એવા ઘણા સિંગર રેપર છે, જેમણે પોતાની બહેતરીન ગાયકી થી લોકોને નાચવા માટે મજબૂત બનાવી દીધા હોય. આવા જ મશહૂર સિંગર માંથી એક છે યો-યો હની સિંહ. જેમણે હાઇ હિલ્સ, બ્લૂ આઈઝ, ડોપ શોપ, લૂંગી ડાન્સ, દેશી કલાકાર, અંગ્રેજી બીટ જેવા એકથી એક ચડિયાતા ગીતો બનાવીને ફક્ત દેશને જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને નાચવા માટે મજબૂર કરી દીધા હતા. આ ગીતોને કારણે જ હનીસિંગને ખાસી ઓળખાણ મળી હતી.
વળી મોટા ભાગના લોકો તો યો-યો હની સિંહ વિશે સારી રીતે જાણતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો એવા હશે જે તેમની અંગત જિંદગી વિશે જાણકારી રાખતા હશે. હકીકતમાં તમને જણાવી દઈએ કે હની સિંહ પરિણીત છે અને તેમની પત્ની તેમના સ્કૂલના સમયથી જ તેમનો પ્રેમ છે. આજે આપણે હની સિંહની પત્ની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જો આપણે હની સિંહની પત્ની વિશે વાત કરીએ તો હની સિંહની પત્ની દેખાવમાં ખૂબ જ વધારે સુંદર છે. હની સિંહની પત્નીનું નામ શાલિની તલવાર છે. શાલિની ભારતનાં લોકપ્રિય સંગીત નિર્દેશક અને ગાયક યો-યો હની સિંહની પત્ની છે. હની સિંહ અને શાલિનીએ પોતાના સ્કૂલનો અભ્યાસ એક સાથે પૂરો કર્યો છે અને બંને સારા મિત્રો પણ છે. ફક્ત એટલું જ નહીં, આ બંને સ્કૂલના સમયથી જ એકબીજાને પસંદ કરતા હતા અને એકબીજાને ડેટ પણ કરતા રહ્યા છે.
હની સિંહ પોતાના સ્કૂલની શિક્ષા પૂર્ણ કર્યા બાદ લંડન ચાલ્યા ગયા હતા. પરંતુ બ્રિટનથી આવ્યા બાદ પણ હનીસિંહ શાલિનીને ભૂલી શક્યા ન હતા. જ્યારે હની સિંહને સફળતા પ્રાપ્ત થઈ અને તેઓ સમગ્ર દેશમાં મશહુર થઈ ગયા, તો ત્યારબાદ તેઓએ શાલીની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પોતાના લગ્નની વાત હની સિંહ દુનિયાથી છુપાવીને રાખી હતી. કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેમના લગ્નના સમાચાર કોઈને પણ માલૂમ પડે. તેનાથી હની સિંહની લોકપ્રિયતા યુવતીઓની વચ્ચે ઓછી થઈ શકે છે.
હની સિંહ અને શાલિની એ ૨૩ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ લગ્ન કર્યા હતા. શાલિની દિલ્હીના પંજાબી પરિવારથી સંબંધ ધરાવે છે. હની સિંહે શીખ પરંપરાથી લગ્ન કર્યા છે. આ બંનેના લગ્ન દિલ્હીની બહારનાં વિસ્તારમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં થયા હતા. લગ્નના જે પણ રીતિરિવાજો હોય છે તે બધા જ રિવાજો દિલ્હીમાં સ્થિત સરોજિની નગરનાં પવિત્ર ગુરુદ્વારમાં પૂરા કરવામાં આવ્યા હતા. હની સિંહે પોતાના શો ઇન્ડિયન રોકસ્ટાર દરમિયાન દુનિયાને પોતાની પત્નીની ઓળખ કરાવી હતી. કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જે આ પહેલા હની સિંહના લગ્ન વિશે જાણતા હશે.
હની સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમની પત્ની શાલિની તેમના ગીતોને પસંદ કરતી ન હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે શાલિનીને મારા ગીતો બિલકુલ પસંદ આવતા ન હતા. મને એવું લાગે છે કે તે આ ગીતોને નફરત કરે છે, પરંતુ શાલિનીએ ક્યારેય મને એવું કહ્યું નથી. શાલિની મોટાભાગે રોમેન્ટિક ગીતો સાંભળવાનું પસંદ કરે છે, જે અત્યાર સુધી ક્યારેય ગાયા નથી. વળી જોવામાં આવે તો હની સિંહની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની આગળ બોલિવૂડની મોટી-મોટી અભિનેત્રીઓ પણ ફેલ થઈ જાય છે. તમે આ તસવીરો જોઇને તે વાતનો અંદાજો લગાવી શકો છો.