સુપરમેન સાથે જોડાયેલ છે આ રહસ્યમયી શ્રાપ, આ કિરદાર નિભાવનાર વ્યક્તિની જિંદગી થઈ જાય છે બરબાદ

વિશ્વભરમાં ઘણા બધા સુપર હીરો થયા જેમણે પોતાની તાકાતથી દુનિયાને બચાવી. આ સુપર હીરો અસલમાં તો ન હતા, પરંતુ કોમિકસ અને ફિલ્મોની દુનિયામાં હંમેશા દુશ્મનને હરાવતા નજર આવ્યા છે. વળી જોવામાં આવે તો સુપરહીરોનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે, પરંતુ સુપરમેન એક એવું કિરદાર છે, જે ઘણા લોકોનાં બાળપણને યાદગાર બનાવી ગયેલ છે. સુપરમેન જે બ્લૂ રંગના ટાઈટ કપડામાં હવામાં ઉડે છે અને ગમે તેટલી ભારે વસ્તુઓને પણ પોતાના એક હાથથી ઉઠાવી લે છે. આ સુપરમેનનાં કરોડો લોકો દિવાના છે. જોકે સુપરમેન લઈને અમુક અફવાઓ ફેલાવવામાં આવી હતી. લોકોએ આ કિરદારને પડદા પર ઉતારવાથી ઇનકાર કરી દીધો. આ બધાને કારણે તે એક શ્રાપ બની ગયો છે.

સુપરમેનનું કોમિક બૂક કેરેક્ટરના જ નહીં પરંતુ ટીવીની સાથે સાથે સુપરહીરોનાં મોશન પિક્ચરમાં સુપરમેન શ્રાપિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આજ સુધી જે વ્યક્તિએ પણ આ કિરદાર નિભાવ્યું છે, તે બરબાદ થઈ ગયો છે અથવા તો આ દુનિયાને છોડીને જતો રહેલ છે. તો ચાલો તમને અમારા આ લેખમાં આ શ્રાપની કહાની જણાવીએ.

કર્ક એલેન

સુપરમેનને ફક્ત બાળકો બુક્સમાં વાંચતા હતા. તે કેવી રીતે ઉડતો હતો, કેવી રીતે દુશ્મનો સાથે લડતો હતો તે હજુ સુધી કોઈને બતાવ્યું હતું નહીં. સુપરમેન ફિલ્મોની શરૂઆત કરવામાં આવી અને તેની પહેલી ફિલ્મ ૧૯૪૮માં આવી. આ ફિલ્મમાં સુપરમેનનુ કિરદાર નિભાવ્યો હતું કર્ક એલેને. આ ફિલ્મમાં સુપરમેન જંપ ને પોપ્યુલર બનાવવાનો શ્રેય તેમને જાય છે. સુપરમેનની સીરીઝ ખૂબ જ પસંદ કરવામાં આવી. પરંતુ ત્યારબાદ તેમને કોઈ જગ્યાએ કામ મળ્યું નહીં. તે હીરોની એક એવી ઓળખ બની ગઇ હતી જેના કારણે તેને સામાન્ય રોલ મળવાના બંધ થઈ ગયા. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું હતું કે સુપરમેનનાં કિરદારે તેમને ખૂબ જ પરેશાન કર્યા.

જ્યોર્જ રીવ્સ

સુપરમેનને હંમેશા એક શ્રાપ દર્શાવવામાં આવ્યો. એવું કહેવામાં આવે છે કે સુપરમેનનું કિરદારને ભાવના એક્ટર્સને હંમેશા નુકશાનનો સામનો કરવો પડતો હતો. આ વાત એટલી ફેલાઈ ગઈ હતી કે અન્ય લોકો સુપરમેનનું કિરદાર નિભાવવાની પણ દૂર રહેતા હતા. આ રોલને નિભાવનાર અન્ય એક એક્ટર હતા જ્યોર્જ રીવ્સ, જેમણે પોતાને ગોળી મારી લીધી હતી. તેમણે આવું શા માટે કર્યું તે હજુ પણ એક રહસ્ય છે.

ક્રિસ્ટોફર રીવ્સ

જ્યોર્જનાં મૃત્યુ બાદ એક્ટર્સની વચ્ચે સુપરમેનનાં કિરદારને લઈને નકારાત્મકતા ફેલાઈ ગઈ હતી. ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ તો ટીવી દ્વારા આ કિરદારને ફરી જીવંત કરવામાં આવ્યું. સુપરમેનનાં કિરદારને નિભાવનાર ત્રીજા એક્ટર ક્રિસ્ટોફર રીવ્સ સુપરમેન મુવી ઘર-ઘરમાં પ્રચલિત થઈ ગયા. પરંતુ એક વખત ફરીથી એવું કંઈક બન્યું કે જેનાથી લોકો આઘાતમાં આવી ગયા હતા. ઘોડે સવારીનાં શોખીન અને હોશિયાર ક્રિસ્ટોફર રીવ ઘોડા પરથી પડીને પેરેડાઇઝ થઈ ગયા અને વર્ષ ૨૦૦૪માં તેમનું મૃત્યુ થઈ ગયું. એટલું જ નહીં ફિલ્મમાં સુપરમેનનાં પિતાનું કિરદાર નિભાવનાર માલર્ન બ્રેડોની જીંદગી પણ પરેશાનીથી ભરેલી રહી હતી.

બૈંડન રૂથ

આ વાતો બની હોવા છતાં પણ સુપરમેન સિરીઝ બનતી રહી પરંતુ ચોથી ફિલ્મ નુકસાનને કારણે બંધ કરવી પડી. આ ફિલ્મમાં સુપરમેનનુ કિરદાર બૈંડન રૂથ નિભાવી રહ્યા હતા. કારણ ભલે ગમે તે રહેલું હોય પરંતુ વારંવાર આ કિરદાર નિભાવનાર પાત્ર હંમેશાં મુશ્કેલીમાં પડતા રહે છે. આ એક અજીબ રહસ્યમય બની ગયેલ છે, જેનાથી આ કિરદાર નિભાવનાર લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે.