સુરજનો ખાત્મો થઈ ગયા બાદ શું થશે? ધરતી પર કેવી હશે પરિસ્થિતિ

આકાશ ગંગામાં જ્યુપિટર નાં આકારનાં એક ગ્રહની શોધ કરવામાં આવી છે, જેને વ્હાઈટ દ્વાર્ફ કહેવામાં આવી રહેલ છે. વૈજ્ઞાનિકોની એક ટીમનાં જણાવ્યા અનુસાર તેના મળવાથી સંકેત આપી રહેલ છે કે જ્યારે સુરજનો અસ્તિત્વ ખતમ થઇ જશે. એટલે કે જ્યારે તેનું નિધન થઇ જશે તો આપણી ધરતીનું શું થશે? શું મનુષ્ય ત્યાં સુધી જીવતો રહી શકશે? વૈજ્ઞાનિકોએ આવા ઘણા સવાલોનાં જવાબ શોધવાની સાથે સુરજનાં ન રહેવાથી થનાર સંભાવનાઓ વિશે જાણકારી મેળવી છે.

સુરજનાં બુઝાઈ જવાથી શું થશે?

વૈજ્ઞાનિકો અનુસાર સુરજ ની ઉંમર અંદાજે ૪૫૦ કરોડ વર્ષ થઈ ચુકી છે. આપણા સૌરમંડળ અને સુરજનાં અધ્યયન બાદ તે ખુલાસો થયો છે કે આવતા કરોડો વર્ષોમાં એક એવી પ્રક્રિયાની શરૂઆત થશે, જેના અંતમાં સુરજ એક રેડ જાયન્ટ થી કમજોર બની ને વ્હાઇટ દ્વાર્ફ બનીને રહી જશે.

માનવ જીવનની કલ્પના નહીં

ધ ગાર્ડિયન માં પ્રકાશ રિપોર્ટ અનુસાર આ વિષયને લઈને તસ્માનિયા યુનિવર્સિટીનાં જોશુઆ બ્લેકમેને કહ્યું હતું કે, “દ્વાર્ફ સ્ટારનાં અધ્યયનથી જાણવા મળ્યું છે કે આવનારા ૫૦૦ કરોડ વર્ષમાં આવું થવાની શરૂઆત થઇ શકે છે. સુરજનું કેન્દ્ર સંકોચાઈને ખતમ થઇ જશે અથવા તો ખુબ જ નાનું થઈ જશે. જેનાથી સુરજની ગરમી પેદા કરવાની ક્ષમતા ખોવાઈ જશે, પરંતુ બહારનો સ્તર ઠંડુ થઈને તુટી જશે અને તે મંગળ ગ્રહની કક્ષા સુધી પહોંચી જશે.

આ પ્રક્રિયામાં આપણી ધરતી પણ સુરજનાં પડ સાથે ટકરાઈને વિખેરાઈ જશે, પરંતુ સુરજનાં કમજોર પડતાની સાથે જ ધરતી પરથી જીવન ખતમ થવા લાગશે, મેગ્નેટિક ફિલ્ડ ખતમ થવા લાગશે, ગુરુત્વાકર્ષણ ખતમ થવા લાગશે, તેવામાં માનવ જીવનની કલ્પના કરી શકાય નહીં.

શુ ખતમ થઇ જશે આ ગ્રહ?

હાલમાં કરવામાં આવેલ સ્ટડી અનુસાર ડોક્ટર બ્લેકમેને કહ્યું હતું કે આજથી અબજો વર્ષ બાદ સુરજનો ખાત્મો આપણી ધરતી ને સૌરમંડળની સૌથી ખરાબ જગ્યામાં બદલી નાખશે. આ દરમિયાન સુરજનો આકાર એટલો વધી જશે કે તે બુધ, શુક્ર અને આપણી પૃથ્વીને પણ પોતાની અંદર સમાવી લેશે. ધરતીનું અસ્તિત્વ તો નહીં ખતમ થાય, પરંતુ તે રહેવાલાયક રહેશે નહીં. આપણા સમુદ્ર વરાળ બનીને અંતરિક્ષમાં ઉડી જશે. જમીન એટલી ગરમ થઇ જશે કે અહીંયા રહેવું મુશ્કેલ બની જશે.

આ કારણથી બચી જશે બૃહસ્પતિ અને શનિ

ઇનબર્ન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીનાં એક ખગોળશાસ્ત્રી થેમિયા નાનાયકારા, જે શોધમાં સામેલ હતા નહીં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કરવામાં આવેલ શોધથી જાણવા મળ્યું છે કે સુરજનાં બુજાઈ જવા એટલે કે તેના ખતમ થઇ ગયા બાદ બૃહસ્પતિ અને શનિ જેવા બહારનાં ગેસવાળા વિશાળ ગ્રહ બચી શકે છે, એટલે કે તેમના અસ્તિત્વ માં કોઈ ફેરફાર પડશે નહીં. હકીકતમાં સુરજનાં રેડ જાયન્ટ બનવાની પ્રક્રિયા દરમ્યાન ધરતી પર ખતરો વધવા લાગશે.

આ થિયરી પરથી કાઢવામાં આવ્યા પરિણામ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રકારનાં સ્ટડી મોડલનો ઉપયોગ વર્ષ ૨૦૧૮માં થયો હતો. કોમ્પ્યુટર સ્ટડી અનુસાર ૯૦% તારાનાં વિનાશમાં એવું થાય છે કે તેઓ પહેલા રેડ જાયન્ટ હોય છે, જે બાદમાં ખતમ થવા પર વ્હાઇટ દ્વાર્ફ બની જાય છે. એટલે કે અહીંયા તેમનું નિધન થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તારો ખતમ થાય છે તો તે અંતરિક્ષની એક મોટી ઘટના હોય છે. તેના આધાર પર સુરજના ખતમ થયા બાદ શું થશે તે સવાલનો જવાબ શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે.