સુંદરતા અને ગ્લેમરમાં દિશા પટણીને પણ ટક્કર આપી રહી છે તારા સુતરીયા, જન્મદિવસ પર શેયર કર્યા જોરદાર ફોટોઝ

કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર – ૨” થી ડેબ્યૂ કરવા વાળી તારા સુતરિયા હવે બોલીવુડની જાણીતી ઍક્ટ્રેસ બની ગઈ છે. તારા સુતરિયા સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ “મરજાવા” માં નજર આવી હતી. તેમાં તેણે એક મુંગી યુવતીનું કિરદાર નિભાવ્યું હતું, જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. ફિલ્મો સિવાય તારા સુતરિયા આદર જૈન સાથે પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે.

તારા સુતરિયાએ પોતાનો હાલમાં જ પોતાનો ૨૫મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર તે માલદિવ્સ માં પોતાના બોયફ્રેન્ડ આદર જૈન સાથે નજર આવી હતી. આ દરમિયાન તારાનો બોલ્ડ અંદાજ પણ જોવા મળ્યો હતો. તારાની સુંદર અને ગ્લેમરસ તસ્વીરો જોઈને લોકો તેની તુલના દિશા પટની સાથે કરવા લાગ્યા હતા. જણાવી દઈએ કે ૧૯મી નવેમ્બરનાં રોજ તારા નો જન્મદિવસ હતો અને આ દિવસને તેમણે આદર જૈન સાથે સેલિબ્રેટ કર્યો.

હકીકતમાં માલદિવ્સ માં તારા સુતરિયાએ પોતાનો એક બોલ્ડ ફોટો શેયર કર્યો છે. ત્યારબાદ તે લાઇમ લાઇટમાં આવી ગઈ છે. ઍક્ટ્રેસે જે ફોટો શેયર કર્યો છે, તેમાં તે લાલ રંગ નાં ટુ પીસમાં જોવા મળી રહી છે. આ તસ્વીરમાં તે સમુદ્ર કિનારે પોઝ આપી રહી છે. આ તસ્વીરમાં લોકોને તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે, જે તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

તારા સુતરિયાનાં આ ફોટો પર ફેન્સ તાબડતોબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફોટોમાં તારાનુ પરફેક્ટ ફિગર પણ જોવા મળી રહ્યું છે, જેની પ્રશંસા કરીને ફેન્સ થાકી રહ્યા નથી. પોતાની ફોટો શેયર કરતા તારે કેપ્શનમાં લખ્યું છે “બીચ/બર્થડે બેબી”. વળી તારા સાથે વેકેશન એન્જોય કરી રહેલ આદર્શ જૈન દ્વારા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો છે. આદરનો આ ફોટો પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આદર જૈન દ્વારા જે ફોટો શેયર કરવામાં આવ્યો છે, તેમાં તેણે બ્લુ શોર્ટ્સ પહેરેલ છે. તારા નાં જન્મદિવસ પર આદર જૈને તેનો એક જુનો ફોટો શેયર કરતા જન્મદિવસની શુભકામના આપી છે. તારા નો આ ફોટો શેયર કરતા આદરે લખ્યું છે કે “હેપી બર્થ ડે, પ્રિન્સેસ”. જોકે આ પહેલી વખત નથી જ્યારે આદરે તારા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હોય. તારા અને આદર અવાર-નવાર એકબીજાની તસ્વીરો શેયર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો “સ્ટુડન્ટ ઓફ ધ યર – ૨” અને “મરજાવા” બાદ તારા અહાન શેટ્ટી સાથે ફિલ્મ “તડપ” માં જોવા મળશે. તે અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ હશે. તે તેલુગુ ફિલ્મ RX 100 ની રિમેક છે. ટાઇગર શ્રોફની સાથે ડેબ્યુ કરવા વાળી તારા સુતરિયા આ ઇન્ડસ્ટ્રીમાં નવી નથી. તે બાળપણમાં ડિઝની ચેનલનાં બીગ બડા બુમ, ધ સ્વીટ લાઇફ ઓફ કરન એન્ડ કબીર, બેસ્ટ ઓફ લક નિક્કી અને ઓય જસ્સી જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.