સની દેઓલનાં ઇગો ને લીધે આ અભિનેતાઓ સાથે થયેલી છે તેમની લડાઈ, નંબર ૪ ને તો ગળું દબાવીને મારવાના હતા

Posted by

બોલીવુડ એક્ટર સની દેઓલ ભારતીય સિનેમાનાં સૌથી મોટા સુપરસ્ટાર માંથી એક રહ્યા છે. સની દેઓલે ઇન્ડસ્ટ્રીમાં ઘણી જાતની ફિલ્મોમાં અભિનય કર્યો છે. પરંતુ એમની એક્શન ફિલ્મોને દેશભરમાં સૌથી વધારે પ્રેમ આપવામાં આવ્યો છે. સની દેઓલનાં ફેમસ ડાયલોગ આજે પણ લોકોના હદયમાં વસેલા છે. પોતાની ફિલ્મોથી લઈને રિયલ લાઈફમાં પણ સની દેઓલ ઘણા ગુસ્સે થાય છે. જ્યારે પણ તે ગુસ્સે થાય છે તો પોતાના સામેવાળા સ્ટાર સાથે દુશ્મની પણ લઈ લે છે. તમને બતાવી દઈએ કે આખરે બોલીવુડમાં સનીએ કયા-કયા અભિનેતા સાથે દુશ્મની લઈ રાખી છે.

સની દેઓલ અને શાહરુખ ખાન

સની દેઓલ અને શાહરુખ ખાન આ બંનેએ જ સાથે ડર ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મનાં કારણે આ બંને સ્ટાર્સ વચ્ચે દુશ્મની શરૂ થઈ હતી. એક સીનમાં વિલન બનેલા શાહરુખ ખાનને સની થી વધારે મહત્વ આપવામાં આવ્યુ હતું. આ કારણે સની એટલા વધારે ગુસ્સે થઇ ગયા હતા કે એમને સેટ પર જ પોતાની જીન્સ પણ ફાડી નાખી. ૧૯૯૩થી ચાલી રહેલી આ દુશ્મની આજ સુધી જળવાઈ રહેલી છે.

સની દેઓલ અને અક્ષય કુમાર

સની દેઓલ અને અક્ષય કુમાર એકસાથે ફિલ્મ જાની દુશ્મન માં કામ કરી ચૂક્યા છે. પરંતુ અક્ષય કુમાર સાથે પણ સનીનાં રિલેશન કંઈ ખાસ રહ્યા નથી. આ બંને વચ્ચે તિરાડનું કારણ બની હતી એક્ટ્રેસ રવીના ટંડન. તે સમયે રવીનાનું અક્ષય સાથે બ્રેકઅપ થયું હતું અને રવિના સની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી. એ દરમિયાન સની દેઓલ સાથે રવીનાએ પ્રેમમાં મળેલા દગા નો ઉલ્લેખ કર્યો. આ કારણે સની દેઓલ અક્ષય સાથે સીધા લડવા ચાલ્યા ગયા હતા.

ની દેઓલ અને અજય દેવગન

અજય સાથે પણ સની દેઓલનાં રિલેશન કંઈ સારા રહ્યા નથી. આ બંને વચ્ચે લડાઈ ફિલ્મ લીજેન્ડ ઓફ ભગતસિંહ દરમિયાન થઇ હતી. ખબરનું માનવામાં આવે તો આ ફિલ્મમાં સની પોતાના ભાઈ બોબીને કાસ્ટ કરવા ઇચ્છતા હતા. પરંતુ અજયએ એવું થવા દીધું નહીં. પછી જ્યારે અજય દેવગનનાં પિતા વીરુ દેવગનનું નિધન થયું તો સની પોતાના ભાઈ સાથે અજયનાં ઘરે પહોંચ્યા હતા.

સની દેઓલ અને અનિલ કપુર

સનીનો અનિલ કપુર સાથે પણ ઝઘડો થઇ ચુક્યો છે. આ વાત ૧૯૮૯નાં સમયની છે. ફિલ્મ જોશીલે માં અનિલ અને સનીએ પહેલ વખત કામ કર્યું હતું. આ ફિલ્મના ક્રેડિટમાં સની દેઓલનું નામ અનિલ કપુર પછી હતું. એનાથી સનીને ગુસ્સો આવી ગયો. ત્યારબાદ આ બંનેએ ફિલ્મ રામાવતાર માં ફરી કામ કર્યું અને અસલી લડાઈ અહીંથી શરૂ થઈ. આ ફિલ્મના એક સીનમાં સનીએ અનિલ કપુરનું ગળું ઘણું જોરથી દબાવી દીધું હતું. અહીંથી આ બંનેનો ઝઘડો શરૂ થયો હતો.

સની દેઓલ અને આમિર ખાન

સની દેઓલ અને આમિર ખાનની દુશ્મની તો જગજાહેર છે. આ બંને છેલ્લા ૩૧ વર્ષથી એકબીજાનું મોઢું પણ જોવાનું પસંદ નથી કરતા. ૧૯૯૧માં આ બન્ને દિગ્ગજ કલાકારોની વચ્ચે તકરાર થઈ હતી. બંને ની ફિલ્મ “ઘાયલ” અને “દિલ” એક જ દિવસે રિલીઝ થવાની હતી. ફિલ્મ રિલીઝ પહેલા આમિર ખાને સની દેઓલને કહ્યું હતું કે તે ઘાયલ ની રિલીઝ ડેટ બદલી દે. પરંતુ સની દેઓલે વાત માની નહીં. ત્યારબાદ આ બંને ફિલ્મોને ફિલ્મફેર તરફથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા. એવોર્ડ સની દેઓલને આપવામાં આવ્યો. એટલા માટે આમિર ખાન ઘણા નારાજ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *