સુનિલ શેટ્ટીનું ફાર્મહાઉસ કોઈ મહેલથી બિલકુલ પણ ઓછું નથી દેખાતું, જુઓ ફાર્મહાઉસની અંદરની શાનદાર તસ્વીરો

Posted by

હિન્દી સિનેમાનાં જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીએ ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. ભલે તેઓ પોતાના સમકાલીન કલાકારોનાં પ્રમાણમાં એક મોટું નામ ન મેળવી શક્યા હોય પરંતુ દર્શકોએ સુનિલ શેટ્ટી ને પસંદ કર્યા છે અને તેમના કામના વખાણ પણ કર્યા છે. સુનીલ શેટ્ટી હવે ફિલ્મોમાં લીડ કલાકારનાં રૂપમાં જોવા નથી મળતા. જોકે તેમ છતાં તેમની લોકપ્રિયતામાં કોઈ ઉણપ નથી આવી.

સુનીલ શેટ્ટી પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે અને તે એક આલીશાન જીવન જીવે છે. મુંબઈમાં તેઓ પોતાના પરિવાર સાથે એક આલીશાન ઘરમાં રહે છે. જ્યારે સુનિલ શેટ્ટીની પાસે ખંડાલામાં એક ખુબ જ આલીશાન ફાર્મ હાઉસ પણ છે. જ્યાં તેઓ હંમેશા વેકેશન કરવા જાય છે અને આ જગ્યા સુનિલ શેટ્ટીને પણ ખુબ જ પસંદ આવે છે. આવો આજે તમને સુનીલ શેટ્ટીના લક્ઝરી ફાર્મ હાઉસ ની સફર કરાવીએ.

સુનિલ શેટ્ટીને ઘણીવાર પોતાના પરિવાર સાથે આ મનમોહક જગ્યા પર સમય વિતાવતા જોવામાં આવે છે. સુનીલ શેટ્ટીનાં આ ફાર્મહાઉસથીથી ખુબ જ સુંદર નજારો જોવા મળે છે.

જાણકારી પ્રમાણે સુનીલ નું ફાર્મ હાઉસ ૬,૨૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે. અહીં જરૂરિયાતની દરેક વસ્તુ રહેલ છે. તેમા સુનીલ શેટ્ટીએ પ્રાઇવેટ ગાર્ડન, સ્વિમિંગ પુલ, ડબલ હાઇટ લિવિંગ રૂમ, ૫ બેડરૂમ, કિચન વગેરે બનાવેલ છે.

સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસની ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે તે ખુબ જ આલીશાન બન્યું છે અને સાથે ખુબ જ સુંદર પણ છે. તે ફાઈવ સ્ટાર હોટલને પણ જોરદાર ટક્કર આપે છે.

સુનિલ શેટ્ટીએ તેને નેચરલ બ્યુટીને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યુ છે. સનરાઈઝ અને સનસેટ પણ તેની સુંદરતાને વધારી દે છે.

સુનીલ શેટ્ટી એ આ ફાર્મ હાઉસમાં ખુબ જ સુંદર લક્ઝરી ફોટા લગાવ્યા છે, તો વળી ગાર્ડન એરિયા પણ શાનદાર છે. અહીં ઘણા બધા કુતરા પણ છે.

ફાર્મ હાઉસ ની સુંદરતા, સજાવટ અને લક્ઝરી વસ્તુ બધું સ્પષ્ટ કરે છે કે સુનિલ એ તેના પર કેટલા પૈસા ખર્ચ કર્યા છે.

બીજી તરફ ઉપરથી જોવા પર પણ ફાર્મ હાઉસ ઘણું સુંદર દેખાય છે. જ્યારે તેમાં રહેલા સ્વિમિંગ પુલની સુંદરતા તેમાં વધારો કરી દે છે.

જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીએ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૨માં ફિલ્મ “બલવાન” થી કરી હતી. તેઓ પોતાની લગભગ ૨૯ વર્ષની કારકિર્દીમાં ૧૧૦ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમની પ્રમુખ ફિલ્મોમાં દિલવાલે, અંત, ગોપીકિશન, કૃષ્ના, રક્ષક, બોર્ડર, ભાઈ, હેરાફેરી જેવી ફિલ્મો શામેલ છે.

સુનીલ શેટ્ટીના અંગત જીવન વિશે વાત કરીએ તો સુનિલ શેટ્ટીએ હિન્દી સિનેમામાં પગલાં રાખવા પહેલા જ વર્ષ ૧૯૯૧માં લગ્ન કરી લીધા હતા. તેમની પત્નીનું નામ માના શેટ્ટી છે. લગ્ન પહેલા બન્નેએ લગભગ ૮ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીની પત્ની માના નું સાચું નામ માના કાદરી છે. પહેલાં તે મુસ્લિમ હતી. પરંતુ સુનિલ સાથે લગ્ન બાદ તેમણે હિંદુ ધર્મ સ્વીકાર કરી લીધો.

સુનીલ અને માના બે બાળકોના માતા-પિતા છે. દીકરીનું નામ અથિયા શેટ્ટી જ્યારે દીકરાનું નામ અહાન શેટ્ટી છે.

જણાવી દઇએ કે સુનીલ શેટ્ટી હજુ પણ ફિલ્મી દુનિયામાં સક્રિય છે. જોકે તે ફિલ્મોની તુલનામાં બિઝનેસની દુનિયાથી કરોડો રૂપિયા કમાય છે. તે હોટલ ઇન્ડસ્ટ્રી થી ભારે ભરખમ કમાણી કરે છે. જ્યારે તેમની પત્ની માના પણ તેમના બિઝનેસમાં મદદ કરે છે. સાથે જ તે એક એનજીઓ પણ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *