સુંદરતામાં કોઈ એક્ટ્રેસથી બિલકુલ ઓછી નથી આફતાબ શિવદાસાની ની પત્ની, તસ્વીરો જોઈને ભાન ભુલી જશો

Posted by

હિન્દી સિનેમાનાં જાણીતા અભિનેતા આફતાબ શિવદાસાની નો હાલમાં જ ૪૩મો જન્મદિવસ હતો. આફતાબ શિવદાસાની બૉલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનો જન્મ વર્ષ ૧૯૭૮માં મુંબઈમાં થયો હતો. તો ચાલો તમને આ હેન્ડસમ અભિનેતા જન્મદિવસનાં અવસર પર અમુક ખાસ વાતો જણાવીએ.

તે બાબત વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે કે આફતાબ શિવદાસાની બાળપણથી જ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે. તેમણે હિંદી સિનેમામાં બાળ કલાકારનાં રૂપમાં પણ કામ કરેલું છે. દરેકનાં જીવનમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે, પછી તે કોઈપણ ફિલ્મ અભિનેતા હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ. આફતાબ શિવદાસાની સાથે પણ કંઈક આવું જ થયું છે. તે બોલીવુડમાં કોઇ મોટું નામ તો બનાવી શક્યા નહીં, પરંતુ લોકોએ તેમના કામને પસંદ કરેલું છે.

આફતાબ શિવદાસાની ની ગણતરી હિન્દી સિનેમાનાં તે અભિનેતાઓમાં થાય છે જેમણે બોલીવુડમાં બાળ કલાકારના રૂપમાં પણ કામ કર્યું છે. તે વાત ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે આફતાબ શિવદાસાની એ હિન્દી સિનેમાની સુપરહિટ ફિલ્મ “મિસ્ટર ઈન્ડિયા” માં કામ કરેલું છે.

આ ફિલ્મમાં તેઓ બાળ કલાકારના રૂપમાં જોવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૮૭માં આવેલી આ ફિલ્મમાં અનિલ કપુર, શ્રીદેવી અને અમરીશ પુરી જેવા દિગ્ગજ કલાકારોએ મહત્વની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મ દરમિયાન આફતાબ ની ઉંમર ફક્ત ૯ વર્ષ હતી.

મિસ્ટર ઈન્ડિયા માં કામ કર્યા બાદ આફતાબ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મો પણ હિસ્સો રહેલા છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ “શહેનશાહ” માં આફતાબ ને જોવામાં આવેલ હતા. વર્ષ ૧૯૮૮માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં આફતાબ શિવદાસાની એ અમિતાભ બચ્ચનના બાળપણનું કિરદાર નિભાવ્યું હતું. ત્યારબાદ આફતાબ ને અવ્વલ નંબર, ચાલબાજ અને ઈન્સાનિયત જેવી ફિલ્મોમાં જોવામાં આવેલ.

૨૧ વર્ષની ઉંમરમાં લીડ એક્ટરનાં રૂપમાં ડેબ્યુ

આફતાબે ફક્ત ૨૧ વર્ષની ઉંમરમાં હિન્દી સિનેમામાં પગલાં રાખ્યા હતા. તેમની લીડ એક્ટરનાં રૂપમાં પહેલી ફિલ્મ “મસ્ત” હતી. નિર્દેશક રામ ગોપાલ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ વર્ષ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે જાણીતી અને સુંદર અભિનેત્રી ઉર્મિલા માંતોડકર હતી.

જણાવી દઈએ કે ફિલ્મ સુપરહિટ સાબિત થતાં ની સાથે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે આફતાબ ને બેસ્ટ મેલ ડેબ્યુ અને મોસ્ટ પ્રોમિસિંગ ન્યુકમર જેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.

આફતાબ શિવદાસાની હિન્દી સિનેમા ની ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ મસ્ત, કસુર અને હંગામા જેવી ફિલ્મોને છોડી દેવામાં આવે તો તેમની અન્ય કોઈ ફિલ્મ વધારે સફળ બની શકી નહીં. જણાવી દઈએ કે આ ફિલ્મોમાં પણ તેઓ સોલો રોલમાં હતાં.

અહીં આગળ જઈને તેઓ લવ કે લિયે કુછ ભી કરેગા, પ્યાર ઇશ્ક ઓર મહોબ્બત, કોઈ મેરે ડિલ સે પુછે, ક્યાં યહી પ્યાર હે, આવારા પાગલ દિવાના અને પ્યાસા જેવી ફિલ્મોનો હિસ્સો રહેલા છે, જેને સામાન્ય રિસ્પોન્સ મળ્યો હતો.

ફિલ્મમાં ફ્લોપ થવાને કારણે આફતાબ કોમેડી ફિલ્મોનો પણ હિસ્સો રહ્યા હતા. તેમાં ગ્રાન્ડ મસ્તી અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો શામેલ છે. આફતાબ પ્રોડક્શન હાઉસ અને અન્ય બીજી ઇવેન્ટ દ્વારા સારા પૈસા કમાણી કરી લે છે.

તે પોતાના પરિવારની સાથે મુંબઈમાં રહે છે. વર્ષ ૨૦૧૪માં ૩૮ વર્ષની ઉંમરમાં આફતાબ શિવદાસાનીએ નિન દુસંજ સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેની ૧૦ મહિનાની એક દીકરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *