જોક્સ-૧
છગન : મારે મારી પત્નીથી છુટાછેડા જોઈએ છે.
મગન : કેમ?
છગન : તે છેલ્લા ૫ મહિનાથી મારી સાથે વાત નથી કરી રહી.
મગન : ફરી એકવાર સારી રીતે વિચારી લે. આવી પત્ની વારંવાર મળતી નથી.
જોક્સ-૨
નોકર : મેડમ, ઘરે મહેમાનો આવ્યા છે,
પણ શરબત બનાવવા માટે લીંબુ નથી, શું કરું?
મેડમ : અરે ટેંશન શું કામ લે છે,
આ નવા વિમ બારમાં ૧૦૦ લીંબુની શક્તિ છે.
નાખી દે બે ટીપા.
જોક્સ-૩
જજ : બોલ તારી અંતિમ ઈચ્છા શું છે?
છગન : મારા પગ ઉપર અને માથું નીચે કરીને મને ફાંસી આપવામાં આવે.
જોક્સ-૪
છોકરી તેના બોયફ્રેન્ડને : તમે ખબર છે, ગઈકાલે મારા ભાઈએ આપણને બંનેને બાઇક પર સાથે જોઈ લીધા.
બોયફ્રેન્ડ : અરે બાપરે, પછી કહ્યું તેણે?
છોકરી : ઘરવાળા મને બસની ટિકિટના પૈસા આપે છે તે પાછા લઈ લીધા, મારા પરિવારના સભ્યો બહુ કડક છે.
જોક્સ-૫
નોકરાણી : મેડમ, મારે ૧૫ દિવસની રજા જોઈએ છે.
મેડમ : જો તું રજા પર જતી રહી તો તારા સાહેબનો નાસ્તો કોણ બનાવશે, ટિફિન કોણ પેક કરશે, કપડાં કોણ ધોશે,
તેમને સમયસર દવા કોણ આપશે?
નોકરાણી : તમે કહો તો હું તેમને પણ મારી સાથે લઈ જાઉં.
મેડમના હોશ ઉડી ગયા.
જોક્સ-૬
દાકતરે દર્દીની ઘણીવાર તપાસ કર્યા બાદ કહ્યું :
આ કોઈ જુની બીમારી લાગે છે, જે તમારા આરોગ્યને અને માનસિક શાંતિને નષ્ટ કરે છે.
દર્દી : અરે દાકતર સાહેબ, જરા ધીમે બોલો, એ બીમારી બહાર જ અહીં બેઠી છે.
બહાર એની પત્ની બેઠી હતી.
જોક્સ-૭
એક સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર કોઈ જુનાં ખંડેરમાંથી પસાર થતા હતા ત્યાં તેમના પગ સાથે જાદુઈ ચિરાગ અથડાયો.
તેમણે ત્રણેયે સાથે ચિરાગને ઘસ્યો.
જીને બહાર આવીને કહ્યું : મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પુરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો.
ફોટોગ્રાફરે કહ્યું : હું મનાલીમાં સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.
જીને તેની ઈચ્છા તરત પુરી કરી.
પત્રકારે કહ્યું : હું કન્યાકુમારીનાં સમુદ્ર કિનારે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.
જીને તેની પણ ઈચ્છા પુરી કરી. હવે સંપાદકનો વારો આવ્યો.
તેણે કહ્યું : મને હમણાં ને હમણાં તે બંને અહીં હાજર જોઈએ. કાલ સવારના છાપામાં કામ કોણ કરશે? એમનો બાપ.
જોક્સ-૮
રામપ્રસાદ : વિજય તું તો લગ્ન ના કરવાની કસમ લઇને બેઠો હતો.
લગ્નના વિરોધની જ વાતો કરતો હતો,
તો પછી અચાનક આટલી ઝડપથી લગ્ન કેવી રીતે કરી લીધા?
વિજય : દોસ્ત, તને શું કહું મને એકદમ મારા વિચારો જેવી જ છોકરી મળી ગઇ.
એ પણ લગ્નની વિરોધી જ છે.
જોક્સ-૯
ગર્લફ્રેન્ડ : કાલે આખી રાત મને ઊંઘ ન આવી.
બોયફ્રેન્ડ (ટેંશનમાં) : શું થયું? તારી તબિયત તો સારી છે ને?
ગર્લફ્રેન્ડ : અરે એવું કાંઈ નથી. એ તો મેં આખી રાત સપનામાં જોયું કે હું જાગી રહી છું.
જોક્સ-૧૦
સની લીયોની કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં આવી,
તો એક દર્શક એ કહ્યું હું તમારો ખુબ જ મોટો પ્રસંશક છું.
મેં તમારી બધી ફિલ્મો જોઈ લીધી છે. શું હું તમારી સાથે તમારી ફિલ્મનો એક સ્ટેપ કરી શકું છુ?
તેના પર સિધ્ધુ એ કહ્યું :
ગુરુ, હર પીલા ફુલ આમ નહીં હોતા,
હર સીતા કા પતિ રામ નહીં હોતા,
થોડી જેબ ઢીલી કરો ઔર ઉઠાઓ હોટલ કા ખર્ચા,
ક્યોંકી યે વો સ્ટેપ હૈ, જો ખુલ્લેઆમ નહીં હોતા, ઠોકો…