા છીએ. છેલ્લી વખત તેમને “દિલબર હસીના” માં જોવામાં આવી છે. તાપસી પણ ધીરે ધીરે બોલીવુડની ટોપ અભિનેત્રીઓની લિસ્ટ માં જગ્યા બનાવતી જઈ રહી છે. તેમની ફેન ફોલોઈંગ પણ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તાપસી ઘણી એક્ટિવ રહે છે. તે અહી બેડમિન્ટન પ્લેયર મેથિયસ બો સાથે પણ ઘણી બધી રોમેન્ટિક ફોટો શેર કરતી રહે છે.

ખબર પ્રમાણે તો તાપસી બેડમિન્ટન પ્લેયર મેથિયસ બો ને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. એજ કારણ છે કે ફેન્સ બંનેના લગ્નને લઈને અનુમાન લગાવી રહ્યા છે. વળી તાપસી એ પોતાના લગ્નને લઈને મૌન નથી તોડ્યું, પરંતુ તેમની બહેન શગુન પન્નુ એ આ ટોપિક વિશે જરૂર વાત કરી છે. હકીકતમાં તાપસી ની બહેન શગુને હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, તેમણે તાપસી માટે વેડિંગ વેન્યુ જોઈ લીધું છે.

હકીકતમાં તાપસી ની બહેન એક વેડિંગ પ્લાનર પણ છે. તાપસી નાં લગ્નને લઈને તેમણે જણાવ્યું કે “મે લગ્ન માટે ઘણી બધી જગ્યા જોઈ રાખી છે. તેના માટે મેં રેકી પણ કરી છે.” જોકે આ વચ્ચે તાપસી બોલી પડે છે કે “હવે બસ એ નક્કી કરવાનું છે કે લગ્ન કરવા છે કે નથી કરવા.”

ત્યારબાદ તાપસી અને શગુન કહે છે કે હાલમાં બંને લગ્નને લઇને કંઇ પણ નથી વિચાર્યું. જોકે તેમના માતા-પિતાની ઈચ્છા છે કે બંને બહેનોમાંથી ઓછામાં ઓછી એક નાં લગ્ન થાય. આ વિશે શગુન જણાવે છે કે “અમારા માતા-પિતા રાહ જોઈ રહ્યા છે કે અમારા બંને માંથી કોઈ એકનાં લગ્ન થઈ જાય. કોઈ એક તો એના માટે રેડી થઈ જાય. તેમને લાગે છે કે તાપસી તો લગ્ન નથી કરવાની. તે એના માટે રાજી થશે નહીં, તેવામા તેઓ ઈચ્છે છે કે હું લગ્ન વિશે જરૂર વિચારું.”

આ પહેલા પણ એક ઇન્ટરવ્યુંમાં તાપસી એ કહ્યું હતું કે મારા માતા-પિતાને ડર છે કે હું ક્યારેય લગ્ન નથી કરવાની. તેવામાં તેઓ કહે છે કે, “તું પ્લીઝ લગ્ન કરી લે, કોઈ સાથે પણ કરી લે, પરંતુ બસ કરી લે. તેમને એ ટેન્શન છે કે હું ક્યારેય લગ્ન માટે રેડી નહીં થઈશ. જો કે તાપસીનું કહેવાનું છે કે તે ક્યારેય એવા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે, જેને તેમના પેરન્ટ્સ પસંદ ન કરતા હોય. તે પોતાના રિલેશનશિપને લઈને પણ ટાઇમપાસ નથી કરતી.

કામની વાત કરીએ તો આપણે તાપસીને ખુબ જ જલ્દી રશ્મિ રોકેટ, લુપ લપેટા, દોબારા, સાબાશ મીઠુ અને બ્લર જેવી ફિલ્મોમાં જોઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *