સુરતનાં ઓલપાડમાં હોલિકા દહનનાં અવસર પર ધગધગતી આગ પર ખુલ્લા પગે ચાલી રહ્યા હતા યુવકો, સામે આવ્યો વાઇરલ વિડીયો

Posted by

તમે સોશિયલ મીડિયા પર હોળી સાથે જોડાયેલા કાર્યક્રમના ઘણા વિડીયો જોયા હશે. તેમાંથી એક વિડીયો હાલના સમયમાં ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં અમુક યુવકો આગ ઉપર દોડતા નજર આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે અહીંયા ના લોકોની આવી પરંપરા રહેલી છે, એટલા માટે તેઓ આવું કરી રહ્યા છે. વળી સામાન્ય રીતે આપણા દેશમાં દરેક જગ્યાની અલગ અલગ ઓળખ અને ઘણા રિવાજ છે.

Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે આગનાં કિનારે લોકોની ભીડ રહેલી છે. અમુક લોકો આગની પરિક્રમા પણ કરી રહ્યા છે. વળી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અમુક યુવકો આગ ઉપર ચાલતા પણ જોવા મળી રહ્યા છે. યુવકો આગ ઉપર ખુલ્લા પગે દોડતા નજર આવી રહ્યા છે. ૩૦ સેકન્ડની આ ક્લિપમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આગ કેટલી ઘાતક છે. આટલી ઘાતક આગ હોવા છતાં પણ તે યુવકો તેની ઉપર ચાલી રહ્યા છે. આ વાયરલ વિડિયો સુરતની નજીક “સરસ” ગામનો છે, જ્યાં હોલિકા દહન પર્વ દરમિયાન યુવકો ગરમ અંગારાઓ પર ચાલતા નજર આવી રહ્યા છે.

દેશભરમાં રંગોના તહેવાર હોળીનો ઉલ્લાસ છે, જેના કારણે દેશના અલગ અલગ હિસ્સામાં હોળી અને ધુળેટીના કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં સુરતનાં ઓલપાડ નજીક આવેલા “સરસ” ગામ પર અનોખું અને આશ્ચર્યચકિત કરી દેતું દ્રશ્ય જોવા મળે છે. રિપોર્ટ અનુસાર સુરતના ઓલપાડ નજીક આવેલા સરસ ગામમાં હોલિકા દહન ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો. હોલિકા દહન કાર્યક્રમમાં આસપાસનાં ઘણા લોકોએ ભાગ લીધો હતો.

આ દરમિયાન હોલિકાનું દહન કરવામાં આવેલ. હોલિકા દહન કરતા પહેલા લોકોએ હોલિકાની પુજા અર્ચના કરી અને ત્યારબાદ હોલિકા ની પરિક્રમા કરી હતી. પુજા અર્ચના બાદ હોલિકા નું દહન કરવામાં આવેલ. હોલિકા દહન ઉત્સવ દરમિયાન લોકો ગરમ કોલસા ઉપર ખુલ્લા પગે ચાલતા નજર આવ્યા હતા. આ દ્રશ્ય જોયા બાદ ત્યાં હાજર રહેલ તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

લોકો હોલિકા દહન બાદ સળગતા કોલસા અને લાકડા પર ચાલી રહ્યા હતા. આ સિલસિલો ત્યાં સુધી ચાલતો રહ્યો હતો, જ્યાં સુધી હોલિકા દહનનાં લાલ કોલસા રાખમાં બદલી ન ગયા. હોલિકા દહન નો કાર્યક્રમ અહીંયા દર વર્ષે ખુબ જ હર્ષ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે અને દર વખતે લોકો હોલિકા દહન બાદ ગરમ કોલસા ઉપર ખુલ્લા પગે ચાલે છે.

પ્રાચીન ઇતિહાસ અનુસાર રાક્ષસ રાજા ની બહેન હોલિકાને ભગવાન શિવજી પાસેથી એવું વરદાન મળ્યું હતું કે તેને અગ્નિ બાળી શકશે નહીં. જેના લીધે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને આગની ચિતા ઉપર બેસી ગઈ. પરંતુ ત્યારબાદ કંઈક એવું બન્યું કે આગથી હોલિકા બચી શકી નહીં, પરંતુ પ્રહલાદ બચી ગયો હતો.

હોલિકા રાક્ષસી ભક્ત પ્રહલાદની ફઇ હતી. જ્યારે હિરણ્યકશ્યપુ અનેક ઉપાયોથી ભક્ત પ્રહલાદ ને મારી શક્યો નહીં, ત્યારે પોતાના ભાઈ રાક્ષસ હિરણકશ્યપુ નાં આદેશ ઉપર પ્રહલાદને મારવા માટે હોલિકા આગમાં પ્રહલાદને લઈને બેસી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે ધુળેટીનાં એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે. જ્યાં લોકો એકત્રિત થઈને હોલિકા દહન કરે છે. તેની વચ્ચે ભારતના ઘણા હિસ્સામાં લોકોના આગ ઉપર ચાલવાની પરંપરા છે. આ પરંપરાની શરૂઆત કોણે કરી તેના વિશે કોઈ જાણકારી નથી. લોકોનું માનવું છે કે આવું કરવાથી ગામ અથવા શહેર બીમારીઓ અને અન્ય મુશ્કેલીઓથી સુરક્ષિત રહે છે, જેના લીધે ઘણા વર્ષોથી ચાલી રહેલી આ પરંપરા ને આજે પણ લોકો શ્રદ્ધાની સાથે નિભાવે છે. ત્યારબાદ ધુળેટી નો કાર્યક્રમ શરૂ થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *