સુંદરતામાં બોલીવુડની ટોપ એક્ટ્રેસને પણ જોરદાર ટક્કર આપે છે સંજય દત્તની પહેલી પત્ની, તમે ક્યારેય નહીં જોઈ હોય તેની તસ્વીરો

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા કલાકાર છે, પરંતુ અમુક કલાકાર એવા છે જે પોતાના અભિનય અને પોતાના કોઈને કોઈ ખાસ અંદાજ થી લોકોના દિલમાં જગ્યા બનાવી રાખે છે. આવા કલાકારોમાંથી એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મશહુર અભિનેતા સંજય દત્ત છે. સંજય દત્ત ઇન્ડસ્ટ્રીમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે મશહુર છે. હાલના સમયમાં પણ સંજય દત્તના ચાહનારા લોકો ની કોઈ કમી નથી .સંજય દત્ત ની ફિલ્મ લોકો જોવાનું ખુબ જ પસંદ કરે છે અને તેઓ અભિનેતાના અભિનયની ખુબ જ પ્રશંસા પણ કરે છે.

સંજય દત્ત ફિલ્મોમાં પોતાના દરેક કિરદારને ખુબ જ સારી રીતે નિભાવે છે. તેમણે લગભગ દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના દરેક કિરદારથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. કોમેડી ફિલ્મ હોય કે રોમાન્સ ફિલ્મ કે પછી એક્શન ફિલ્મ, સંજય દત દરેક કિરદારને નિભાવવામાં ખુબ જ હોશિયાર છે અને અભિનેતા અને લોકોનો ખુબ જ પ્રેમ પણ મળ્યો છે.

સંજય દત્તે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપેલી છે અને તેઓ પોતાની ફિલ્મોને લઈને હંમેશા ચર્ચામાં છવાયેલા છે, પરંતુ સંજય દત્ત અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેલા છે. વળી જોવામાં આવે તો સંજય દત્તનું જીવન વિવાદોથી ઘેરાયેલ રહેલું છે. સંજય દત્તના ફેન્સ તેમના દરેક અંદાજ પર ફીદા છે. પરંતુ સંજય દત્ત ની પ્રેમ કહાનીઓ પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. આજે અમે તમને સંજયદત ની પહેલી પત્ની વિશે જણાવીશું. સંજય દત્ત ની પહેલી પત્ની સુંદરતાની બાબતમાં બોલીવુડની બધી જ અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપે છે.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સંજય દત્તનું નામ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચુક્યું છે, પરંતુ સંજુબાબાનું દિલ અભિનેત્રી રિચા શર્મા પર આવી ગયું હતું. એવું જણાવવામાં આવે છે કે સંજય દત્ત ને પહેલી નજર માં ઋચા શર્મા સાથે પ્રેમ થઈ ગયો હતો. ખબરો અનુસાર સંજય દત્ત અને ઋચા શર્મા ની મુલાકાત ફિલ્મના એક સેટ ઉપર થઈ હતી અને અહીંયા થી વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે ઋચા શર્મા પણ એક અભિનેત્રી હતી અને તેની સુંદરતા પાછળ લાખો લોકો દીવાના હતા. તે સમય દરમિયાન રોજા શર્મા નો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતી સમય ચાલી રહ્યો હતો. પરંતુ સંજય દત્તની સાથે સંબંધમાં આવ્યા બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ ૧૯૮૭માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.

સંજય દત્ત અને ઋચા શર્માનુ લગ્ન જીવન લાંબો સમય માટે ખુશહાલ રહી શક્યું નહીં. તમને જણાવી દઈએ કે ઋચા શર્માને બ્રેઇન ટયુમર ની બીમારી વિશે જાણવા મળ્યું હતું. તેના ઈલાજ માટે તે અમેરિકા ગઈ હતી અને આ દરમિયાન સંજય દત્ત ભારત અને અમેરિકાનાં ચક્કર લગાવતા હતા. સંજય દત્ત અને ઋચા શર્માની એક દીકરી ત્રિશલા પણ છે.

જ્યારે ઋચા શર્માનો અમેરિકામાં ઈલાજ ચાલી રહ્યો હતો ત્યારે સંજય દત્તનું નામ બોલીવુડની મશહુર અભિનેત્રી માધુરી દીક્ષિત ની સાથે જોડાઈ ગયું હતું. ખબરો અનુસાર એવું જણાવવામાં આવે છે કે ઋચા શર્માને માધુરી દીક્ષિત અને સંજય દત્તનાં અફેરની વાત જ્યારે જાણવા મળી તો ત્યારે તે આઘાતમાં આવી ગઈ હતી અને બાદમાં ઋચા શર્માએ ૧૦ ડિસેમ્બર, ૧૯૯૬નાં રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *