સુંદરતામાં દિવ્યા ભારતીને પણ ઝાંખી પાડે છે તેની બહેન કાયનાત, ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ

Posted by

વ્યક્તિની સુંદરતા એમના ઘરવાલા થી જ મળે છે અને ક્યારેક ક્યારેક આપણામાંથી કોઇ એક મેમ્બરને જોઈને ખબર લાગે છે કે આખો પરિવાર કેવો હશે. બોલીવુડમાં જ્યારે પણ સુંદરતાની વાત થાય છે તો આપણે એક્ટ્રેસ દિવ્યા ભારતીને કેવી રીતે ભુલી શકીએ. તેની સુંદરતાની ટક્કર શ્રીદેવી સાથે હતી અને એક વર્ષ ઇન્ડસ્ટ્રીમાં રહેવા દરમિયાન એમનો ક્રેઝ સામાન્ય લોકો સાથે જ ફિલ્મ મેકર્સ પર પણ ચડવા લાગ્યો હતો. દિવ્યા ભારતીની સુંદરતાને ટક્કર આપે છે એની બેન કાયનાત. શું તમે જોયા છે એના ફોટા?

દિવ્યા ભારતી ની સુંદરતાને ટક્કર આપે છે એની બેન કાયનાત

બોલીવુડમાં જેટલી પણ સુંદર અભિનેત્રી છે એમને એમના ટેલેન્ટ અને સુંદરતા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. એવી જ હતી ૯૦નાં દશકની સુંદરતાથી પરિપૂર્ણ દિવ્યા ભારતી, જે આજે આપણી વચ્ચે નથી. ફિલ્મોમાં આવવાના એક વર્ષ પછી જ એમનું  શંકાસ્પદ રીતે નિધન થઈ ગયું, જેનો ખુલાસો આજે પણ થઇ શક્યો નથી. વર્ષ ૧૯૯૩માં એમનું નિધન ૮ માળની ઇમારતથી પડીને થઈ ગયું હતું અને આજ સુધી કોઈને ખબર નથી લાગ્યું કે એવું કેવી રીતે થયું. તેમણે પોતાની જીવન ટુંકાવી લીધું કે પછી આ કોઈ કાવતરું હતું, યતે સમગ્ર કેસ રફેદફે થઈ ગયો.

વળી, હવે છેલ્લા થોડા દિવસોમાં એમની બહેન કાયનાત અરોડા ની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સુંદરતાની બાબતમાં દિવ્યાની નાની બહેન કાયનાત અરોડા પણ એનાથી ઓછી નથી.

કાયનાત દેખાવમાં ઘણી સુંદર છે અને એમણે પંજાબી ફિલ્મમાં દ્વારા કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી છે.

વર્ષ ૨૦૧૩માં આવેલી બોલીવુડ ફિલ્મ “ગ્રાન્ડ મસ્તી” માં કાયનાત અરોડા નજર આવી ચૂકી છે. આ ફિલ્મમાં એમણે પોતાનો ડેબ્યુ કર્યો હતો. કાયનાતે તેની પહેલી ફિલ્મથી જ લોકોના દિલ જીતી લીધા અને દર્શકોએ પણ એમને ઘણી પસંદ કરી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩૬ કરોડનો કારોબાર કર્યો હતો.

હવે હાલમાં જ કયામતની થોડી બીજી દિલકશ ફોટો સામે આવી છે, જેમાં તે ખુબ જ ગ્લેમરસ નજર આવી રહી છે.

કાયનાત અરોડાએ ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ રહે છે.

કાયનાત સોશિયલ મીડિયા પર પોતાની ફોટો પોતાના ફેન્સ માટે શેર કરતી રહે છે, જેને ઘણા લાઈક અને કોમેન્ટ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *