સુરતનાં હીરા વેપારીનાં ઘરમાં સ્થાપિત છે ૧ હજાર કરોડનાં ગણપતિ, ખુબ જ દિલચસ્પ છે આ પ્રતિમાની કહાની

Posted by

આખા દેશમાં ગણેશ ઉત્સવ ધુમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. હાલનાં દિવસોમાં દરેક જગ્યાએ ભગવાન ગણપતિની જય જય કાર ની ગુંજ સંભળાઇ રહી છે. લોકો પોતાના બજેટ અનુસાર ગણેશ ઉત્સવ ઉજવે છે અને વિધિ વિધાનથી બાપાની પુજા કરે છે. પરંતુ એક ઘર એવું પણ છે, જ્યાં લગભગ ૧ હજાર કરોડ રૂપિયાની કિંમતના ગણપતિ સ્થાપિત થાય છે. જી હાં, બાપાની મુર્તિની આ કિંમતને જાણીને તમે જરૂર આશ્ચર્યચકિત થઈ ગયા હશો, પરંતુ આ હકીકત છે. સુરતનાં હીરા વ્યાપારી પાસે દુનિયાના સૌથી મોંઘા ગણપતિ બાપા છે અને તે દર વર્ષે આ બાપાની પુજા કરે છે.

કહેવાય છે કે લગભગ ૨૦ વર્ષ પહેલા હીરા વ્યાપારી કનુભાઈ બેલ્જિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન કાચા હીરા ખરીદતા સમયે તેમણે ગણપતિ બાપાનાં આકારનો હીરો મળી ગયો હતો. ત્યારબાદ કનુભાઇએ આ હીરાને ભગવાનની પ્રતિમા સમજીને પોતાના ઘરમાં રાખી લીધો અને આ હીરાને પોતાના માટે શુભ માનવા લાગ્યા.

કનુભાઈ પ્રમાણે જ્યારે તેમણે આ કાચો હીરો ખરીદી લીધો તો તેઓ તે ઘરે લઈને આવ્યા અને પિતાજીને બતાવ્યો. આ દરમિયાન તેમના પિતાએ કહ્યું કે આ ગણેશ પ્રતિમાનો આકાર છે. ત્યારબાદ ઘરના બધા લોકોએ આ હીરાને ઘરમાં જ રાખવાનો નિર્ણય કરી લીધો. જે દિવસે આ હીરાને ઘરમાં સ્થાપિત કરવામાં આવ્યો તે દિવસ થી પરિવારની તકલીફ દુર થઈ ગઈ અને ઘરના બધા સદસ્યો ની આસ્થા અને વિશ્વાસ બાપા પ્રત્યે મજબુત થઈ ગયા.

કનુભાઈ એ જણાવ્યું કે ગણેશોત્સવ દરમિયાન આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. ફક્ત માત્ર અમારી આસપાસનાં લોકો જ નહીં, પરંતુ બિઝનેસ સાથે જોડાયેલા બધા લોકો પણ એકવાર અમારા ઘરે આ પ્રતિમાના દર્શન કરવા જરૂર આવે છે. વળી દર વર્ષે ગણેશ ચતુર્થીનાં અવસર પર પણ અમારો આખો પરિવાર હિરા થી બનેલા ગણપતિની જ પુજા કરે છે.

સુરતનાં રહેવાસી કનુભાઈ પ્રમાણે એક હીરાને બનવામાં ઘણા વર્ષ લાગે છે. તેવામાં આ હીરાને જોઈ લાગે છે કે તે ઘણો કીમતી અને વર્ષો જુનો છે. તેમણે જણાવ્યું કે કોહિનુર હીરો ૧૦૪ કેરેટનો હોય છે પરંતુ ગણેશ પ્રતિમાનો મળેલો હીરો ૧૮૪ કેરેટનો છે. તેવામાં તેની કિંમત પણ લગભગ ૧ હજાર કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી છે.

કનુભાઈ અસોદરિયાનું કહેવાનું છે કે વર્ષ ૨૦૨૦ માં હીરાની આંતરરાષ્ટ્રીય કિંમત ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જોકે કનુભાઈનું માનવાનું છે કે તે કિંમતના વિષયમાં ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલી આ સુંદર પ્રતિમાને આંકવા વાળા કોણ છે? તેમના માટે આ હીરો કોહિનુર હીરા થી પણ વધારે મુલ્યવાન છે.

હીરાની બનેલી આ પ્રતિમાની સૌથી ખાસ વાત એ છે કે આ પ્રાકૃતિક પ્રતિમા છે, એટલે કે તેને કોઈએ બનાવી નથી. તેનું સ્વરુપ પ્રાકૃતિક રૂપથી જ ગણેશજી જેવુ છે. આ પ્રતિમા પર કોઇપણ રીતની બનાવટી કારીગરી નથી કરવામાં આવી. ઘણી સંસ્થાઓનું પણ માનવાનું છે કે આ હીરા સાથે કોઈ છેડછાડ નથી કરવામાં આવી, પરંતુ તેનો આકાર કુદરતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *