ગુજરાતનાં સુરત જિલ્લામાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા ભલે ૧૦૦૦ ની ઉપર પહોંચી ગઈ હોય, પરંતુ સુરતમાં સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા અમદાવાદ અને વડોદરાની સરખામણીમાં પ્રભાવિત વિસ્તારોથી સારી છે. એક અધિકારીએ આ જાણકારી શનિવારનાં રોજ આપી હતી. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલ એક રજૂઆત અનુસાર શુક્રવારના ૩૨ નવા મામલા સામે આવ્યા બાદ સુરત જિલ્લામાં લોકોની સંખ્યા ૧૦૧૫ થઈ ગઈ છે, જેમાંથી ૯૯૧ મામલા શહેરી વિસ્તારમાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે મામલા અમદાવાદમાં છે અને ત્યાર બાદ સુરતનો નંબર આવે છે. પરંતુ અહીંયાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર ૬૨% છે. હાલ ના આંકડા અનુસાર ૧૦૧૫ કોરોના વાયરસ દર્દીઓમાંથી ૬૩૪ લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે સંક્રમણને કારણે ૪૭ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
વળી તેનાથી વિરુદ્ધ અમદાવાદમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર અત્યાર સુધીમાં ૩૫% છે. જ્યારે જિલ્લામાં ૪૭૯ લોકોના મૃત્યુ થયા છે. કોરોના વાયરસ કેસની દ્રષ્ટિએ ત્રીજા નંબરનાં સૌથી પ્રભાવિત શહેર વડોદરા જિલ્લામાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર ૫૮% છે. જ્યાં ૭૨૦ કોરોના વાયરસ દર્દીઓમાંથી ૩૭૧ સ્વસ્થ થઇ ચુક્યા છે અને ૩૨ લોકો તેના કારણે મૃત્યુ પામ્યા છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાનીએ કહ્યું હતું કે નાગરિક સંસ્થા મામલાઓને જલ્દી શોધી કાઢવા માટે પગલાં ઉઠાવી રહી છે અને ઘરે-ઘરે જઈને સંક્રમિત લોકો લોકોને શોધવા માટે સર્વેલન્સ ટીમોની સંખ્યા વધારીને ૧૯૩૩ કરી દેવામાં આવી છે. તે સિવાય તે વિસ્તારોમાં ૪૧ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં મોટાભાગે ગરીબ લોકો રહે છે.
પાનીએ કહ્યું કે, “અમે ૪૧ ક્લિનિક બનાવ્યા છે, જેમણે અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૧૦૮ મામલાની ઓળખ કરી છે. ૫૨૦ પ્રાઇવેટ ક્લિનિકના સર્વેલન્સમાં ૨૮૧ સંક્રમિત લોકોની ઓળખ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં અંદાજે ૩૯.૧૧ લાખ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવેલ છે. જેમાંથી ૨.૭ લાખ લોકો ઉચ્ચ જોખમ વાળી શ્રેણીમાં આવે છે, જેમને સાવચેતી રાખવાનું કહેવામાં આવેલ છે.