સુરતનાં એક સ્કુલમાં બાળકોને પાછલા ૧૨ વર્ષથી ભગવત ગીતા ભણાવી રહેલ છે મુસ્લિમ શિક્ષક

Posted by

ગુજરાતની સ્કુલમાં ધોરણ ૬ થી ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓને ભાગવત ગીતા ભણવાને લઇને થોડા દિવસો પહેલાં જ ગુજરાત સરકારે ઘોષણા કરી હતી. પરંતુ તેની વચ્ચે ગુજરાતનાં સુરતમાં એક સ્કુલ એવી છે જ્યાં પાછલા વર્ષોથી મુસ્લિમ શિક્ષક દ્વારા બાળકોને ભાગવત ગીતા નું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શિક્ષક ફક્ત ભાગવત ગીતા શીખવી રહ્યા નથી, પરંતુ સ્કુલમાં બાળકોને પારિવારિક સંસ્કારના બીજ પણ રોપી રહ્યા છે.

Advertisement

સુરત શહેરની ચમક-દમકથી દુર આદિવાસી માંગરોળ તાલુકાના ક્ષેત્રમાં આવતા ઝારખરડા ગામ ની પ્રાથમિક સ્કુલમાં પાછલા ૧૨ વર્ષથી શાહ મોહમ્મદ સઈદ ઈસ્માઈલ મુખ્ય શિક્ષકના રૂપમાં કાર્યરત છે. તેમના આ સ્કુલમાં અભ્યાસ માટે આવતા હિન્દુ બાળકોને ભગવત ગીતા તો મુસ્લિમ બાળકોને કુરાને એ શરીફ શીખવામાં આવી રહેલ છે. શિક્ષક તરીકે તેમનો પુરો પ્રયાસ છે કે ધર્મથી ઉપર દરેક બાળકને સારા સંસ્કાર આપવામાં આવે.

ઝારખરડા ગામ માં આ સ્કુલ છે, તે સ્કુલમાં ધોરણ ૧ થી લઈને ૮ સુધીના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. આ ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજની વસ્તી એક સરખી છે. આ નાના સ્કુલમાં હિન્દુ મુસ્લિમ સમાજના ૭૧ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. બંને ધર્મના બાળકોને શિક્ષક ભણાવે છે, સાથોસાથ દેશ અને દુનિયાની ઘણી ભાષાઓ પણ શીખવવામાં આવે છે.

આ બાબતમાં તે સ્કુલની એક વિદ્યાર્થીની જણાવે છે કે મને ચાઇનીઝ, રોમન, તમિલ, હિન્દી, ઉર્દુ અને ગુજરાતી ભાષા આવડે છે. રાત્રે ભોજન બનાવતા પહેલાં દરરોજ ભગવત ગીતા નું એક પેજ વાંચું છું. દર રવિવારે ગામનું એક ઘર નક્કી કરીને પ્રાર્થના કરવા માટે જાય છે, ત્યાં પણ ભગવત ગીતાનાં બે પેજ વાંચીને સંભળાવવામાં આવે છે.

કહેવામાં આવે છે કે શિક્ષક નો કોઈ ધર્મ અથવા જાતિ હોતી નથી અને આવું જ સુરતના શિક્ષક સહ મોહમ્મદ સઈદ ઈસ્માઈલ પોતાનાં શિક્ષણ દ્વારા દર્શાવી રહ્યા છે. આ બાબતમાં શિક્ષક સહ મોહમ્મદ સઈદ ઈસ્માઈલ કહે છે કે ઝારખરડા પ્રાથમિક સ્કુલમાં પાછલા ૧૨ વર્ષથી હું અભ્યાસ કરું છું. અમારે ત્યાં બાળકોને સંસ્કાર ની સાથે શિક્ષણ આપવામાં આવે છે.

શિક્ષણ તો આપવામાં આવે છે સાથોસાથ દરેક બાળકને ભગવદ ગીતાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. રવિવારના દિવસે પણ બાળકો સ્કુલમાં આવે છે તો અમે ગામના કોઈ એક ઘરે જઈને ભગવત ગીતાનાં બે પેજ વાંચીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, જેનાથી બાળકોની સાથે મહોલ્લામાં પણ સંસ્કાર પહોંચે. પાછલા ૧૨ વર્ષથી ભાગવત ગીતા શીખવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.