દયાબેનને લઈને સોસાયટીમાં પહોંચ્યો સુંદરલાલ, ખુશીથી ઝુમી ઉઠયા ગોકુલધામવાસી, વિડીયોમાં જુઓ દયાબેનની એન્ટ્રી

Posted by

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો માં તે સમય આવી ગયો છે જેની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દયાબેન ની શો માં ફરીથી એન્ટ્રીને લઈને ફેન્સ ખુબ જ ઉત્સાહિત હતા અને હવે એ સમય આવી જ ગયો છે, એવું સમજી લો. દયાબેન ને લઈને સોસાયટીમાં સુંદરલાલ પહોંચી ગયા છે અને આ ખુશીમાં સમગ્ર ગોકુલધામ વાસી ઝુમી રહ્યા છે. પરંતુ જેઠાલાલ ની ખુશી નું ઠેકાણું નથી અને તે ખુશીથી પાગલ બની ગયેલ છે.

Advertisement

જલ્દી બધાની સામે હશે દયાબેન

દયાબેન ની ગોકુલધામ માં એન્ટ્રી થઈ ચુકી છે. અમદાવાદથી સુંદરલાલ દયાબેન ને લઈને મુંબઈ આવી ચુકેલ છે. તેઓ કારમાં બેસેલા છે અને સુંદરલાલ આ ખુશખબરી બધાને આપી રહેલ છે. વળી જેઠાલાલ ખુબ જ આતુર છે અને તેઓ ખુબ જ જલ્દી દયાબેન ને મળવા માંગે છે અને તેને જોવા માંગે છે. ગોકુલધામ વાસી પણ આરતી ની થાળી લઈને સંપુર્ણ રીતે તૈયાર છે, જેથી તેઓ દયાબેન નું ભવ્ય સ્વાગત કરી શકે.

પરંતુ આ શું સુંદરલાલ જેઠાલાલ ને શા માટે રોકી રહેલ છે? આખરે શું કારણ છે? ક્યાંક આ સુંદરલાલનો કોઈ પ્લાન તો નથી ને? ક્યાંક સુંદરલાલ દર વખતે ની જેમ આ વખતે પણ કોઈ ગરબડ કરી રહેતો નથી ને? અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પાછલા એપિસોડમાં સુંદરલાલે પોતે કહ્યું હતું કે તેઓ દયાબેન ને લઈને મુંબઈ આવી શકશે નહીં. તેવામાં પુરી સંભાવના છે કે સુંદરલાલ કોઈ મોટી ગરબડ કરી શકે છે. બની શકે છે કે કારમાં દયાબેન ને બદલે અન્ય કોઈ હોય, જેને સુંદરલાલ દયાબેન બનાવીને લાવેલ હોય.

દયાબેન નુ હાલમાં શો માં પરત ફરવું શક્ય નથી

હાલમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે શો માં દયાબેન નુ કિરદાર ફરીથી નજર આવનાર છે, તો ફેન્સ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. પરંતુ ખુબ જ જલ્દી તેમની અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. કારણ કે હાલમાં જ દિશા વાકાણી એ દીકરાને જન્મ આપ્યો છે અને હાલમાં તેમની શો માં ફરવાની કોઈ સંભાવના નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published.