૮૦ અને ૯૦નાં દશકમાં મોટા પડદા પર એક્ટિંગ કરીને ખુબ જ નામ કમાનાર મશહુર અભિનેતા સની દેઓલ હવે રાજકીય નેતાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં તેમણે ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ચુંટણી લડી હતી અને તેઓ પંજાબના ગુરુદાસપુર થી સાંસદ ચુંટાઈ આવ્યા હતા. લાંબા સમયથી સની દેઓલ ફિલ્મી દુનિયાથી દુર છે. જોકે તેમની સાથે જોડાયેલ કિસ્સા અવારનવાર સાંભળવા મળે છે.
સની દેઓલે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૩માં મશહુર અભિનેત્રી અમૃતા સિંહ સાથે ફિલ્મ “બેતાબ” થી કરી હતી. તેમની પહેલી જ ફિલ્મ હિટ રહી હતી અને ત્યારબાદ તેમણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. સની લોકપ્રિય ફિલ્મોમાં “ઘાયલ” નું નામ પણ શામેલ છે. બાદમાં તેમણે આ ફિલ્મની સિક્વલ “ઘાયલ વન્સ અગેન” બનાવેલ હતી. આ ફિલ્મમાં સની ની સાથે અભિનેત્રી સોહા અલી ખાને કામ કર્યું હતું.
“ઘાયલ વન્સ અગેન” ફિલ્મ વર્ષ ૨૦૧૬માં આવી હતી અને ખુબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ફિલ્મમાં સોહા અલી ખાને રિયા જ્યારે સની દેઓલ અજય મેહરાનું કિરદાર નિભાવ્યું હતું. જોકે ફિલ્મના સેટ ઉપર એક વખત સોહા અલી ખાને સની દેઓલને જોરદાર થપ્પડ મારી દીધી હતી અને સેટ ઉપર રહેલા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હકીકતમાં ફિલ્મનાં એક સીનમાં સોહા અલી ખાને સની દેઓલ ને થપ્પડ મારવાની હતી. સોહાએ ફિલ્મમાં એક સાઈકેટ્રિસ્ટ નુ કિરદાર નિભાવેલ હતું. સની જ્યારે ખુબ જ ગુસ્સે થઈ જાય છે તો સોહા જોરદાર થપ્પડ મારે છે. સોહા સની દેઓલને હોશમાં લાવવા માટે આવું કરે છે. જણાવવામાં આવે છે કે જ્યારે આ સીન શુટ થઈ રહ્યો હતો, ત્યારે સોહા અલી ખાને સની દેઓલને જરૂરિયાત કરતાં વધારે જોરથી થપ્પડ મારી દીધી હતી.
આ કિસ્સા વિશે ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ પણ વાત કરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે એક સીનમાં બતાવવામાં આવ્યું હતું કે સની દેઓલને ખુબ જ ગુસ્સો આવે છે. જોકે સોહા તેને હોશમાં લાવવાનું કામ કરે છે અને તેને જોરદાર થપ્પડ મારે છે. એક્ટ્રેસ પોતાના કિરદારમાં એવી ખોવાઈ ગઈ હતી કે તેની કિંમત સની દેઓલે ભોગવવી પડી હતી.
સોહા ની જોરદાર થપ્પડ જોઈને સેટ પર હાજર રહેલ લોકો ચોંકી ગયા હતા. સોહા અલી ખાન પોતે પણ સમજી શકી નહીં કે આખરે તેને શું કરી દીધું છે. વળી આવી સ્થિતિમાં સની દેઓલે મામલો સંભાળી લીધો હતો અને તેમણે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. કદાચ તેઓ જાણતા હતા કે સોહાએ જાણી જોઈને આવું કરેલ નથી.
વળી આ પ્રકારની ઘટનાઓ ફિલ્મના સેટ પર થવી સામાન્ય બાબત છે. ઘણી વખત કલાકાર પોતાના કિરદારમાં એવી રીતે ઉતરી જતા હોય છે કે તેઓ આવી ભુલો કરી બેસે છે.